in ,

બિનસચિવાલય પરીક્ષામાં કથિત ગેરરીતીઃ ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ દેખાવો કરે તે પહેલા કરી અટકાયત

અમદાવાદઃ બનસચિવાલય પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતી મામલે રાજ્યભરના વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. ઉમેદવારો દ્વારા પરીક્ષા કેન્સલ કરવાની માંગ ઉઠી છે. દરમિયાન વિદ્યાર્થીઓએ ગાંધીનગરમાં પરીક્ષા રદ કરવાની માંગણી સાથે દેખાવો કરવા પહોંચ્યા હતા. જો કે, દેખાવો યોજે તે પહેલા જ પોલીસે દેખાવકારોની અટકાત કરી હતી. બીજી તરફ વિરોધ પ્રદર્શનના ડરથી ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીને તાળુ મારી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. 

સુત્રોના જણાવ્યા અનુસાર બિનસચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિના આક્ષેપ સાથે કોંગ્રેસે સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા હતા. જેથી રાજ્યભરના વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. તેમજ પરીક્ષા રદ કરવાની માંગણી ઉચ્ચારી છે. વિદ્યાર્થીઓનો આક્રોશ હાલ ગાંધીનગર સુધી પહોંચી ગયો છે. બિનસચિવાયલયની પરીક્ષાના કૌભાંડો બહાર આવ્યા બાદ ઉમેદવારો દ્વારા પરીક્ષા કેન્સલ કરવાની માંગ ઉઠી છે. બિન સચિવાલય પરીક્ષામાં વિરોધ દર્શાવવા આજે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગાંધીનગર પહોંચ્યા હતા. પરંતુ સરકારે વિદ્યાર્થીઓના આ આંદોલનને કચડવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં વિદ્યાર્થીઓએ પોતાના હક માટે ગાંધીનગર પહોંચ્યા, તો તેઓને દોડાવી દોડાવીને પોલીસે અટકાયત કરી હતી. વિરોધ પ્રદર્શનને પગલે ગાંધીનગરમાં તેમજ ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીની અંદર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. મંડળની ઓફિસ અને સચિવાલય બહાર સુરક્ષા વધારી દેવાઈ છે. ત્યારે ગાંધીનગર ઉપવાસ છાવણીમાં એકત્ર થયેલા સૌથી વધુ પરીક્ષાર્થીઓ દેખાવ કરે એ પહેલાં જ પોલીસે તેઓની અટકાયત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, બિનસચિવાલયની પરીક્ષાને લઈને કોંગ્રેસ દ્વારા તાજેતરમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ જાહેર કર્યા છે. જેમાં બે વિદ્યાર્થીઓ કોપી કરતા કેદ થયા હતા. એક વિદ્યાર્થી મોબાઈલ ફોનની મદદથી ચોરી કરતો હતો. જ્યારે અન્ય એક વિદ્યાર્થી કાપલીમાંથી કોપી કરતો હતો. કોંગ્રેસે સીસીટીવી ફૂટેજ જાહેર કરીને સરકાર ઉપર આકરાપ્રહાર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

કેજરીવાલ સરકારની દિલ્હીવાસીઓને ભેટ! હવે દિલ્હીમાં મળશે Free WiFi

ગુજરાતના શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવામાંથી ટુ-વ્હીલર વાહન ચાલકોને મળી રાહત