in ,

જાયરા વસીમના નિર્ણય ઉપર કોંગ્રેસના નેતાએ વ્યક્ત કરી નારાજગી

નવી દિલ્હીઃ અભિનેત્રી જાયરા વસીમે તાજેતરમાં બોલીવુડ છોડવાના નિર્ણયને પગલે રાજકારણ ગરમાયું છે. અભિનેત્રીએ ધાર્મિક કારણ આગળ ધરીને બોલીવુડ઼ છોડ્યું હોવાથી વિવાદ સર્જાયો છે. ત્યારે કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ પણ અભિનેત્રીના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરતી ટ્વીટ કરી છે. તેમજ હલાલા જાહીજ છે અને અભિનય હરામ, શું આવી રીતે હિન્દુસ્તાનના મુસ્લિમો આગળ વધશે તેવો વધશે તેવો વેધક સવાલ પણ કર્યો છે.

ફિલ્મ અભિનેતા આમિર ખાનની દંગલ ફિલ્મથી બોલીવુડમાં આગવુ સ્થાન જમાવનારી અભિનેત્રી જાયરા વસીમે તાજેતરમાં ધાર્મિક કારણ આગળ ધરીને બોલીવુડ છોડવાની જાહેરાત કરી હતી. અભિનેત્રીની આ જાહેરાત બાદ વિવાદ વકર્યો હતો. તેમજ અનેક અભિનેતાઓ તથા રાજકીય આગેવાનોએ અભિનેત્રીના આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી. જ્યારે કેટલાક નેતાઓએ ફિલ્મ અભિનેત્રીના આ નિર્ણયને આવકાર્યો હતો. હવે કોંગ્રેસના સિનિયર નેતા અભિષેક મનુ સંઘવીએ પણ અભિનેત્રીના આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગૃહમાં સાંસદોની ગેર હાજરી બની મોદીજીની નારાજગીનું કારણ

ક્રાઈમ કેપિટલ બન્યું ગાંધીનગરઃ બે વર્ષમાં હત્યાના 37 બનાવ