in , ,

જગન્નાથજીની રથયાત્રામાં અખાડાનાં સ્ટંટ બન્યા આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું પ્રસ્થાન થઈ ચુક્યુ છે ત્યારે રથયાત્રામાં અખાડાના અનવના સ્ટંટે લોકોને મંત્રમૂગ્ધ કરી દીધા છે અખાડાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે. અમદાવાદના 30 જેટલા અખાડાના આશરે 500થી વધુ લોકો પ્રેક્ટીસ કરી રહ્યા હોય છે જે આજે રથયાત્રામાં પોતાની કરતબથી લોકોને લોકોને મનોરંજન કરી રહ્યા છે.

આજની આ રથયાત્રામાં બાઈકના અવનવા સ્ટંટ જોવા મળ્યાં તો સાથે સાથે માથા પર નારિયેળ ફોડીને રથનું ભવ્ય સ્વાગત કરવામં આવ્યું હતું. જ્યારે આ વર્ષની રથયાત્રાની થીમ કઈક ખાસ જોવા મળી હતી આ થીમમાં વ્યસન મૂક્તિના નારા સાથે કરતબબાજોએ પોતાની કરતબોથી જનમેદનીના દિલ જીતી લીધા હતા.અત્યંત મહેનત અને પ્રેક્ટિસ બાદ આ કરતબો થતી હોય છે ત્યારે આજની આ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં કરતબબાજોએ લોકોનું ધ્યાન કેન્દ્રીત કરીને લોકોમાટે આકર્ષમનું કેન્દ્ર બન્યા છે. હાલ ઈંગ્લેન્ડમાં ક્રિકેટ વિશ્વ કપ રમાય રહી છે. જેમાં ભારતીય ટીમ મજબુત દાવેદાર માનવામાં આવે છે. ભારતીય ટીમનો જુસ્સો વધારતા ટેબ્લો પણ રથયાત્રામાં જોવા મળ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSSની બદનક્ષીનો કેસ: કોર્ટમાં રજૂ થયા રાહુલ ગાંધી, મળ્યા આગોતરા જામીન

કાયરતા દેખાડનારા સૈનિકની હકાલપટ્ટીને સુપ્રીમ કોર્ટે માની યોગ્ય, કહ્યું- સૈનિકે દરેક સ્થિતિમાં મુકાબલો કરવો જોઈએ