in ,

અમરેલી-જૂનાગઢમાં ભારે વરસાદને કારણે પૂરનું સંકટ: કાંઠા વિસ્તારમાં દરિયાના પાણી ફરી વળ્યાં

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાયુ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાળા ગુજરાત ઉપર સંકટ ઘટ્યું છે. પરંતુ વાવાઝોડાની અસરને પગલે જૂનાગઢ અને અમરેલીમાં પૂરનું જોખમ ઉભું થયું હોવાનું જાણવા મળે છે. છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. તેમજ 48 કલાકમાં 10 ઈંચ જેટલો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેથી તંત્ર વધુ સાબદુ બન્યું છે. બીજી તરફ દરિયો પણ તોફાની બન્યો છે જેના કારણે કાંઠા વિસ્તારમાં દરિયાના પાણી ઘુસ્યાં હોવાનું જાણવા મળે છે.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વાવાઝોડાની આડ અસરો દેખાવાની શરૂ થઇ ગઇ છે. દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જેથી અમરેલી અને જૂનાગઢ પંથકમાં પૂરનું સંકટ સર્જાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. હવામાન ખાતા દ્વારા આગામી 48 કલાકમાં આ પંથકમાં 10 ઇંચ સુધી વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારમાં રાહત અને બચાવની કામગીરી માટે સઘન વ્યવસ્થા કરવામાં આવી છે.

હવામાન ખાતાએ એવી પણ આગાહી કરી છે કે, આ વાવાઝોડુ માત્ર દરિયાકાંઠાથી પસાર થઈ શકે છે. સોમનાથ, પોરબંદર, દ્વારકામાં વાવાઝોડાની ખાસી અસર જોવા મળી શકશે. વાયુ વાવાઝોડુ હાલના સમયે કેટેગરી-2માં તોફાનની સ્થિતિ બનાવી રાખશે, પરંતુ કેટેગરી-1ના તોફાનમાં પ્રવેશ કરી શકે છે. જોકે, આ સિસ્ટમને કારણે 135થી 145 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી હવાઓ ચાલશે. જે કદાચ 175 કિલોમીટર પ્રતિ કલાકે પહોંચી શકે છે.

દીવમાં પણ દરિયાના પાણીમાં કરંટ જોવા મળી રહ્યો છે. દીવ ચોપાટી પર દરિયો ગાંડોતૂર બન્યો છે. દીવના દરિયામાં ઊંચા મોજાં ઉછળી રહ્યા છે. તો ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. તકેદારીના ભાગરૂપે NDRFની ટીમ તહેનાત કરાઈ છે. હાલ દીવમાં પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. વાયુ વાવાઝોડાની અસર જૂનાગઢના દરિયામાં પણ જોવા મળી રહી છે. જૂનાગઢના માંગરોળના દરિયામાં ઊંચા મોજાં ઉછળી રહ્યા છે. હોલિ-ડે કેમ્પ પાસે દુધેશ્વર મંદિરમાં દરિયાના પાણી ઘૂસી ગયા હતા. કાંઠાના મકાનો ઉપરથી મોજા ઉછળી રહ્યા છે. દરિયાકિનારાની નજીકના ગામડાંઓને ખાલી કરાવાયા છે. તો અહીં પણ NDRFની ટીમ તહેનાત કરાઈ છે.

વાયુ વાવાઝોડું ગુજરાતથી ભલે દૂર રહ્યું, પણ તેની અસર અત્યારથી જ દરિયાકાંઠે જોવા મળી રહી છે. ગુજરાતના અલગદ અલગ દરિયાકાંઠાઓ પર દરિયો ગાંડોતૂર બનતાં પાણી ફરી વળ્યા છે. વેરાવળ બંદર પર દરિયો તોફાની બનતાં ત્રણ ફિશિંગ બોટ કાંઠા પર ફંગોળાઈ ગઈ હતી. તો મહુવામાં પણ દરિયામાં કરંટ જોવા મળ્યો છે. તો દ્રારકાનો દરિયો પણ ગાંડોતૂર બનતાં દરિયાના પાણી જેટી પર ફરી વળ્યા છે.

પોરબંદરમાં વાવાઝોડાના આગમન પૂર્વે દરિયો તોફાની બન્યો છે. પોરંબદરના કુછડીના દરિયા કરનારાનો પારો તૂટ્યો હતો. પારો તૂટતા દરિયાનું પાણી સીમ વિસ્તારમાં ઘૂસ્યું હતું. પોરબંદરના અસ્માવતી ઘાટ ખાતે લાંગરેલી 20થી વધુ નાની હોડીઓ દરિયામાં તણાઇ હોાવની આશંકા છે. બંદર ઉપર માછીમારો પોતાની હોડીઓને સલામત સ્થળે ખસેડવા માટે જહેમત કરી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

બેલેટ પેપરથી ફરીથી ચૂંટણી કરાવવાની જાહેરહિતની અરજી, સુપ્રીમ કોર્ટ શુક્રવારે કરશે સુનાવણી

ખોટા સવાલને લઈને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા NEET સ્ટૂડન્ટ્સ, શુક્રવારે થશે સુનાવણી