in ,

અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં 11 હજાર પોલીસ કર્મચારીઓ રહેશે તૈનાત

  • એરપોર્ટ પર અપાશે ગાર્ડ ઓફ ઓનર
  • સ્ટેડિયમમાં આમંત્રણ વિના પ્રવેશ નહીં અપાય

અમદાવાદઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી તા. 24મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. તેમજ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં મોટેરા સ્ટેડિયમમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે. બંને મહાનુભાવોની સુરક્ષાને લઈને અમેરિકા અને ભારતીય સુરક્ષા એજન્સીઓની સાથે ગુજરાત પોલીસના 11 હજાર પોલીસ અધિકારી-કર્મચારીઓ તૈનાત રહેશે. એટલું જ નહીં સ્ટેડિયમમાં યોજાનારા કાર્યક્રમમાં આમંત્રણ પત્રિકા વિના પ્રવેશ પણ આપવામાં નહીં આવે.

ડોનાલ્ડ ટ્રમ્પ તા. 24મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ એરપોર્ટ આવશે. એરપોર્ટથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ ગાંધી આશ્રમ અને ત્યાર બાદ નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ જશે. બંને મહાનુભાવોના 20 કિમીના રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રમ્પના અમદાવાદ આગમને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજી તરફ સુરક્ષાને લઈને અમેરિકી સુરક્ષા એજન્સી અને એનએસજી દ્વારા એરપોર્ટ, ગાંધી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. બીજી તરફ ગુજરાત પોલીસ દ્વારા પણ સુરક્ષાને લઈને આગવું આયોજન કરવામાં આવ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદ મુલાકાતની સુરક્ષા મુદ્દે ડીસીપી વિજય પટેલે જણાવ્યું હતું કે, બંને મહાનુભાવોની સુરક્ષાને લઈને 25 આઈપીએસ, 200 પોલીસ ઈન્સ્પેક્ટર અને 800 પીએસઆઈ તૈનાત રહેશે. આ ઉપરાંત 10 હજારથી વધારે પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યો છે. મોટેરા સ્ટેડિયમ પાસે 1.5 કિમી વિસ્તારમાં 28 પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યાં છે. તેમજ મોટેરા સ્ટેડિયમમાં યોજાનારા કાર્યક્રમમાં આમંત્રણ વિના કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. એરપોર્ટ ઉપર ડોનાલ્ડ ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ કાફલાની સાથે એનએસજીની ટીમો પણ અલગ-અલગ જગ્યા પર તૈનાત રહેશે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો માટે સારા સમાચાર- ટૂંક સમયમાં ધોની જોવા મળી શકે છે મેદાનમાં

તમારું પાનકાર્ડ આધાર સાથે જલ્દી કરો લિંક, બાકી થઇ જશે બંધ, આ રીતે કરો લિંક