1. Home
  2. Political
  3. અખિલેશ યાદવનો પત્રકાર સાથે વ્યવહાર છે શરમજનક
અખિલેશ યાદવનો પત્રકાર સાથે વ્યવહાર છે શરમજનક

અખિલેશ યાદવનો પત્રકાર સાથે વ્યવહાર છે શરમજનક

0

કોઈપણ પત્રકારનું કામ હોય છે પ્રશ્ન પુછવાનું, ચકાસણી કરવાનું અને સત્યને સામે લાવવાનું. હવે કોઈ જો કોઈ પોતાનું કામ કરી રહ્યો હોય, તો આ કોઈ ગુનો તો નથી? પરંતુ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે એક પત્રકારને ખરીખોટી સંભળાવી દીધી હતી, કારણ કે આ પત્રકારે કેટલાક સવાલો કર્યા હતા અને તે અખિલેશ યાદવને ખૂંચ્યા હતા.

વારાણસીની એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અખિલેશ યાદવ એક પત્રકાર પર ભડકી ગયા અને તેને વેચાયેલા પત્રકાર સુદ્ધાં ગણાવી દીધા. પત્રકારે માત્ર અખિલેશ યાદવને તેમના મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળને લઈને કેટલાક સવાલો કર્યા હતા. બાદમાં અખિલેશ યાદવ પોતાનું નિયંત્રણ ગુમાવી બેઠા અને પત્રકાર પર વેચાયેલા હોવાનો તથા ખોટા હોવા સુધીનો આરોપ લગાવ્યો હતો.

વારાણસીથી સપા-બસપા-આરએલડીના ગઠબંધનના ઉમેદવાર શાલિની યાદવના સમાજવાદી પાર્ટીમાં સામેલ થવાને લઈને વારાણસીમાં અખિલેશ યાદવે એક પ્રેસ કોન્ફરન્સ આયોજીત કરી હતી. આ દરમિયાન રાઘવેન્દ્રપ્રતાપ સિંહ નામના એક પત્રકારે તેમને સવાલ કર્યો હતો કે યુપી લોકસેવા આયોગને તમે બંધારણીય સંસ્થા માનો છો, તો તમારા કાર્યકાળમાં એક ખૂનના હુમલાના આરોપી અનિલ યાદવને કેવી રીતે તેનો અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યો, જેને કોર્ટે બરખાસ્ત કર્યો તે કેવી રીતે અધ્યક્ષ બનેલો રહ્યો? આ સવાલને સાંભળતા જ અખિલેશ યાદવ ભડકી ગયો અને તે પત્રકારને ઘણી ખરીખોટી સંભળાવી હતી.

આમ તો આ પહેલીવાર નથી કે જ્યારે અખિલેશ યાદવે આવું બેહુદું વર્તન કર્યું હોય. આના પહેલા પણ એક અંગ્રેજી અખબારના આર્ટિકલમાં આશુ મલિકે અખિલેશને ઔરંગઝેબ ગણાવ્યા હતા. તેના પછી તે ઉકળી ઉઠયા હતા. ખુદને ઔરંગઝેબની સાથે સરખાવાનું અખિલેશ યાદવને બિલકુલ માફક આવ્યું ન હતું. આના સંદર્ભે જ્યારે પત્રકાર રવિશ કુમારે એક ઈન્ટરવ્યૂમાં તેમને સવાલ કર્યો, તો અખિલેશ યાદવે આ પત્રકારને પણ વેચાયેલા ગણાવ્યા હતા અને તેને ખતમ કરવાની વાત કહી હતી. પોતાના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે મારી ભૂલ છે કે મે દિલ્હીથી લખનૌ બોલાવીને પત્રકારને કહ્યુ કે મને ઔરંગઝેબ લખવા માટે તને જેટલા નાણાં મળ્યા, તેનાથી બેગણા મારી પાસેથી લઈ લે. મારાથી એ ભૂલ થઈ ગઈ મારે પણ ઔરંગઝેબની જેમ તલવાર કાઢવી જોઈએ અને તે શખ્સને તે વખતે ખતમ કરી દેવો જોઈએ. તે વખતે તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેઓ તે પત્રકારને મળ્યા પણ હતા અને તેની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવવાની ધમકી પણ આપી હતી.

તો એક મામલામાં અખિલેશ યાદવનો એક અન્ય ચહેરો સામે આવ્યો હતો, જ્યારે તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં એક મહિલા પત્રકારને સમાજવાદી પાર્ટીનું સમર્થન કરવાનુ કહ્યું હતું અને પાર્ટી સંદર્ભે સારા સમાચાર પ્રકાશિત કરવા માટે જણાવ્યું હતું. તેના બદલામાં તેમણે તે મહિલા પત્રકારને સમ્માન સ્વરૂપે પચાસ હજાર રૂપિયા આપવાની વાત કહી હતી.

અખિલેશ યાદવે કહ્યુ હતુ  જો તેઓ પોતાના કામમાં સારા રહેશે, તો તેમને સમ્માનમાં પચાસ હજાર રૂપિયા મહિના આપવામાં આવશે. અખિલેશ યાદવે કહ્યુ હતુ કે ઘણાં પત્રકારોને યશભારતી સમ્માન આપવામાં આવે છે, તેવી જ રીતે તેમને પણ સમ્માન આપવામાં આવશે. તેના માટે તમારે સમાજવાદી પાર્ટી માટે સ્ટોરી લખવી પડશે. અખિલેશે ઉમેર્યું હતું કે જો તમે સમાજવાદી પાર્ટીના પક્ષમાં સ્ટોરી લખવાનું શરૂ કરશો, તો અઢી વર્ષમાં જ વ્યવસ્થા થઈ જશે કે આગામી કોઈ સમ્માન તમને મળે.

અખિલેશ યાદવ એક તરફ પોતાના શાસનકાળ અથવા પોતાની પાર્ટીની વિરુદ્ધ અહેવાલોથી ભડકી જાય છે, તેમની સાથે જોડાયેલા સવાલો પર ભડકી ઉઠે છે, બીજી તરફ એક અન્ય પત્રકારને પાર્ટીના ટેકામાં લખવા માટે ઈનામ આપવાની વાત કહે છે. હકીકતમાં અખિલેશ યાદવનો એક પત્રકારને પરખવાનો અંદાજ જ પક્ષપાતી છે. આમ તો તેઓ ભાજપની સરકારને ભ્રષ્ટ ગણાવે છે અને બાકી નેતાઓને સહજતા તથા શાંતિનું જ્ઞાન આપતા નજરે પડે છે. પરંતુ પોતાની કહેલી વાતોમાં તેમને કોઈ ત્રુટિ દેખાતી નથી. ખુલ્લેઆમ એક પત્રકારને લાંચ આપવાની વાત કરવી કેટલી યોગ્ય છે?  પોતાના ગુણગાન કરનારાને ઈનામ અને વિરુદ્ધમાં જનારને તલવારથી મારી નાખવાની ધમકી આપવી અખિલેશ યાદવના બેવડાપણાને પ્રદર્શિત કરે છે.

LEAVE YOUR COMMENT