in ,

અમદાવાદમાં ટ્રમ્પના આગમન પૂર્વે અમેરિકન એરફોર્સનું વિમાન આવ્યું

  • ટ્રમ્પની સાથે રહેનારી ગાડીઓ આવી અમદાવાદ
  • સુરક્ષાના સાધનો પણ આવ્યાં

અમદાવાદ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી તા. 24મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ આવી રહ્યાં છે. તેમજ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં મોટેરા સ્ટેડિયમમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષાને લઈને ગુજરાત પોલીસ અને ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ટ્રમ્પની સુરક્ષાને લઈને અમેરિકાની સુરક્ષા એજન્સીની ટીમ પણ અમદાવાદ આવી પહોંચી છે અને ટ્રમ્પની સુરક્ષાને લઈને કામગીરી કરી રહી છે. દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર અમરિકન સુરક્ષા એજન્સીનું હર્ક્યુલીસ વિમાન આવ્યું હતું. જેમાં ટ્રમ્પની સુરક્ષાના સાધનો અને કાર આવી હતી.

અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. બન્ને મહાનુભાવો અમદાવાદ એરપોર્ટશી ગાંધી આશ્રમ જશે. ત્યાર બાદ તેઓ મોટેરા સ્ટેડિયમ જશે. જ્યાં વિશાળ કાર્યક્રમ યોજવામાં આવશે. અમદાવાદ શહેરમાં ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી 20 કિમી લાંબો રોડ-શો પણ કરશે. બન્ને મહાનુભાવોની સુરક્ષાને લઈને આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસના 11 જેટલા પોલીસ અધિકારી-કર્મચારીઓ સુરક્ષામાં તૈનાત રહેશે. આ ઉપરાંત એનએસજીની ટીમ પણ સુરક્ષાની જવાબદારી નિભાવશે. તેમજ અમેરિકન સુરક્ષા એજન્સી સિક્રેટ સર્વિસના 18 જેટલા અધિકારીઓ અમદાવાદ આવી ગયા છે. આ ટીમ મોટેરા સ્ટેડિયમ અને ગાંધી આશ્રમની મુલાકાત પણ લીધી હતી. દરમિયાન આજે અમદાવાદ એરપોર્ટ પર યુએસથી ટ્ર્મ્પ પ્રવાસ માટેનો સામાન લઇને એક હરક્યુલ્સ પ્લેનનું ઉતરાણ થયું હતું. જેમાં સુરક્ષા સાધનો અને ડેલીગેશનનો જરૂરી સામાન અમદાવાદ એરપોર્ટ પરના કાર્ગો પર ઉતારવામાં આવ્યો હતો. સનાઇપર અને ફાયર સેફટી સિસ્ટમ અને સ્પાય કેમેરા સહિતની સામગ્રીઓ આ પ્લેનમાં ઉતારવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલેનિયા સાથે ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. જેથી મેલેનિયાની સુરક્ષા માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.  

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Give command positions to women in Indian Army, SC directs Centre

Shaheen Bagh: SC appoints interlocutors, says no roads be blocked