1. Home
  2. Political
  3. બદજુબાન આઝમખાન બેલગામ પણ છે, મીડિયા સાથે કર્યું ગેરવર્તન
બદજુબાન આઝમખાન બેલગામ પણ છે, મીડિયા સાથે કર્યું ગેરવર્તન

બદજુબાન આઝમખાન બેલગામ પણ છે, મીડિયા સાથે કર્યું ગેરવર્તન

0

રામપુર: સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને રામપુરથી સપા-બસપા-આરએલડી ગઠબંધનના ઉમેદવાર આઝમખાને જયાપ્રદા પર અણછાજતી ટીપ્પણી અને કલેક્ટર માટે વાંધાજનક વાત કર્યા બાદ હવે મીડિયા સાથે પણ ગેરવર્તુણક કરી છે. સૂત્રોને ટાંકીને આવી રહેલા અહેવાલ મુજબ, આઝમ ખાન પર ચૂંટણી પંચે કડકાઈ કર્યા બાદ કેટલાક પત્રકારો તેમની સાથે વાત કરવા માટે પહોંચ્યા હતા. તે વખતે આઝમખાને પોતાના પરનું નિયંત્રણ ગુમાવીને મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તન કર્યું હતું.

જયાપ્રદા પર વિવાદાસ્પદ નિવેદન મામલે આઝમખાનની મુશ્કેલી વધી છે અને ચૂંટણી પંચે રિપોર્ટ માંગ્યો છે. જ્યારે જયાપ્રદા મામલે સવાલ પુછવામાં આવ્યો, તો આઝમખાન બગડયા હતા અને તેમણે પ્રશ્ન કરનારા પત્રકારને કહ્યુ હતુ કે તમારા પિતાના નિધન વખતે હું આવ્યો હતો.

ભાજપના ઉમેદવાર જયાપ્રદા પર અશ્લીલ ટીપ્પણી કર્યા બાદ આઝમખાને અધિકારીઓને નિશાને લીધા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન આઝમખાને કહ્યુ હતુ કે આ અધિકારીઓથી ડરશો નહીં. યાદ છે ને માયાવતીની તસવીર જેમાં આ અધિકારી રૂમાલ કાઢીને તેમના જૂતાં સાફ કરતા હતા. તેમની સાથે ગઠબંધન છે. આ વખતે અધિકારીઓ પાસે માયાવતીજીના જોડાં સાફ કરાવીશ.

મહત્વપૂર્ણ છે કે આ ચૂંટણીમાં આઝમખાન પર અત્યાર સુધીમાં આચારસંહીતા ઉલ્લંઘનના આઠ મામલા દાખલ થઈ ચુક્યા છે. આના પહેલા આઝમખાને ભાજપના ઉમેદવાર જયાપ્રદા પર અશ્લીલ ટીપ્પણી કરી હતી. તેના પછી મહિલા પંચે ચૂંટણી પંચને ફરિયાદ કરી અને તેમનું નામાંકન રદ્દ કરવાની માગણી કરી છે. ચૂંઠણી પંચે મામલાને ધ્યાન પર લેતા આઝમનખાનની ટીપ્પણી પર જિલ્લાધિકારી પાસે રિપોર્ટ તલબ કર્યો છે.

આ પહેલા રામપુરથી ભાજપના ઉમેદવાર જયાપ્રદાએ સોમવારે આઝમખાન દ્વારા કરવામાં આવેલી અશ્લીલ ટીપ્પણીનો આકરો જવાબ આપતા કહ્યું છ કે જો આ વ્યક્તિ ચૂંટણી જીતશે, તો લોકશાહીનું શું થશે ? મહિલાઓનું સમાજમાં શું સ્થાન રહેશે અને તેમની સુરક્ષા કેવી રીતે થશે? તેમણે ભાવુક થતા કહ્યુ હતુ કે શું હું મરી જાઉ ત્યારે તમને શાંતિ મળશે? જયાપ્રદાએ આઝમખાનને સવાલ કર્યો હતો કે શું તેઓ તેમના માતા અને બહેન માટે પણ આવી જ ભાષા વાપરે છે? તેમણે આઝમખાનની ઉમેદવારી રદ્દ કરવાની માગણી સાથે સમાજવાદી પાર્ટીના ઉમેદવારથી ડરીને રામપુર છોડવાના નહીં હોવાનું પણ જણાવ્યું છે.

LEAVE YOUR COMMENT