in ,

ગૃહમંત્રી બન્યા બાદ પણ અમિત શાહ નીભાવશે પરંપરાઃ જગન્નાથજીની મંગળા આરતીમાં લેશે ભાગ

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીમાં અખૂત શ્રદ્ધાં ધરાવતા દેશના ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રામાં પરિવાર સાથે અષાઢી બીજના દિવસે પરિવાર સાથે ભગવાનની મંગળા આરતીમાં ભાગ લઈને પરંપરા જાળવી રાખશે. ગૃહમંત્રી બન્યા બાદ પ્રથમ વાર ગુજરાતની મુલાકાતે આવનારા અમિત શાહ અષાઢી બીજના દિવસે રથયાત્રામાં ભાગ લીધા બાદ બપોરના દિલ્હી જવા રવાના થશે.

દેશના ગૃહમંત્રી અમિત શાહ વર્ષોથી અષાઢી બીજના દિવસે અમદાવાદમાં જગન્નાથજી મંદિરમાં રથયાત્રા પૂર્વે મંગળા આરતીના દર્શન કરે છે. આ પરંપરા વર્ષોથી જાળવી રાખનારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ વર્ષે પણ ભગવાનની મંગળા આરતીનો હિસ્સો બનશે. ગૃહમંત્રી બન્યા બાદ પ્રથમ વાર તેઓ બે દિવસની હોમ સ્ટેટ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ પોતાના મતવિસ્તારના કાર્યકરો સાથે મુલાકાત લેશે. આ ઉપરાંત વિવિધ કાર્યકમોમાં પણ ઉપસ્થિત રહેશે. તેમનું અમદાવાદ એરપોર્ટ ઉપર ભાજપ દ્વારા ભવ્યાતિ-ભવ્ય સ્વાગત કરવામાં આવશે. તેમની હાજરીમાં રાજ્યની લોકસભાની 26માંથી 26 બેઠક જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. 

અષાઢી બીજના પાવન દિવસે વહેલી સવારે અમિત શાહ જગન્નાથ મંદિરે મંગળા આરતીમાં ભાગ લેશે અને સહપરિવાર ભગવાનના દર્શન કરશે. રથયાત્રાનો કાર્યક્રમ પુરો થયા પછી બપોર બાદ તેઓ દિલ્હી જવા રવાના થશે. ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો ઉપર યોજાનારી પેટા ચૂંટણી અંગે પણ તેઓ રાજ્યની મુલાકાત દરમિયાન ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક કરીને ચર્ચા કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધી યોજાઈ

ગુજરાતમાં એક વર્ષમાં 2307 બાળકો થયાં ગુમ