REGIONALગુજરાતી

ગુજરાતમાં કોરોના વાયરસનો વધુ એક પોઝિટિવ કેસઃ દર્દીઓની સંખ્યા આઠ પર પહોંચી

  • વડોદરામાં નોંધાયા પોઝિટિવ કેસ
  • શ્રીલંકાથી આવ્યાં હતા આધેડ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ધીરે-ધીરે વધારો થઈ રહ્યો છે. દરમિયાન વડોદરામાં વધુ એક કેસ પોઝિટિવ આવતા કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા આઠ ઉપર પહોંચી છે. શ્રીલંકાથી આવેલા આધેડનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ તેમને સયાજી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યાં છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોરોના વાયરસના કેસ સામે આવ્યાં છે. ચારેય મહાનગરોમાંથી સાત કેસ પોઝિટિવ નોંધાયા હતા. ત્યારે શ્રીલંકાથી વડોદરા આવેલા નિઝામપુરાના આધેડનો રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે. 14મી માર્ચના રોજ શ્રીલંકાથી 52 વર્ષનો આ શખ્સ વડોદરા આવ્યો હતો. અમદાવાદમાં 3, વડોદરામાં 3 અને રાજકોટ-સુરતમાં 1-1 એમ રાજ્યમાં બે દિવસમાં કોરોનાના કુલ 8 કેસ પોઝિટિવ આવતા ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. કોરોના વાયરસના કેસ સામે આવતા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. તેમજ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને કોરોન્ટાઈન્ટ કરવામાં આવ્યાં છે. રાજ્યના કુલ 18 જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતમાં મોલ-મલ્ટીપ્લેક્સ બંધ રાખવાનો પણ આદેશ કરાયો છે. અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં પાનમસાલાના ગલ્લા પણ બંધ રહેશે.

Related posts
REGIONALગુજરાતી

જૂનાગઢની 300 ખાનગી સ્કૂલે સમજી વાલીઓની વેદના, ફીમાં કર્યો નોંધયાત્ર ધટાડો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે લોકોના વેપાર-ધંધાને વ્યાપક અસર પડી છે. બીજી તરફ હજુ સુધી શાળા-કોલેજમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું નથી….
REGIONALગુજરાતી

કચ્છમાં આશાપુરા માતાજીનું મંદિર, નવરાત્રિ પર્વમાં ભક્તો નહીં કરી શકે દર્શન

અમદાવાદઃ ગુજરાતમાં અનલોકમાં વેપાર-ધંધા ફરીથી ધમધમતા થયાં છે. બીજી તરફ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાનું સંક્રમણ વધારે…
INTERNATIONALNATIONALREGIONAL

કોરોનાવાયરસની રસી શોધવા બ્રિટનનો અનોખો પ્રયાસ, માનવ શરીરમાં નાખશે કોરોનાવાયરસ

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશ કોરોના મહામારી સામે લડી રહ્યાં છે. ત્યારે બ્રિટન દુનિયાનો પ્રથમ દેશ હશે કે જ્યાં કોવિડ ચેલેન્જ…

Leave a Reply