1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. ‘બટાકા પુરી’ બનાવવાની પરફેક્ટ રીત – સરળ અને ઓછી મહેનતમાં રેડી થશે બટાકા પુરી
‘બટાકા પુરી’ બનાવવાની પરફેક્ટ રીત – સરળ અને ઓછી મહેનતમાં રેડી થશે બટાકા પુરી

‘બટાકા પુરી’ બનાવવાની પરફેક્ટ રીત – સરળ અને ઓછી મહેનતમાં રેડી થશે બટાકા પુરી

0

સાહીન મુલતાની-

સામગ્રી

  • 1 નંગ – મોટૂ બટાકું ( બટાકાને છોલી,પાણી વડે ધોઈની ગોળ પાતળઈ સ્લાઈસ રેડી કરી લો)
  • 3 કપ – બેસન (ચારણી વડે ચાળી લેવું)
  • સ્વાદ મુજબ – મીઠૂં
  • 2 ચમચી – લીલા મરચા,આદુ અને લસણની પેસ્ટ (જીણી દળેલી)
  • અડધી ચમચી -હરદળ
  • અડધી ચમચી – આખું જીરુ
  • 2 ચપટી -અજમો
  • 2 ચપટી- ખાવાનો સોડા
  • 1 ચમચી -ગરમ પાણી
  • તેલ -તળવા માટે

બટાકા પુરીનું ખીરુ બનાવવાની રીત – સૌ પ્રથમ ચાળેલા બેસનમાં મીઠૂં ,હરદળ,અજમો, જીરુ અને આદુ-મરચા-લસણની પેસ્ટ એડ કરવી,ત્યાર બાદ તેમાં ધીરે-ધીરે પાણી રેડવું અને ઘઆટ્ટુ ખીરુ તૈયાર કરવું,ધ્યાન રાખવું કે ખીરુ બટાકા પર સેટ થાય એ રીતનું હોવું જોઈએ,ખાસ ખીરુ બનાવવા પર ધ્યાન આપવું ,આ બેસનનું ખીરું પાતળુ પણ ન હોવું જોઈએ અને વધુ પડતુ ધાટ્ટુ પણ ન હોવું જોઈએ.

હવે બટાકાની છાલ કાઢીને તેને પાણી વડે ધોઈને ગોળ ગોળ સ્લાઈસ રેડી કરી લેવી,આ સ્લાઈસને બે થી ત્રણ પાણી વડે ધોઈને કોટનના કપડા પર કોરી કરી લેવી,તૈયાર બાદ તેને ડીસમાં ખુલ્લી પવન લાગે તે રીતે જ રાખવી.

બટાકા પુરી બનાવવાની રીત– હવે જ્યારે તમે બટાકા પુરી બનાવવાની તૈયારી કરો ત્યારે બેસનના આ તૈયાર કરેલા ખીરામાં એક ચમચી ગરમ તેલ એડ કરવું,ત્યાર બાદ એક ચમચી ગરમ પાણીમાં ખાવાનો સોડા મિક્સ કરીને આ ખીરામાં એડ કરી લેવો,ત્યાર બાદ સોડા અને તેલ બરાબર મિક્સ થાય એ રીતે બેસનના ખીરાને બરાબર મિક્સ કરતા રહેવું.

હવે એક પહોળી કઢાઈમાં ગેસ પર તેલ ગરમ કરવા રાખવું, તેલ બરાબર ગરમ થાય એટલે તેમાં એક એક કરીને બટાકાની સ્લાઈસ ખીરામાં બોળીને ગરમાં ગરમ તેલમાં નાંખવી,બટાકાની સ્લાઈસને માત્ર બે આંગળીઓ વડેે જ ખીરામાં બોળવી જેથી બેસનની કણીઓ ન પડે,અને બટાકા પુરી નાખતા વખતે ખાસ ધ્યાન રાખવું તેલ ગરમ હોવું જોઈએ,કઢાઈની સાઈડમાંથી જ ચમચા વડે આ બટાકા પુરી પર ઉપર તેલ નાંખતા રહેવું જેથી કરીને બટાકા પુરી બરાબર ફુલશે ,હવે એક સાઈડ બટાકા પુરી થવા આવે એટલે ગેસની ફ્લેમ થોડી ધીમી કરી લેવી,હવે બટાકા પુરીને બન્ને તરફથી બરાબર તળી લેવી, જ્યારે બટાકા પુરી બ્રાઉન થઈ જાય ત્યારે તેને તેલમાંથી પેપર પર અથવા તો ટિસ્યુ પેપર પર કાઢી લેવી, તૈયાર છે ગરમા ગરમ બટાકા પુરી…આ બટાકા પુરી પર તમે સુકા ધાણા પર ભભરાવી શકો છો,વરસાદની સિઝનમાં ગરમા ગરમ બટાકા પુરી ખાવાની મજા જ કંઈક જુદી હોય છે,તો આજે જ તામાર ઘરે આ બટાકા પુરી ટ્રાય કરો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.