1. Home
  2. ગુજરાતી
  3. UNSCની બેઠકમાં ભારતનું પ્રતિનિઘિત્વ કરી રહેલા અકબરુદ્દીનએ પાકિસ્તાનને આડે હાથ લીઘુ- પાકની બોલતી કરી બંઘ
UNSCની બેઠકમાં ભારતનું પ્રતિનિઘિત્વ કરી રહેલા અકબરુદ્દીનએ પાકિસ્તાનને આડે હાથ લીઘુ- પાકની બોલતી કરી બંઘ

UNSCની બેઠકમાં ભારતનું પ્રતિનિઘિત્વ કરી રહેલા અકબરુદ્દીનએ પાકિસ્તાનને આડે હાથ લીઘુ- પાકની બોલતી કરી બંઘ

0

કેન્દ્રની સરકાર દ્વારા વિતેલા વર્ષના ઓગસ્ટ મહિનામાં 5 તારીખના રોજ જમ્મુ-કાશ્મીર રાજ્યનો વિશેષ દરજ્જો નાબૂદ કરતા પાકિસ્તાન બોખલાયું હતું.ત્યાર બાદ પાકિસ્તાન અનેક અફવાઓ ફેલાવવા લાગ્યું હતું,તે સાથે જ અનેક દેશો પાસે સહાય માંગતા પાકિસ્તાનને આ મોરચે માત મળી હતી.

સંયૂક્ત રાષ્ટ્રની બેઠક યૂએનમાં પાકિસ્તાનના મુનીર અકરમએ ભારતની જમ્મુ કાશ્મીરની સામાન્ય સ્થિતિ પર જુઠા આરોપ લગાવ્યા હતા,પાકિસ્તાન તદ્દન ખોટૂ બોલીને ભારતની છબીને ખરાબ કરવાનુ કાવતરુ હેંમેશાથી કરતુ આવ્યું છે, જો કે તેઓ હંમેશા તેમાં નિષ્ફળ રહ્યા છે.અકરમના આ આરોપ લગાવવાની બાબતે સંયૂક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક યૂએનમાં ભારતના સ્થાયી પ્રતિનિઘિ સૈયદ અકબરુદ્દીનએ ગુરુવારના રોજ ફરી એક વખત પાકિસ્તાનને ફટકાર આપી હતી, અને કહ્યું કે, “પાકિસ્તાન હમેંશા ખાટૂ બોલે છે,આંતકવાદ સામે લડવાના ખોટા વાયદાઓ કર્યા પરંતુ હજી સુઘી તેના માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કે પગલુ ભર્યુ નથી.આમ કહીને તેઓ એ પાકિસ્તાનને આંતકવાદ માટે જવાબદાર ગણાવ્યું હતું”

તેમણે વઘુમાં કહ્યું કે “પાકિસ્તાની પ્રતિનિઘિ મંડળને મારો જવાબ છે કે,પાડોશીએ પોતાની સમસ્યાનો ઈલાઝ પોતે જ કરવો જોઈએ,જો કે હવે ઘણું મોડુ થઈ ચૂક્યું છે,અહી તમારુ સાંભળનાર કોઈ જ નથી”

સંયૂક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની યાજાયેલ  બેઠકમાં અકબરુદ્દીનએ પાકિસ્તાનને બરાબર આડેહાથ લીઘુ હતુ અને કહ્યું હતું કે,પાકિસ્તાની પ્રતિનિઘિ મંડળ કાયમ જુઠુ બોલે છે,આ તેનમા જુઠાણાંનું જ ઉદાહરણ,અહી ફરી એકવાર તે જુઠ ફેલાવવાના પ્રયત્નો કરી રહ્યું છે.અમે તેને સંપુર્ણ રીતે ફગાવે છે,તેમણે કહ્યું કે,તમે અહી પ્રોપેગ્નડા ફેલાવી રહ્યા છે,તમને સાંભળનાર અહી કોઈ જ નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.