in ,

ગુજરાતનું ગૌરવ વધારતી આશા ગામીત : કોસ્ટ ગાર્ડમાં તાલીમ લેનાર પ્રથમ મહિલા PSI

  • 13 પ્રોબેશનર્સ સબ ઈન્સ્પેક્ટરને અપાઈ તાલીમ
  • ICG દ્વારા પ્રથમવાર ગુજરાત પોલીસને આપી તાલીમ

અમદાવાદઃ ગુજરાતમાં 13 પ્રોબેશનર્સ સબ ઈન્સ્પેક્ટરને કોસ્ટ ગાર્ડની કામગીરીની તાલીમ આપવામાં આવી છે. જેમાં મહિલા પીએસઆઈ આશા ગામીતનો પણ સમાવેશ થાય છે. આશા ગામીત ભારતીય કોસ્ટ ગાર્ડમાં તાલીમ લેનારા ગુજરાત પોલીસના પ્રથમ મહિલા સબ ઈન્સ્પેક્ટર બન્યાં છે. દરિયાઈ પોલીસ કર્મચારીઓને તાલીમ આપતી આઈસીજી દ્વારા પ્રથમવાર ગુજરાત પોલીસને તાલીમ આપવામાં આવી હતી.

કોસ્ટ ગાર્ડની કામગીરી અંગેની તાલીમ ગાંધીનગરમાં કોસ્ટ ગાર્ડ રિજન ખાતે 13 પ્રોબેશન સબ ઈન્સ્પેટરની તા. 23 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી હતી. જેમાં સમુદ્ર સંબંધિત વિષયો અને દરિયાકાંઠાની સુરક્ષાના વિષયો શીખવવામાં આવ્યા હતા. તા. 25 જાન્યુઆરીના રોજ તાલિમાર્થીઓને પોરબંદરમાં કોસ્ટ ગાર્ડ જિલ્લા હેડક્વાર્ટર નં. 1 ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજના પરિચય અને પરિચાલન માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ICG દરિયાઇ પોલીસ કર્મચારીઓને તાલીમ આપે છે પરંતુ પહેલી વખત ICG દ્વારા ગુજરાત પોલીસને તાલીમ આપવામાં આવી છે. ICGના વરિષ્ઠ અધિકારીઓ અને ગાંધીનગરના SPની ઉપસ્થિતિમાં પ્રમાણપત્રો અને સ્મૃતિચિહ્નો એનાયત કરવામાં આવ્યાં હતા.

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

હવે તમે વસ્તુઓને અડ્યા વગર જ ઉઠાવી શકશો, આ ટેક્નોલોજીથી તેને ખસેડી શકાશે

ભારત સરકારની આશ- BSNL કંપની સ્પર્ઘા વચ્ચે પણ પોતાનું સ્થાન ટોપ 3માં જાળવી રાખે