1. Home
  2. ગુજરાતી
  3. BALA MOVIE REVIEW- આયુષ્માનની શાનદાર એક્ટિંગ અને ખામી સહિત પોતાને સ્વીકારવાનો સુંદર મેસેજ
BALA MOVIE REVIEW- આયુષ્માનની શાનદાર એક્ટિંગ અને    ખામી સહિત પોતાને સ્વીકારવાનો સુંદર મેસેજ

BALA MOVIE REVIEW- આયુષ્માનની શાનદાર એક્ટિંગ અને ખામી સહિત પોતાને સ્વીકારવાનો સુંદર મેસેજ

0

ફિલ્મ બાલામાં આયુષ્માનની શાનદાર એક્ટિંગ છે તો સાથે પોતાની જાતને ખામી સહિત સ્વીકારવાનો સુંદર મેસેજ, આયુષ્માન ખુરાનાની ફિલ્મ બાલા આજે 8 નવેમ્બરના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે,આ ફિલ્મના રિવ્યૂ ખુબ જ પોઝેટીવ છે, જો હવે તમે પણ આ બાલા ફિલ્મ જોવાનું વિચારી જ રહ્યા હોવ તો એકવાર રિવ્યૂ ચોક્કસ વાંચી લેજો, વાંચ્યા પછી તમને ફિલ્મ જોવાની તાલાવેલી વધી જશે.

દુનિયામાં કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ તો નથી જ હોતો,દુનિયાના દરેક ઈન્સાનમાં કંઈકને કંઈક ખામી તો હોય જ છે,આવી દરેક પરિસ્થિતિમાં કેટલાક લોકો એવા પણ હોય છે, કે જે પોતાની ખામીને મહેસુસ ન કરતા બીજાની ખામીને હસીપાત્ર બનાવે છે,આપણા સમાજમાં બાહ્ય સુંદરતાનું મહત્વ છે,સુંદરતાને લઈને સમાજની માનસિકતા કંઈક જુદી છે.અને જો તમે સુંદરતાની આ સમાજની પરીભાષામાં બંઘબેસતા હોતા નથી તો તમે હાસ્યપાત્ર બનો છો,આ સમગ્ર વાર્તા ફિલ્મ બાલામાં વણી લેવામાં આવી છે,વ્યક્તિનું હાઈટેડ હોવું,બટકુ હોવું,જાડા હોવું કે પાતળા હોવું કે કાળા હોવું આ દરેક બાબતને ઈન્સાનની ખામી તરીકે સમાજમાં જોવામાં આવે છે.

લાઈફમાં ઘણા લોકોએ બીજાને મોટી-મોટી સલાહ સુચનો આપ્યા હશે,પરંતુ ઘણું ઓછું એવું બન્યું હશે કે, જેમાં કોઈએ તમને તમારી જાતને પ્રેમ કરતા શિખવાડ્યું હોય ભલે પછી તમે જાડા,પાતળા ,કાળા કે ટાલિયા હોવ.આવા સમયે આ ફિલ્મ એકવાર ચોક્કસ જોવા જેવી છે

ફિલ્મમાં આપણાને આપણીજાત સાથે તાલમેળ કરતા તથા આપણે જેવા છે તેવા પોતાને સ્વીકારીને જીવનનો આનંદ માણતા શિખવાડે છે, જો લોકોની વાત કરીએ તો લોકો તો હંમેશા આપણી ખામીઓ ગણાવતા રહે છે અને તેને સુધારવા પાછળ મંડ્યા રહે છે,ભરીસભામાં આપણાને હાસ્યપાત્ર પણ બનાવતા રહે છે,તેવામાં ફિલ્મ બાલા આપણાને આપણી જાત સાથે પ્રેમ કરતા શિખવાડી જાય છે આપણી ખામી ને ખામી ન ગણતા,જેવા છે તેવા આપણાને સ્વીકારતા શિખવાડે છે.આયુષ્યમાનની ફિલ્મ આર્ટીકલ-15 અને ડ્રીમગર્લ જેવી સફળ ફિલ્મો આપ્યા પછી ફિલ્મ બાલામાં ફરી એકવાર આયુષ્માનની ધમાકેદાર એક્ટિંગ સાથે જોવા મળ્યો છે,

ફિલ્મમાં આયુષ્માનનું નામ બાલમુકુન્દ ઉર્ફે બાલા છે,આ કહાનિ છે બાલાની, જે નાની ઉમંરમાં માથાના વાળ ખરી પડતા ટાલિયાપણાથી પીડાય છે,તેની એક મિત્ર જેનો રંગ શ્યામ હોવાથી લોકો તેની મજાક ઉડાવે છે, બતાવવામાં આવ્યું છે કે,ઈન્સાન જ્યારે દુનિયાની બનાવેલી ખુબસુરતીની વ્યાખ્યામાં નથી આવતો તો કઈ રીતે ડરવા લાગે છે,અને લોકો તેની કઈ રીતે મજાક ઉડાવે છે.

 ફિલ્મમાં આયુષ્માન ખુરાના બાલમુકુન્દ એટલે કે બાલાના પાત્રમાં એવી રીતે ભળે છે કે, તેને અલગ અલગ રીતે આપણે વિચારી જ શકતા નથી,ભુમિ પેડનેકર બાલાની બચપનની મિત્ર અને પડોશી છે જેનો રંગ શ્યામ છે, છતા પણ તેણે પોતાના રંગને સહજ રીતે સ્વીકારી લીઘો છે, એટલે જ્યારે તેના રંગ વિશે કોઈ કંઈ પણ કહે ફર્ક નથી પડતો.તેની એક્ટિંગ ખરેખર તારીફે કાબિલ છે. તો બીજી કરફ છે યામી ગૌતમ જે એક ટીકટોક સ્ટાર છે જેનું જીવન ખુંશીથી ભરેલું છે,એ જ્યારે પરદા પર આવે છે તો તેની ખુબસુરતી છલકાય  છે.

 ફિલ્મમાં સપોર્ટીંગ સ્ટારમાં સૌરભ શુક્લા,સીમા પાહવા,અભિષેક બેનર્જી અને જાવેદ જાફરી જોવા મળે છે,તે પરાંત બાલાના નાના ભાઈના પાત્રમાં ઘીરેન્દ્ર ગૌતમ પણ દર્શકોના દિલ જીતવામાં સફળ રહ્યા છે,અને ખાસ સચિન ચોઘરી ને બાલાના બચપનના પાત્રમાં છે તેમું કામ પમ તારીફે કાબિલ છે.ડિરેક્ટર અમર કૌશિકે આ ફિલ્મ ખુબજ સરસ બનાવી છે. ફિલ્મની વાર્તાથી લઈને ડોયલોગ્સ અને તેને જોડતા સિક્વન્સ સુધીની દરેક બાબત ખૂબ જ સરસ રહી છે. આ ફિલ્મના ડોયલોગ્સ અને સિક્વન્સ તમને ખૂબ હસાવશે. યામી અને આયુષ્માન વચ્ચેની કેમેસ્ટ્રી ખુબ જ રસપ્રદ અને સુંદર છે,માટે આ ફિલ્મ તો રુપેરી પરદે જોવી જ જોઈએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.