1. Home
  2. Political
  3. RSSની ગ્વાલિયર ખાતેની અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં અમિત શાહ થયા સામેલ
RSSની ગ્વાલિયર ખાતેની અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં અમિત શાહ થયા સામેલ

RSSની ગ્વાલિયર ખાતેની અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં અમિત શાહ થયા સામેલ

0

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકમાં ભાગ લેવા માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગ્વાલિયર પહોંચી ચુક્યા છે. આ બેઠકમાં લોકસભા ચૂંટણીને લઈને ભાજપ અને આરએસએસના સમન્વય પર પણ ચર્ચા થશે.

તે વખતે ભાજપના સંગઠન મહામંત્રી રામલાલ પણ હાજર રહેશે. આ બેઠકથી અલગ અમિત શાહ આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત સાથે પણ વાતચીત કરશે. મહત્વપૂર્ણ છે કે ગ્વાલિયરમાં આરએસએસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક આઠમી માર્ચથી શરૂ થઈ છે. આ બેઠક દશમી માર્ચ સુધી ચાલશે.

આ પહેલા શુક્રવારે રાત્રે ભાજપના સંસદીય બોર્ડની બેઠક યોજાઈ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ, નાણાં પ્રધાન અરુણ જેટલી, ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય પ્ધાન નીતિન ગડકરી, જે. પી. નડ્ડા, થાવરચંદ ગહલોત તથા રામલાલ અને શિવરાજસિંહ ચૌહાન પણ સામેલ થયા હતા.

લોકસભા ચૂંટણીની તારીખોનું ગણતરીના દિવસોમાં એલાન થવાનું છે. તેને લઈને તમામ રાજકીય પક્ષો સંપૂર્ણપણે સક્રિય થઈ ગયા છે. રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારોની યાદી પણ જાહેર કરવાનું શરૂ કર્યું છે. આ વખતે લોકસભાની ચૂંટણી દિલચસ્પ રહેવાની છે. વડાપ્રધાન મોદી અને ભાજપ વિરુદ્ધ વિપક્ષી દળો એકજૂટ થવાની કોશિશો કરી રહ્યા છે. જો કે દિલ્હી સહીતના અન્ય રાજ્યોમાં વિપક્ષી દળો એકસાથે આવતા દેખાઈ રહ્યા નથી.

tags:

LEAVE YOUR COMMENT