BOLLYWOODHEALTHCAREImportant StoriesLIFESTYLENATIONALગુજરાતી

બોલિવુડ એક્ટર અમિતાભ-અભિષેકની તબિયતમાં સુધારો

  • અમિતાભ-અભિષેકની તબિયતમાં સુધારો
  • 26 સ્ટાફ મેમ્બરનો પણ કરાયો કોરોના ટેસ્ટ
  • બિગ બીના ચારેય બંગલાઓને કરાયા સીલ

બોલીવુડ એક્ટર અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચન કોવિડ -19 પોઝિટિવ થયા બાદ નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયા છે. તો, એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા ઘરે હોમ કવોરેંટાઈન છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેની તબિયત સારી છે અને બંનેની તબિયતમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. બચ્ચન પરિવારના ચાર સભ્યો કોરોના વાયરસ પોઝિટિવ થયા પછી તેમના ઘરને કન્ટેન્ટમેન્ટ ઝોન ધોષિત કરવામાં આવ્યા છે.

બચ્ચન પરિવારને ક્વોરેંટાઇન કર્યા બાદ ઘરે કામ કરતા અન્ય કર્મચારીઓને ક્વોરેંટાઇનમાં રાખવામાં આવ્યા છે. રીપોર્ટસ મુજબ, અમિતાભ બચ્ચનના 26 સ્ટાફ મેમ્બરના ટેસ્ટ કરાવવામાં આવ્યા છે.જેમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. એક સમાચાર મુજ્બ, હોસ્પિટલના સૂત્રોએ ખુલાસો કર્યો છે કે અમિતાભ અને અભિષેકની તબિયત ઠીક થઈ રહી છે. બંનેને એક સરખો ખોરાક આપવામાં આવી રહ્યો છે. તો, બંનેમાં કોરોનાનાં અન્ય કોઈ લક્ષણો જોવા મળ્યાં નથી.

આ પહેલા અભિષેક બચ્ચને જાણકારી આપી હતી કે એશ્વર્યા અને આરાધ્યા ઘર પર જ રહેશે. તેમણે ટ્વિટ કરીને લખ્યું હતું કે, એશ્વર્યા અને આરાધ્યા બચ્ચનને પણ કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે લોકો ઘરે જ સેલ્ફ કોરોંટાઈન છે. BMC ને સમગ્ર પરિસ્થિતિની જાણકારી આપવામાં આવી છે અને તે દરેક બાબતની કાળજી લઈ રહી છે. બાકીના પરિવારમાં માતા સહિત તમામનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. તમારી ચિંતાઓ અને પ્રાર્થના બદલ આભાર.

અભિષેકે એ પણ કહ્યું હતું કે, હું અને મારા પિતા હોસ્પિટલમાં રહીશું. ત્યાં સુધી કે ડોકટર કોઈ અન્ય નિર્ણય પર ન પહોંચે. તમામ લોકો સુરક્ષિત રહો અને પોતાનું ધ્યાન રાખો અને તમામ નિયમોનું પાલન કરો. બિગ બીના ચારેય બંગલાઓને સીલ કરી દેવામાં આવ્યા છે અને જે લોકો બચ્ચન પરિવારના સંપર્કમાં આવ્યા હતા, તેમના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને કેટલાક લોકોને ક્વોરેંટાઇન કરવામાં આવ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે, અમિતાભ સિવાય ઘણા ટીવી સેલેબ્સ પણ આ દિવસોમાં પોઝિટિવ જોવા મળ્યા છે.

(Devanshi)