1. Home
  2. ગુજરાતી
  3. ફિલ્મ ‘બાલા’એ બોક્સ ઓફિસ કરોડોની કમાણી સાથે બમ્પર ઓપનિંગ કરી
ફિલ્મ ‘બાલા’એ બોક્સ ઓફિસ કરોડોની કમાણી સાથે બમ્પર ઓપનિંગ કરી

ફિલ્મ ‘બાલા’એ બોક્સ ઓફિસ કરોડોની કમાણી સાથે બમ્પર ઓપનિંગ કરી

0

બોલિવૂડ સુપર સ્ટાર આયુષ્માન ખુરાનાની થોડા સમય પહેલા આવેલી ફિલ્મ ‘ડ્રીમગર્લ’ અને ‘આર્ટીકલ 15’ને દર્શકો દ્રારા ખુબ સારુ પ્રોત્સાહન મળ્યું, તો હવે ફરી શુક્રવારના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ‘બાલા’ એ પણ સિનેમા ઘરોમાં ધૂમ મચાવી છે, અમર કૌશિકના નિર્દેશન હેઠળ બનેલેની 25 કરોડ રુપિયાના બજેટ વાળી ફિલ્મ ‘બાલા’એ રિલીઝ થયાના પહેલા જ દિવસે 10 કરોડ 15 લાખની કમાણી કરી લીધી છે,ઉલ્લેખનીય છે કે પ્રથમ અઠવાડિયામાં જ આ ફિલ્મ તેનો મેકિંગ ખર્ચ વસુલી લેશે તે ઉપરાંત જે કમાણી થશે તે ફિલ્મનો નફો હશે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની કમાણીના આંકડાઓ રજુ કર્યા છે,આ ફિલ્મને દર્શકોએ ખુબ જ વખાણી છે,તે સાથે જ ફિલ્મની સ્ટોરીને લઈને લોકોને ફિલ્મ જોવાની ખુબ તાલાવેલી લાગી છે.ફિલ્મના રીવ્યૂ ખુબ સારા મળ્યા છે.ત્યારે આવનાર દિવસોમાં પણ બોક્સ ઓફિસ પર ફિલ્મ બાલા પોતાનો રંગ બતાવશે.

જો આયુષ્માન ખુરાનાની અત્યાર સુઘીની ફિલ્મોની  વાત કરવામાં આવે તો આ ફિલ્મ તેની બમ્પર ઓપનિંગ કરનારી ફિલ્મ સાબિત થઈ છે ,કારણ કે ફિલ્મ બાલા એ પહેલે દિવસે 10.15 કરોડ,ડ્રીમ ગર્લ 10.5 કરોડ,આર્ટીકલ 15 5.02 કરોડ અને અંઘાઘુન 2.07 કરોડની કમાણી કરી હતી જેથી કહી શકાય કે બાલા ફિલ્મે બોક્સ ઓફિસ પર બમ્પર ઓપનિંગ કરી છે.

ફિલ્મ બાલા સમાજના દ્રષ્ટિકોણમાં સુંદરતાની વ્યાખ્યામાં જ્યારે વ્યક્તિ બંઘ બેસતો ન હોવાથી  લોકો તેને કઈ રીતે મજાકનું પાત્ર બનાવે છે તે વાત દર્શાવામાં આવી છે,સમાજમાં જે રીતે બાહ્ય સુંદરતાને મહત્વ આપીને વ્યક્તિની પરખ કરવામાં આવે છે તે વાત દર્શાવતાની સાથે પોતે જેવા છે તેવા પોતાની જાતને સ્વીકારવાનો સુંદર મેસેજ આપ્યો છે,

LEAVE YOUR COMMENT

Your email address will not be published.