revoinews

કોરોના વેક્સિનના પરિવહન માટે વિમાન મથકો, કાર્ગો કંપનીઓ તૈયારીમાં જોતરાય

  • વેક્સિન પહોંચાડવાની તૈયારીઓમાં વિમાન કંપનીઓ
  • કાર્ગો કંપની તેમજ હવાઈમથકો પર સંપૂર્ણ તૈયારીઓ હાથ ધરાઈ

કોરોનાની વેક્સિન બનાવવામાં આવ્યા બાદ હવે તેને તાત્કાલિક પરિવહન માટે ભારતના મોટા એરપોર્ટો પર ફ્લાઇટ્સ અને તાપમાન નિયંત્રિત વિસ્તારોને તૈયાર કરવામાં આવી ચૂક્યા છે. હવાઈ ​​માર્ગે માલ પરિવહન કરનારા ઓપરેટરોએ પણ આ માટેની સમગ્ર તૈયારી શરૂ કરી દીધી છે. તેજ સમયે જ્યારે ભારત સરકાર વિશ્વની અગ્રણી ફાર્મા કંપનીઓ કે જે કોરોનાની વેક્સિન બનાવતી હોય તેના સંપર્કમાં છે, ત્યારે આ તૈયારીઓ આવતા વર્ષના પ્રારંભમાં નાગરિકોને વેક્સિન પૂરી પાડવામાં મદદ કરશે.

મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક એ દેશનું સૌથી મોટું ‘ફાર્મા ગેટ’ હોવાનું કહેવાય છે, જ્યાં દવાઓનું પરિવહન થાય છે.અહીંના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઓપરેટરોને વેક્સિન વહન કરવા માટે સમય સ્લોટ આપવામાં આવશે. તેમને ફ્લાઇટની તારીખ અને સમય બદલવાની તક પા મળશે. અહીં સમગ્ર સમય માલ ઉતારવા અને ચઢાવવા માટે એરિયા, એક્સ-રે મશીનો અને યુનિટ લોડ ડિવાઇસ સતત સક્રિય રહેશે

દિલ્હી આંતરરાષ્ટ્રીય હવાઇમથકના પ્રવક્તાના જણાવ્યા મુજબ, અહીં બે કાર્ગો ટર્મિનલ દ્વારા વાર્ષિક 1.5 મિલિયન ટન માલની પરિવહન કરે છે. માઈનસ 20 ડિગ્રી માલ રાખવા માટે બનાવેલા ચેમ્બર પણ કોવિડ વેક્સિનના પરિવહનને ધ્યાનમાં રાખીને તૈયાર રાખવામાં આવી રહ્યા છે.

વિવિધ એર કાર્ગો ઓપરેટરોના જણાવ્યા મુજબ, ભારતમાં મોટા પ્રમાણમાં અને ટૂંકા સમયમાં વેક્સિન પહોંચાડવી એક પડકારજનક કાર્ય હશે, તેથી વિશેષ તૈયારીઓ જરૂરી છે. જેમાં સામેલ બ્લુ ડાર્ટમાં છ 757 બોઇંગ કાર્ગો કેરિયર્સ વિમાન છે. જરૂરના સમયે ચાર્ટર વિમાન પણ વેક્સીનના આ કાર્યમાં જોડવાની પણ સંપૂર્ણ તૈયારી કરી રહ્યા છે.

વેક્સિનની વિશેષ જરૂરિયાતોને ધ્યાનમાં લેતા મુંબઇ, ચેન્નાઈ, હૈદરાબાદ, અમદાવાદ, પુણે, કોલકાતા, દિલ્હી અને બેંગ્લોરમાં પોતાનાં વિશેષ ફાર્મા-કન્ડિશન સ્ટોર રૂમ તૈયાર કરવામાં આવ્યા છે.

સાહીન-

Related posts
revoinews

આઈએમએફનો રિપોર્ટ - વર્ષ 2021મા દેશનો આર્થિક વિકાસ દર 11.5 ટકા સાથે સકારાત્મક રહેશે 

આઈએમએફનો રિપોર્ટ દેશનો આર્થિક વિકાર દર 11.5 ટકા રહેશે કોરોના મહામારીમાં બે અંકનો વિકાસ કરનાર ભારત પહેલો દેશ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ એટલે…
revoinews

ગુજરાતમાં કોરોના રસીકરણ અભિયાન તેજ, સેન્ટર્સમાં કરાયો વધારો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીનું સંક્રમણ ઘટી રહ્યું છે જેથી સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં બેડ ખાલી છે. બીજી તરફ હાલ…
revoinews

જવનુ પાણી પીવાથી થાય છે આ અદભૂત ફાયદાઓ -જાણો અનેક બીમારીમાંથી આપે છે રાહત

જવનું પાણી પીવાથઈ થાય છે ફાયદા જવનું પાણી ઠંકડ આપે છે પેટમાં થતી બળતરાથી રાહત મળે છે આપણે ઘણી વખત સાંભળ્યું હશે…

Leave a Reply