REGIONALગુજરાતી

કોરોના મુદ્દે AMC વધારે સતર્ક, ST બસમાં આવતા મુસાફરોનું ચેકીંગ

  • અમદાવાદના એસટી સ્ટેન્ડ ઉપર મુસાફરોની તપાસ
  • કોરોનાનું સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. જો કે, અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે મનપા તંત્ર વધારે સક્રીય બનાવ્યું છે અને એકશન પ્લાન ઘડવામાં આવ્યો છે. બહારથી એસટી બસમાં અમદાવાદ આવતા તમામ મુસાફરોનું મેડિકલ તપાસ કરવામાં આવશે. જો એસટીના મુસાફરની રેપિડ ટેસ્ટથી કરવામાં આવેલી તપાસમાં રિપોર્ટ પોઝિટિવ આવશે તો આવા મુસાફરને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવશે.

અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે શહેરના પ્રવેશ માર્ગો ઉપર મનપાના આરોગ્ય વિભાગ દ્વારા પ્રવાસીઓનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે અમદાવાદમાં એસટી બસ મારફતે આવતા પ્રવાસીઓનું પણ મેડિકલ ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના બસ સ્ટેન્ડ ઉપર ઉતરતા તમામ મુસાફરોનું અમદાવાદ મનપાની આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરના રાણીપ અને કૃષ્ણનગર એસટી સ્ટોપ પર ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન જો કોઈ મુસાફર કોરોના સંક્રમિત મળી આવશે તો તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવશે. કોરોનાના લક્ષણો વધારે હશે તેમને હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવશે. જેમને ઓછા લક્ષણો હશે તેવા મુસાફરોને સમરસ હોસ્ટેસ ખાતે ખસેડવામાં આવશે અને ત્યાં તેમની સારવાર કરવામાં આવશે. શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રેપિડ કીટથી ટેસ્ટિંગ શરૂ કરી દેવાયું છે. 

Related posts
REGIONALગુજરાતી

કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન, સુરતમાં હિરાના 12 એકમો કરાયાં સીલ

અમદાવાદઃ દક્ષિણ ગુજરતના સુરતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે મનપા દ્વારા અનલોકમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પગલા લેવામાં આવી…
REGIONALગુજરાતી

ગુજરાતમાં કોરોનાના કેસ શોધવા માટે ટેસ્ટીંગ વધારાયું, અત્યાર સુધી 9.89 લાખ ટેસ્ટ કરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ સરકાર દ્વારા કોરોના વાયરસના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે એકશન પ્લાન…
REGIONALગુજરાતી

સુરતમાં અનોખી પહેલ, કોરોના મહામારીમાં દર્દીઓની રોબોટ કરશે સેવા

અમદાવાદઃ સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. એટલું જ નહીં કોરોના વોરિયર્સમાં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું હતું….

Leave a Reply