in , ,

અમદાવાદમાં નિર્માણાધીન પાણીની ટાંકીનો સ્લેબ તૂટ્યોઃ 8 મજુરો સુરક્ષિત ત્યારે 2 મજુર દટાયા હોવાની શંકા

હાલ થોડા સમયથી અમદાવાદમાં દિવાલ પડવાની ઘટના ,બોપલમાં પાણીની ટાંકી પડવાની ઘટના સામે આવી હતી, તો આજે ફરી અમદાવાદના નિકોલ વિસ્તારમાં ભોજલધામ પાસે બની રેહલી અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીનો સ્લેબ તૂટવાની ઘટના બનવા પામી છે.

આજે બપોરે આ ટાંકી જમીન દોસ્ત થતા 10 જેટલા મજૂરો તેના કાટમાળમાં દટાયા હતા. જો કે, સ્થાનિક લોકોએ નીચે બેઝમેન્ટમાં પડેલા આઠ જેટલા મજૂરોને દોરડાની મદદ બચાવી લીધા હતા ત્યારે હજુ પણ બે મજુરો દટાયા હોવાની શંકાઓ સેવાઈ રહી છે

ત્યારે એક અધિકારીના જણાવ્યા મુજબ આખી ઈમારત નહીં પણ અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થયો છે. જો કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી.

નિકોલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર વર્ક્સ વિભાગ દ્વારા નિકોલમાં અન્ડરગ્રાઉન્ડ ટાંકીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેનું કામ કોન્ટ્રાક્ટરને સોપવામાં આવ્યું હતું. જે રીતે અન્ડર કન્સ્ટ્રક્શન ટાંકીનો સ્લેબ તૂટી પડ્યો અને ધાબા પર કામ કરી રહેલા મજૂરો ઉપરથી નીચે બેઝમેન્ટના ભાગમાં પડ્યા છે તો જોતા તો લાગી રહ્યું છે કે  માલ સામાની ગુણવત્તા ખરાબ હોય શકે,આ મામલે નેક સવાલો ઉઠવા પામ્યા છે. એવા આરોપ પણ લગાવવામાં આવ્યા છે કે આ ટાંકીના પાયાના સ્લેબમાં ઘણા સમયથી  તિરાડો પડી  હતી જેને લઈને કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ આ અંગે મ્યુનિ.માં ફરિયાદ પણ નોંધઆવી હતી.

આ દુર્ઘટના બની અને અન્ડરગ્રાઉન્ડ ટાંકીનો સ્લેબ જેવો નીચે પડ્યો ત્યારે ખૂબ મોટેથી અવાજ થયો હતો. આ દુર્ઘટનાને પગલે સ્થાનિક લોકો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બેઝમેન્ટના ભાગમાં પડેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. આ સ્લેબના કાટમાળમાંથી 8 મજુરોને હેમખેમ ઉગારી લેવામાં આવ્યા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર વર્ક્સ વિભાગના નેજા હેઠળ આ કન્સ્ટ્રક્શનની કામગીરી ચાલી રહી હતી. છતાં આ ટાંકીના બાંધકામ દરમિયાન મજૂરોની સુરક્ષા માટે કી પમ પ્રકારની વ્યવસ્થા જોવા મળી નહોતી ઉપરાંત કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ પ્રકારની સેફ્ટીના સાધન સામગ્રીઓ પણ આ મજુરોને આપવામાં આવ્યા નહોતા. આ મામલે તંત્રની બેદરકારી સામે આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અગસ્તા વેસ્ટલેન્ડ કેસ : જેલમાં જ રહેશે વચેટિયો ખ્રિશ્ચિયન મિશેલ, જામીન પર સુનાવણી ટળી

SJM proposes government control on 5G service