NATIONALગુજરાતી

કોરોના મહામારી વચ્ચે એક ખુશખબર- 40 હજાર ફ્રેશર્સને નોકરી આપશે આઈટી કંપની TCS

  • કોરોના મહામારી વચ્ચે એક સારા સમાચાર
  • આઈટી કંપની આપશે 40 હજાર લોકોને નોકરી
  • 40 હજાર ફ્રેશર્સને નોકરી આપશે આઈટી કંપની TCS

સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે જનજીવન પર અસર પડેલી જોવા મળી રહી છે,લોકડાઉન દરમિયાન કેટલીક કંપનીઓ દ્રારા પોતાના કર્મચારીઓની છટણી કરવાની ઘટનાઓ પણ સામે આવી હતી તો કેટલીક કંપનીઓ તો આખેઆખી બેધ કરી દેતા કર્મીઓને અટવાવાનો વારો આવ્યો હતો,ત્યારે રોજગારીને લઈને અનેક લોકોમાં અનેક સવાલો ઉત્પન્ન થતા હોય છે.

આ સમગ્ર મહામારી વચ્ચે પણ આઈટી ક્ષેત્રની મોટી નામાંકિત કંપની ટાટા કંસલ્ટન્સિ સર્વિસએ એક મોટો નિર્ણય જાહેર કર્યો છે,જે મુજબ આ કંપનીએ 40 હજાર ફ્રેશર્સને નોકરી આપવાની વાત કરી છે,તે સાથે જ ટીસીએસએ આ વર્ષે અમેરીકામાં આવેલા કેમ્પસ પ્લેટમેન્ટ્સને બે ગણા કરીને 2,000 કરવાનો નિર્ણય લીધો છે.

વિતેલા વર્ષે પણ આ કંપનીએ અદાજે આટલા જ ફ્રેશર્સને હાયર કર્યા હતાત્યારે. આ વર્ષે આ કંપનીની ભરતી એ અર્થમાં મહત્વપૂર્ણ છે કે, કોરોના સંકટની વચ્ચે આર્થિક સંકટનો સામનો કરી રહેલી તમામ કંપનીઓ પોતાના કર્મીઓને છૂટા કરી રહી છે. પરંતુ ટીસીએસએ તેની ભરતી કરવાની યોજનામાં કોઈ પણ ફેરફાર નથી કર્યો.

ટીસીએસ એ આ વર્ષે યુ.એસ.ના કેમ્પસ પ્લેસમેન્ટ્સને પણ બે ગણું કરવાનો નિર્ણય કર્યો છે. ટીસીએસના સીઇઓ રાજેશ ગોપીનાથએ તાજેતરમાં જ કહ્યું હતું કે, “માંગના સકારાત્મક વાતાવરણને જોતા કંપની પછીથી ભરતી કરવાની ધીમે ધીમે શરૂઆત કરી રહી છે. કોવિડ -19 ની અનિશ્ચિતતાને કારણે તેના પણ રોક લાગી હતી પરંતુ હવે અમે અમારી પહેલાની યોજનાઓનું સંપૂર્ણ પાલન કરીશું”

ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે જાહેર થયેલા પરિણામો મુજબ એપ્રિલ થી જુના ત્રિમાસિક ક્વાર્ટરમાં ટીસીએસનો નફો 13 ટકા ઘટીને માત્ર 7,049 કરોડ રૂપિયા રહ્યો છે. કોરોના મહામારીને કારણે કંપનીને આ નુકશાન થયું છે.છત્તાં પણ કંપની કર્મચારીઓની ભરતી દર વર્ષની જેમ કરી રહી છે.

સાહીન-