1. Home
  2. ગુજરાતી
  3. નેપાળના PMને અયોધ્યા મુદ્દે બાબરી મસ્જિદના પક્ષકાર અંસારીનો સણસણતો જવાબ
નેપાળના PMને અયોધ્યા મુદ્દે બાબરી મસ્જિદના પક્ષકાર અંસારીનો સણસણતો જવાબ

નેપાળના PMને અયોધ્યા મુદ્દે બાબરી મસ્જિદના પક્ષકાર અંસારીનો સણસણતો જવાબ

0
  • અયોધ્યા ધર્મ નગરીઃ અંસારી
  • અયોધ્યામાં દેવતાઓનો નિવાસઃ અંસારી

દિલ્હીઃ નેપાળના વડાપ્રધાન કે.પી.શર્મા ઓલીએ ભગવાન શ્રી રામ અને જન્મભૂમિ અયોધ્યા મુદ્દે કરેલા નિવેદનથી વિવાદમાં ઘેરાયાં છે. ત્યારે બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અંસારીએ નેપાળના પીએમ ઓલીને સમણસતો જવાબ આપ્યો છે. તેમજ કહ્યું હતું કે, અયોધ્યા ધર્મની નગરી છે અને અહીં દેવતાઓ નિવાસ કરે છે. ભગવાન રામ તથા અયોધ્યા વિશે ખોટું બોલનારનું પરિણામો ખૂબ જ ખરાબ આવશે. તેમજ હનુમાનજીને ગુસ્સો આવશે તો નેપાળને શોધવુ પણ મુશ્કેલ બની જશે.

ઈકલાબ અંસારીએ જણાવ્યું હતું કે, અયોધ્યાનું સન્માન સમગ્ર દુનિયા કરે છે. જે આજથી નહીં પરંતુ પુરાતન સભ્યતાથી ચાલી રહ્યું છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામની સાથે હનુમાનજી પણ પર વિરાજમાન છે. જો હવે હનુમાનજીને ગુસ્સો આવી ગયો તો નેપાળને શોધી નહીં શકો કે તે ક્યાં ગયું. નેપાળના વડાપ્રધાનને તેમના પોતાના ધર્મની જાણકારી નથી. જેથી નેપાળમાં હિન્દુ વિરોધી કાર્ય કરવામાં આવી રહ્યાં છે.

બાબરી મસ્જિદના પક્ષકાર અંસારીએ વધુમાં કહ્યું હતું કે, નેપાળના વડાપ્રધાન ઓલી ક્યારે અયોધ્યા આવ્યાં નથી. જો તેઓ અયોધ્યા આવ્યાં હોય તે અયોધ્યા વિશે જાણી શક્યાં હોત. તેમજ ખબર હોત તે અહીં દેવતાઓ નિવાસ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નેપાળના પીએમ ઓલીએ ભગવાન શ્રી રામ અને અયોધ્યા વિશે કરેલા નિવેદનથી નેપાળમાં જ તેમનો વિરોધ થઈ રહ્યો છે. તેમજ ભારતના ધાર્મિક ગુરૂઓએ પણ તેમના નિવેદનને પાયાવિહોણા ગણાવ્યાં હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.