in , ,

ભાજપના અધ્યક્ષ તરીકે અમિત શાહ રહેશે યથાવત, 2020માં નવા પાર્ટી પ્રમુખની શક્યતા

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં શાનદાર જીત નોંધાવ્યા બાદ નરેન્દ્ર  મોદી ફરીથી વડાપ્રધાન બન્યા છે. તો ગૃહ પ્રધાન તરીકે અમિત શાહ પણ મોદી સરકારના કેબિનેટમાં સામેલ થયા છે. જો કે અમિથ સાહ 201થી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે છે અને એવું માનવામાં આવતું હતુ કે સરકારમાં પ્રધાન બન્યા બાદ અમિત શાહને ભાજપ અધ્યક્ષ પદ છોડવું પડશે. પરંતુ હવે સૂત્રોનું કહેવું છે કે આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ સુધી અમિત શાહ ભાજપના અધ્યક્ષ તરીકે યથાવત રહેશે.

સૂત્રોનું કહેવું છે કે અમિત શાહના નેતૃત્વમાં જ ભાજપ આગામી વિધાનસભા ચૂંટણી લડશે. આ વર્ષના આખર સુધીમાં ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ થવાની છે. નવા વર્ષની સાથે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાય તેવી શક્યતા છે. હજી ભાજપ સદસ્યતા અભિયાનને તેજ કરવા પર સંપૂર્ણ ધ્યાન આપી રહ્યું છે.

ભાજપની પાર્ટીની સદસ્યતામાં 20 ટકા વધારાનું લક્ષ્યાંક છે. તેના પછી ભાજપમાં સંગઠનની ચૂંટણી શરૂ થશે. ભાજપના સાંસદ ભૂપેન્દ્ર યાદવને જ્યારે પાર્ટીના અધ્યક્ષ સંદર્ભે સવાલ કરવામાં આવ્યો, તો તેમણે કહ્યુ હતુ કે સદસ્યતા અભિયાન પૂર્ણ થયા બાદ પાર્ટીમાં સંગઠનાત્મક ચૂંટણી કરાવવામાં આવશે.

હાલ ભાજપના અધ્યક્ષ પદ પર અમિત શાહ યથાવત રહેશે અને પાર્ટી તેમના નેતૃત્વમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ લડશે. મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણામાં આ વર્ષના આખરમાં ચૂંટણી થવાની છે. આ ત્રણેય રાજ્યોમાં ભાજપની સરકાર છે અને પાર્ટી માટે અહીં વાપસી કરવી એક પડકાર હશે. તેવામાં ભાજપના વરિષ્ઠ નેતા અને પાર્ટીના કાર્યકર્તા પણ ચાહે છે કે અમિત શાહ ભાજપના અધ્યક્ષ રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

શ્રીનગરમાં ફારુક અબ્દુલ્લા સાથે કાશ્મીરી પંડિતોએ કરી ધક્કા-મુક્કી, કર્યો મોદી-મોદીનો સૂત્રોચ્ચાર

વાયુની અસરથી રાજ્યના 114 તાલુકામાં વરસાદઃ બેના મોત