1. Home
  2. ગુજરાતી
  3. ‘ખેલો ઈન્ડિયા’માં ગુજરાતનો ડંકો-રમતવીરોએ 16 ગોલ્ડ મેડલ સાથે 52 મેડલ ગુજરાતના નામે કર્યા
‘ખેલો ઈન્ડિયા’માં ગુજરાતનો ડંકો-રમતવીરોએ 16 ગોલ્ડ મેડલ સાથે 52 મેડલ ગુજરાતના નામે કર્યા

‘ખેલો ઈન્ડિયા’માં ગુજરાતનો ડંકો-રમતવીરોએ 16 ગોલ્ડ મેડલ સાથે 52 મેડલ ગુજરાતના નામે કર્યા

0

કહેવાય છે કે,દરેક લોકોમાં પોતાની આગવી ઓળખ કે ખાસ પ્રતિભા છુપાયેલી હોય છે,
આ ઓળખ કે પ્રતિભાને બહાર લાવવા માટે જો કંઈક વસ્તુની જરુર પડે તો તે છે એક ખાસ પ્લેટફોર્મ. દેશભરના જુદા-જુદા રાજ્યોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રમત-ગમતની પ્રતિભા જોવા મળે છે,અનેક વિદ્યાર્થીઓની આ કુશળ કળાને બહાર લાવવા માટે દર વર્ષે કેન્દ્ર સરકાર દ્રારા ખેલો ઈન્ડિયાનું આયોજન કરવામાં આવે છે,આ કાર્યક્રમ હેઠળ અનેક એવા વિદ્યાર્થીઓ બહાર આવે છે કે જેમાં કંઈક ખાસ કુશળતા હોય.

કેન્દ્ર સરકારના રમતગમત મંત્રાલય દ્રારા રમત ગમત ક્ષેત્રમાં અનેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આ રમત સ્પર્ઘાનું ગુહાવટીમાં મોટે પાયે આયોજન કરવામાં આવ્યું હતું,આ ગેમ્સ ઈવેન્ટના માધ્યમથી સારુ પ્રદર્શન કરનારને આર્થિક સહાય કરવામાં આવે છે.

ખેલો ઈન્ડિયા અંતર્ગત રમત-ગમતને બે ભાગમાં વહેચવામાં આવી હતી જેમાં અંડર 17 અને અંડર 21નો સમાવેશ થાય છે. આ વર્ષની ખેલો ઈન્ડિયા ઈવેન્ટ ગુવાહાટી ખાતે વિતેલી 10 જાન્યુઆરીથી લઈને 22 જાન્યુઆરી સુઘી યોજાય હતી.

વર્ષ 2020 દરમિયાન યોજાયેલ ખેલો ઈન્ડિયા ગેમ્સ ઈવેન્ટમાં ગુજરાતનું ગૌરવ વઘ્યું છે,ગુજરાતના રમતવીરોએ ગુજરાતને કુલ 16 ગોલ્ડ મેડલ અપાવ્યા છે,તે ઉપરાંત જો ગોલ્ડ મેડલ સિવાયના બીજા ચંદ્રકોનો ઉમેરો કરવામાં આવે તો કુલ 52 મેડલ જીતીને ગુજરાતએ ખેલો ઈન્ડિયામાં 9મું સ્થાન પ્રાપ્ત કર્યું છે,જે ગુજરાત માટે ગૌરવ લેવાની  વાત છે.

ગુજરાતના કેટલાક રમતવીરો કે જેમણે ખેલો ઈન્ડિયામાં મેળવી સફળતા

100 મીટર બ્રેસ્ટ સ્ટ્રોક સ્વિમિંગમાં સુરત શહેરની સ્વિમર કલ્યાણી સક્સેનાએ 100મીટર બ્રેસ્ટ સ્ટ્રોક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે.કલ્યાણીનો સમય 1:20:25 રહેતા તે  સ્પર્ઘામાં પ્રથમ આવતા તેને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. કલ્યાણી સીબી પટેલ એન્ડ જે એન એમ પટેલ સાયન્સ કોલેજમાં બીએસસીના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે .

આ સાથે જ ગુજરાતની અંડર 21માં  પુરૂષોની વોલિબોલ ટીમે ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતની પ્રતિષ્ઠાની કલગીમાં એક વઘુ મોરપીછં ઉમેર્યું છે.ગુજરાતની આ ટીમએ ફાઇનલમાં ખુબ જ શાનદાર દેખાવ કર્યો હતો અને હરિયાણાને પરાજીત કર્યુ હતું.

બીજી તરફ ગુજરાતની અંડર 17મા પણ બોલિવોલ પુરૂષોની ટીમે બાજી મારી હતી જેમાં પણ હરિયાણાને હરાવી કાંસ્ય ચંદ્રક મેળવીને ગુજરાતનું ગૌરવ વઘાર્યું છે.

ખેલો ઈન્ડિયામાં આ સાથે જ અંડર -17 ગર્લ્સની 3 કિલો મીટરની દોડમાં રાજ્યની દૃષ્ટિ ચૌધરીએ રજત અને લક્ષિતા સેન્દેલિયાએ કાંસ્ય ચંદ્રક મેળવીને સફળતા પ્રાપ્ત કરી છે. 

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.