1. Home
  2. ગુજરાતી
  3. આલિયા ભટ્ટ અને રણબીર કપુર સાત વચનોમાં બંઘાશે -આ કપલ ફ્રાંસમાં કરશે લગ્ન
આલિયા ભટ્ટ અને રણબીર કપુર સાત વચનોમાં બંઘાશે -આ કપલ ફ્રાંસમાં કરશે લગ્ન

આલિયા ભટ્ટ અને રણબીર કપુર સાત વચનોમાં બંઘાશે -આ કપલ ફ્રાંસમાં કરશે લગ્ન

0

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને એક્ટર રણબીર કપુરના લવ અફેર્સને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે,આ કપલના લગ્નના કાર્ડનો એક વીડિયો પણ થોડા સમય પહેલા વાયરલ થયો હતો,જો કે પછી જાણ થઈ ચૂકી હતી કે આ કાર્ડ ફેંક છે,ત્યારે હવે આ કપલને લઈને એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, આ કપલ હવે નવેમ્બરમાં  લગ્નના બંઘનથી બંઘાઈ રહ્યું છે.

રણબીર અને આલિયા હાલ પોતાના લગ્નની વાતને લઈને ચર્ચાનો વિષય બન્યા છે,સ્પોર્ટ બૉયની જો વાત માનવામાં આવે તો,આ કપલ નવેમ્બર મહિનામાં ફ્રાંસમાં લગ્ન કરવા જઈ રહ્યું છે,તેમના લગ્ન માટે શેફ ઋતુ ડામલિયાને કેટરિંગનું અરેન્જમેન્ટ સોંપવામાં આવ્યું છે.આ ઋતુએ અનુષ્કા અને વિરાટના લગ્નનું પણ કેટરિંગ પણ અરેન્જ કર્યું હતું.

જો કે હવે આ વાતની હકીકત તો ત્યારે જ સામે આવશે જ્યારે રણબીર અને આલિયા લગ્નના જોડામાં મંડપમાં જોવા મળશે,આ પહેલા મલાઈકા અરોરા અને અર્જુન કપુરના લગ્નની વાત પણ વહેતી થઈ હતી,જો કે તે માત્ર એક અફવા હતી.

વિતેલા દિવસોમાં સોશિયલ મીડિયામાં રણબીર કપુર અને આલિયા ભટ્ટના લગ્નના કાર્ડનો વીડિયો પણ ખુબ વાયરલ થયો હતો,આ વાયરલ થયેલા કાર્ડમાં તેમના લગ્નની તારીખ 22 જાન્યુઆરી 2020 જણાવવામાં આવી હતી,આ વીડિયો વાયરલ થતા આલિયાએ રિએક્ટ પણ કર્યું હતું,જ્યારે  આ ખબર વિશે આલિયાને પૂછવામાં આવતા તેણે હસીને આ વાતને ટાળી હતી,ત્યાર બાદ જાણ કરવામાં આવી હતી કે આ કાર્ડનો વાયરલ થયેલ વીડિયો ફેક છે.

જો આ કપલના ફિલ્મી કાર્ય વિશે વાત કરવામાં આવે તો આલિયા અને રણબીર અપકમિંગ ફિલ્મ ‘બ્રહ્રમાસ્ત્ર’ માં સાથે કામ કરતા જોવા મળશે,આ તેમની પહેલી ફિલ્મ છે કે જેમાં બન્નેએ સાથે કામ કર્યું હોય,આ ફિલ્મ અયાન મુખર્જીએ ડાયરેક્ટ કરી છે,ફિલ્મનો લૉગૉ લૉન્ચ થઈ ચૂક્યો છે,જો કે ફિલ્મની સ્ટોરીતો ફિલ્મના ટ્રેલર રીલિઝ થયા પછી જ જાણી શકાશે.ત્યા સુધી તો આલિયા અને રણબીરની કેમેસ્ટ્રી ચોક્કસ જોઈ શકાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.