1. Home
  2. ગુજરાતી
  3. #MeToo બાબતે અનુ મલિકનો ઈમોશનલ કરતો આ લેટર- જાણો શું કહ્યું પોતાના પર લાગેલા આરોપ વિશે
#MeToo બાબતે અનુ મલિકનો ઈમોશનલ  કરતો આ લેટર- જાણો શું કહ્યું પોતાના પર લાગેલા આરોપ વિશે

#MeToo બાબતે અનુ મલિકનો ઈમોશનલ કરતો આ લેટર- જાણો શું કહ્યું પોતાના પર લાગેલા આરોપ વિશે

0
  • #MeToo બાબતે અનુ મલિકે ટ્વિટર પર લેટર શૅર કર્યો
  • અનુ મલિકે કહી પોતાની આપવીતી
  • લગાવેલા તમામ આરોપોને જુઠા ગણાવ્યા
  • મારી આવકનું માઘ્યમ છિનવાઈ રહ્યું છે –અનુ મલિક
  • મારી ચુપ્પીને મારી કમજોરી સમજી રહ્યા છે-અનુ મલિક
  • હું બે બાળકીનો પિતા છું આવી વિચારી પણ ન શકું

બોલિવૂડમાં અનુ મલિકને કોણ નથી ઓળખતું,સિંગર અને કંપોઝર અનુમલિકે છેવટે મોન તોડ્યું છે ,તેમના પર લગાવવામાં આવેલા મીટૂ આરોપ હેઠળ હવે તેમણે ચૂપ્પી તોડી છે,તેમના પર લાગેલા આરોપને ફગાવતા તેઓ એ એક ઓપન લેટર  લખ્યો છે જે ટ્વિટર પર તેમણે શૅર પણ કર્યો છે.

અનુ મલિકે લખ્યું છે કે,“છેલ્લા એક વર્ષમાં મારા પર કેટલાક એવા આરોપો લગાવવામાં આવ્યા છે કે,જે ક્યારેય મે કર્યું નથી,હું કેટલાક દિવસથી ચૂપ હતો,રાહ જોઈ રહ્યો હતો કે હકીકત તમારા સામે આવી જશે,પરંતુ હવે મને એહસાસ થયો કે,મારી ચુપ્પીને મારી કમજોરી સમજવામાં આવી રહી છે,જ્યારથી મારા પર આ જુઠા આરોપ લગાવવામાં આવ્યા છે ત્યારથી મારી પ્રતિષ્ઠા અને મારા પરિવારના માનસિક સ્વાસ્થ્ય પર ખુબ જ ખરાબ અસર પડી છે,આ આરોપે મને અને મારા કરીયરને બર્બાદ કરી નાખ્યું છે,હું મારી જાતને મદદ વગરનો,નજર અંદાજ અને ઘૂટન કરી રહેલો ફિલ કરુ છું.”

એ વાત ખૂબ જ શર્મજનક છે કે,જીવનના આ પડાવમાં મારા નામની સાથે એટલા ગંદા શબ્દો અને ડરાવની ઘટનોઓને જોડવામાં આવી રહી છે,આ બાબતે પહેલા કેમ સવાલ પૂછવામાં આવ્યા નહી,આ આરોપ ત્યારે જ કેમ લગાવવામાં આવ્યા જ્યારે હું ટીવી પર પરત ફર્યો,જો કે આ સમયે મારી આવકનું આ એક જ માધ્યમ છે,બે દિકરીઓના બાપા હોવાના કારણે હું  પ્રકરનું કૃત્ય કરવાનું વિચારી પણ શકતો નથી,શૉ ચાલુ રહેવો જોઈએ,પરંતુ  હસતા ચેહરા પાછળ,હું દર્દમાં છું,હું એક અંધારામાં છું,બસ મને ન્યાય જોઈએ છે.

ઉલ્લેખનીય છે કે,ઈન્ડિયન આઈડોલ 11ના જજ તરીકે આવ્યા પછી અનુ મલિક પર યૌન શોષણનો આરોપ લાગાવવામાં આવ્યા હતા ,ત્યાર પછી સિંગર સોના મોહાપાત્રા અને નેહા ભસીને શૉ માં અનું મલિકના જજ બનવા પર વાંઘો ઉઠાવ્યો છે,જો કે  સમગ્ર બાબત વચ્ચે કેટલાક લોકો હમદર્દ બનીને અનુ મલિકના સપોર્ટમાં પણ આવ્યા,જેમાં સિંગર હેમા સરદેસાઈ અને કાશ્મીરા શાહે પણ અનુ મલિકને સપોર્ટ કર્યો છે,જેમણે અનુ પર લગાવવામાં આવેલા આરોપોને જુઠા ગણાવ્યા છે,જો કે હાલ તો અનુ મલિક ઈન્ડિયલ આઈડોલમાં જજ તરીકે કાર્યરત છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.