- વડાપ્રધાને આયુષ મંત્રાલયમહેઠળ ટાસ્ક ફોર્સની કરી રચના
- કોરોનાને હરાવવા આયુર્વેદિક ઉપચાર હાથ ધરાશે
- આયુર્વેદ-હોમિયોપેથિક દવાઓ કોરોના સામે લડવા અસરકારક સાબિત થશે
સમગ્ર દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે,કોરોના નામની મહા બિમારીને નાથવા માટે વિશ્વના અનેક દેશોએ અથાગ પ્રયત્નો હાથ ધર્યા છે,પરંતુ તેમાં હજી સુધી કોઈને સફળતા પ્રાપ્ત થઈ નથી,અવનવી વેક્સિન તથીા દવાઓનું પરિક્ષણ પમ કરવામાં આવી રહ્યું છે,ત્યારે આ બાબતમાં ભારત સતત પ્રયત્નશીલ છે,દેશના પ્રધાન મંત્રી મોદી ક્યારેય હાર માનતા નથી તેઓ ડગલેને પગલે દેશની જનતા સાથે છે,અને દેશની જનતાને કોરોના સામે લડવાનું પીઠબળ હંમેશા પુરુ પાડતા રહે છે,જેના કારણે જ આજે સમગ્ર દેશમાં જ નહી પરંતુ વિશ્વમાં મોદીજીના વખાણ થઈ રહ્યા છે, ત્યારે હવે ભારતમાં વધતા જતા કોરોના વાયરસના્ કેસોને અટકાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા આયુષ મંત્રાલય હેઠળ ટાસ્ક ફોર્સની રચના પણ કરવામાં આવી છે.
કેન્દ્રીય આયુષ મંત્રાલયના મંત્રી શ્રીપાદ યેશો નાઈકએ આ બાબત વિશે વાતચીત કરતા કહ્યું કે,ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ તથા ટાસ્ક ફોર્સ કોરોના વાયરસના ચેપ સામે મજબુતાઈથી લડવા માટે સાથે મળીને કાર્ય કરશે.
નાઈકે વધુમાં જણાવ્યું હતું કે, આયુર્વેદની વૈજ્ઞાનિક માન્યતા માટે આ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે જે આઈસીએમઆરની સાથે મળીને કાર્ય કરનાર છે,આ આયુર્વેદ અને પારંપરિક દવાઓના મેડિકલ ફોર્મૂલાને covid-19 સામે વૈજ્ઞાનિક પધ્ધતિથી પ્રયોગ કરવાની દિશામાં કાર્ય કરશે.આયુર્વેદ અને હોમિયોપેથિક દવાઓ કોરોના વાયરસ જેવી ખતરનાક બીમારી સામે સારવાર માટે અસરકારક સાબિત થઈ શકશે.
શ્રીપાદ યેશો નાઈકે વધુમાં જણાવ્યું કે,આ મહામારીના સમયમાં હાલ જ્યારે એલોપેથી જૈવી પ્રદ્ધતિ પણ નિષ્ફળ જાય છે ત્યારે ભારતમાં આયુર્વેદના માધ્યમથી કોરોનાના રોગની સારવાર માટે તૈયારી કરી રહ્યા છીએ.
આ સમય પહેલા પણ શ્રીપાદ યેશો નાઈકે બ્રિટેનના પ્રિન્સ ચાર્લ્સ વિશે કહ્યું હતું કે, બેંગ્લુરુના એક આયુર્વેદિક ચિકિત્સકે એવો દાવો કર્યો હતો કે, તેમના આ ફોર્મૂલાથી બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ કોરોના વાયરસના સંક્રમણથી મૂક્ત અને સાજા થઈ જશે. તેઓએ એ વાત દર્શાવી હતી કે,આયુર્વેદ અને હોમિયોપેથિક દવાઓ કયા પ્રકારે મહામારી સર્જેલા કોરોના નામક વાયરસની સારવારમાં કારગર સાબિત થાય છે.
ભારત ટૂંક જ સમયમાં આયુર્વેદિક પદ્ધતિથી કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની દેખરેખ કરીને સારવાર કરવામાં આવશે.જો કે વૈજ્ઞાનિક પ્રામાણિકતા નહીં મળવાના કારણે ભારત આ પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ કરી શકતું નથી પરંતુ હાલ સંકટનો સમય છે,આ સમય દરમિયાન માત્ર સાવધાનીના ઉપાય તરીકે ઉપયોગમાં આ પધ્ધતિ લેવામાં આવી રહી છે.
(sahin)