1. Home
  2. Political
  3. પ્રિયંકા ગાંધી- ભીમ આર્મીના ચીફ ‘રાવણ’ની મુલાકાતથી માયાવતી નારાજ, અમેઠી-રાયબરેલીમાં બીએસપી ઉમેદવારો ઉભા રાખે તેવી હલચલ
પ્રિયંકા ગાંધી- ભીમ આર્મીના ચીફ ‘રાવણ’ની મુલાકાતથી માયાવતી નારાજ, અમેઠી-રાયબરેલીમાં બીએસપી ઉમેદવારો ઉભા રાખે તેવી હલચલ

પ્રિયંકા ગાંધી- ભીમ આર્મીના ચીફ ‘રાવણ’ની મુલાકાતથી માયાવતી નારાજ, અમેઠી-રાયબરેલીમાં બીએસપી ઉમેદવારો ઉભા રાખે તેવી હલચલ

0

બહુજન સમાજ પાર્ટીના ચીફ માયાવતી આજે પોતાની પાર્ટીના પ્રદેશ સ્તરના પદાધિકારીઓની સાથે બેઠક કરીને લોકસભાની ચૂંટણીની વ્યાપક રણનીતિ પર ચર્ચા કરી રહ્યાછે. આમા મંડલથી લઈને ઝોનલ સ્તરના તમામ નેતાઓને બોલાવવામાં આવ્યા છે.

જણાવવામાં આવે છે કે બેઠકમાં સમાજવાદી પાર્ટી અને બીએસપી વચ્ચે બેઠક વહેંચણીમાં કેટલાક સંશોધન કરવામાં આવે તેવી પણ શક્યતા છે. ચૂંટણી પ્રચાર માટે સંયુક્ત રેલીઓ સહીત ઘણાં મુદ્દાઓ પર ચર્ચા થવાની પણ સંભાવના છે. આઝની બેઠકમાં જ ઉમેદવારોની ટિકિટ પર પણ ચર્ચા હાથ ધરાઈ છે.

બુધવારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સાથેની વાતચીતમાં તેમણે કોંગ્રેસથી અંતર જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો. તેની સાથે જ પ્રિયંકા ગાંધીની ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર ઉર્ફે રાવણ સાથેની મુલાકાત બાદ તેઓ રણનીતિ બદલીને અમેઠી અને રાયબરેલીની બેઠક પર ઉમેદવાર ઉતારવાનો નિર્ણય લે તેવી પણ શક્યતાઓ આકાર લઈ રહી છે.

ઝોનલ કોઓર્ડિનેટર ભીમરાવ આંબેડકરના જણાવ્યા પ્રમાણે, બીએસપી ચીફ માયાવતીએ લખનૌ કેમ્પ કાર્યાલય પર લોકસભા પ્રભારીઓ અને ઝોનલ કોઓર્ડિનેટરોની બેઠક બોલાવી છે. તેમાં લોકસભા ચૂંટણીને લઈને અનેક વિષયો પર ચર્ચા હાથ ધરાઈ છે.

યુપીની 80 લોકસભા બેઠકોમાંથી 38 પર બીએસપી અને 37 બેઠકો પર સમાજવાદી પાર્ટી તથા ત્રણ બેઠકો પર આરએલડી ચૂંટણી લડી રહી છે. જ્યારે રાયબરેલી અને અમેઠી બેઠકો કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પ્રવર્તમાન પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી માટે ખાલી છોડવામાં આવી છે. જણાવવામાં આવે છે કે યુપીમાં કોંગ્રેસ એકલાહાથે ચૂંટણી લડી રહી છે.

LEAVE YOUR COMMENT