HEALTHCAREImportant StoriesNATIONALPoliticalગુજરાતી

સાવધાન: છુટછાટ સરકારે આપી છે, કોરોનાવાયરસે નહીં

  • કોરોનાવાયરસના વધતા કેસથી થઈ જાવ સાવધાન
  • કોરોનાવાયરસના કેસના બની રહ્યા છે રેકોર્ડ
  • એક દિવસમાં નોંધાયા 6088 કેસ
  • લોકડાઉનમાં મળી આંશિક છુટછાટ અને કોરોનાવાયરસે બનાવ્યો રેકોર્ડ

અમદાવાદ: ભારતમાં માત્ર લોકતડાઉનના સમયમાં કોરોનાવાયરસના કેસનો આંક 1 લાખ 17 હજારને પાર કરી ગયો છે અને કુલ અત્યાર સુધીમાં 1 લાખ 18 હજાર કેસ નોંધવામાં આવ્યા છે. કોરોનાવાયરસ જે રીતે કેસ નોંધાઈ રહ્યા છે તે દિવસે અને દિવસે રેકોર્ડ બરાબર બનતા જાય છે, કારણ છે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસના 6088 કેસ નોંધવામાં આવ્યા છે જે એક દિવસમાં નોંધવામાં આવેલા અત્યાર સુધીના સૌથી વધારે કેસ છે.

વાત એવી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ તે પહેલા ભારતમાં કોરોનાવાયરસના કેસ 500ની આસપાસ હતા અને લોકડાઉનના સમયમાં જ કેસનો આંકડો 1 લાખ 18 હજારને પાર કરી ગયો છે.

કોરોનાવાયરસના સતત વધતા કેસ દર્શાવી રહ્યા છે કે લોકડાઉનમાં મળેલી છુટછાટમાં પણ સતર્ક રહેવુ જરૂરી છે. સરકાર દ્વારા અત્યાર સુધીમાં 4 લોકડાઉન જાહેર કરવામાં આવ્યા છે જેમાં ચોથા લોકડાઉનમાં આંશિક છુટછાટ આપવામાં આવી છે.

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં કોરોનાવાયરસને લઈને એક મેસેજ ફરી રહ્યો છે જેમાં કહ્યું છે કે “સરકારે છુટછાટ આપી છે પરંતુ કોરોનાવાયરસે નહી.”

ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી સરેરાશ 5000 જેટલા કેસ નોંધવામાં આવી રહ્યા છે અને ગઈકાલે 6 હજારથી વધારે કેસ નોંધાતા સરકાર તથા સામાન્ય લોકો માટે ચીંતાનો વિષય ઉભો થયો છે. મહત્વનું છે કે કોરોનાવાયરસથી સૌથી વધારે પ્રભાવીત મહારાષ્ટ્ર (41642), તમીલનાડુ (13967), ગુજરાત (12910) અને દિલ્લી (11659) છે. આ 3 રાજ્યો અને દિલ્લી શહેરના ભેગા થઈને 80 હજારથી વધારે કેસ છે.  

(VINAYAK)