1. Home
  2. Political
  3. એરસ્ટ્રાઈક બાદ રાહુલ ગાંધીનો ચહેરો એવો હતો, જાણે પિતરાઈ ભાઈ મરી ગયો હોય: અમિત શાહ
એરસ્ટ્રાઈક બાદ રાહુલ ગાંધીનો ચહેરો એવો હતો, જાણે પિતરાઈ ભાઈ મરી ગયો હોય: અમિત શાહ

એરસ્ટ્રાઈક બાદ રાહુલ ગાંધીનો ચહેરો એવો હતો, જાણે પિતરાઈ ભાઈ મરી ગયો હોય: અમિત શાહ

0

ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યુ છે કે પાકિસ્તાનમાં વાયુસેનાની એરસ્ટ્રાઈક બાદ રાહુલ ગાંધી આઘાતમાં હતા અને બે દિવસ સુધી તો તેઓ એવો ચહેરો કરીને બેઠા હતા, જાણે કે પિતરાઈ ભાઈ મરી ગયો હોય. ઉત્તરપ્રદેશના મુરાદાબાદમા મંગળવારે વિજય સંકલ્પ સભાને સંબોધિત કરતા ભાજપના અધ્યક્ષ અમિત શાહે સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવવા બદલ વિપક્ષ પર ખૂબ આકરા વાકપ્રહારો કર્યા છે. અમિત શાહે કહ્યુ છે કે એરસ્ટ્રાઈક બાદ આખા દેશમાં ઉત્સાહ હતો. આખા દેશમાં અંદરથી જોશ જાગ્યો, આખા દેશની અંદર ચેતના જાગી, આખા દેશમાં સ્વાભિમાન જાગ્યું અને આ વિપક્ષના લોકો માતમ મનાવી રહ્યા હતા, છાતીઓ પીટી-પીટીને હાયતૌબા કરી રહ્યા હતા.

અમિત શાહે કહ્યુ છે કે પુલવામા હુમલા બાદ સીઆરપીએફના 40 જવાનો શહીદ થઈ ગયા, આખો દેશ આઘાતમાં હતો. પાકિસ્તાને સીમા પર ચોકસાઈ વધારી દીધી, પાકિસ્તાનને લાગ્યું કે ફરીથી સર્જિકલ સ્ટ્રાઈક થશે. અમિત શાહે કહ્યુ છે કે તેમણે સરહદે સેના ઉભી કરી દીધી, તોપ લગાવી દીધી, પરંતુ મોદીએ વાયુસેના મોકલી એરસ્ટ્રાઈક કરી દીધી, જ્યાં પાકિસ્તાને બાલાકોટમાં આતંકવાદીઓને છૂપાવી રાખ્યા હતા.

અમિત શાહે કહ્યુ છે કે સર્જિકલ સ્ટ્રાઈકથી પહેલા અમેરિકા અને ઈઝરાયલ બે જ દેશ આ હતા, જેમણે પોતાને ત્યાં થયેલા હુમલાનો બદલો લીધો હતો., પીએમ મોદીએ આ દેશોની યાદીમાં ત્રીજું નામ ભારતનું જોડી દીધું છે. અમિત શાહે કહ્યુ છે કે હવે આપણને આખી દુનિયા સમ્માનની સાથે જોઈ રહી છે અને કહી રહી છે કે આ દેશ એવો છે કે જેની સીમાઓ સાથે છેડછાડ થાય છે, તો તાત્કાલિક કાર્યવાહી થાય છે.

અમિત શાહે કહ્યુ છે કે બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ આખું પાકિસ્તાન આઘાતમાં હતું. તેમણે કહ્યુ છે કે પાકિસ્તાનની આખી સંસદ આઘાતમાં હતી અને આપણા બુઆ, ભત્રીજા અને રાહુલ ગાંધી પણ આઘાતમાં હતા, બે દિવસ સુધી તેઓ એવું મોંઢું કરીને બેઠા હતા જાણે પિતરાઈ ભાઈ મરી ગયો હોય.

અમિત શાહે કહ્યુ છે કે કોંગ્રેસના નેતા મનીષ તિવારી વાયુસેના ચીફ પર આંગળી ઉઠાવી રહ્યા છે, તેઓ તેમને કહેવા માંગે છે કે તે એ પાર્ટીના નેતા છે, જે દેશના વીર જવાનો પર ગર્વ કરે છે, જવાનો પર આવા સવાલો ઉઠાવવા તમારી પાર્ટીને જ શોભા આપે છે. અમિત શાહે ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સેમ પિત્રોડાના નિવેદનનો મામલો પણ ઉઠાવ્યો અને કહ્યુ છે કે તેઓ આવા સવાલ રાહુલ ગાંધીને જ પુછ્યા કરે. અમિત શાહે કહ્યુ છે કે જો દુશ્મન આપણા પર ગોળી ચલાવે છે, તો તેનો જવાબ ગોળાથી આપવામાં આવશે.

અમિત શાહે કહ્યુ છે કે આતંકવાદીઓને બિરયાની ખવડાવવાના દિવસો હવે પુરા થઈ ગયા છે દેશમાં હવે મોદીની સરકાર છે. તેમણે કહ્યુ છે કે પીએમ મોદીની સરકારે ભાગલાવાદી નેતાઓની સુરક્ષા પાછી ખેંચી લીધી છે. દેશ વિરોધી સંગઠનો પર પ્રતિબંધ લગાવ્યો છે. અમિત શાહે કહ્યુ છે કે દેશને એક એવા વડાપ્રધાન જોઈએ કે જેમના શપથ લેતાની સાથે જ દુશ્મનોના દિલમાં ડર બેસી જાય.

tags:

LEAVE YOUR COMMENT