in ,

કથિત પ્રેમ પ્રકરણ કેસઃ સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયાએ હાઈકોર્ટમાં કરી અરજી

અમદાવાદઃ કથિક પ્રેમ પ્રકરણ કેસનો સામનો કરી રહેલા રાજ્યના સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયાએ હાઇકોર્ટમાં અરજી કરી છે. તેમજ રજૂઆત કરી છે કે, કથિત ગુના બાબતનું કાર્યક્ષેત્ર દિલ્હી પોલીસમાં આવે છે તેમ છતાં માત્ર ફરિયાદના મળેલા કાગળના આધારે ગુજરાત પોલીસ ખોટી રીતે હેરાન કરી રહી છે. કોર્ટે આ મામલે 22મી ઑગસ્ટ સુધીમાં સરકારને વલણ સ્પષ્ટ કરવા તાકીદ કરી છે. તેમજ અરજીની વધુ સુનાવણી 22મી ઓગસ્ટ સુધી મુલત્વી રાખી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીની મહિલા સાથેના કથિત પ્રેમ પ્રકરણ કેસમાં તપાસ સમિતિનાં રિપોર્ટ બાદ આઈએએસ ગૌરવ દહિયા સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. પોલીસે ચારવાર ગૌરવ દહિયાને હાજર રહેવા માટે નોટિસ મોકલી હતી પરંતુ તે હાજર રહ્યાં ન હતાં. તપાસમાં સહયોગ ન આપતા કાર્યવાહી કરવામાં આવશે. આ કથિત પ્રેમ પ્રકરણમાં પોલીસ આઈએએસ ગૌરવ દહિયાને તેમનુ નિવેદન નોંધાવવા માટે અગાઉ ત્રણ વખત નોટીસ મોકલી ચુકી છે. પરંતુ દહિયા પોલીસ સમક્ષ હાજર થયા ન હતા. જેને પગલે છેલ્લે ગાંધીનગર સેક્ટર-7 પોલીસે દહિયાને ચોથી નોટીસ મોકલી હતી.

બે સપ્તાહ પૂર્વે સરકારે રચેલી તપાસ કમિટી સમક્ષ ગૌરવ દહિયા હાજર થયા હતા. જ્યાં દહિયાની છથી સાત કલાક સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જોકે તે બાદ દહિયા પોલીસ સમક્ષ હાજર થતા નથી. પોલીસે દિલ્હી જઈને મહિલાનું નિવેદન પણ લીધું હતું. સસ્પેન્ડેડ આઈએએસ ગૌરવ દહિયાએ હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમજ ગુજરાત પોલીસ ખોટી રીતે પરેશાન કરતી હોવાનો આક્ષેપ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

દેશના અનેક સેક્ટરને મંદીનો માર, આગામી 3 માસમાં 5 લાખ નોકરી પર તોળાતો ખતરો

ઉઈગર મુસ્લિમો પર ચીનની નજર અન્ય દેશો સુધી, ઈસ્લામિક દેશ ઈજીપ્તમાં 90થી વધુ એરેસ્ટ