1. Home
  2. ગુજરાતી
  3. બીસીસીઆઈ આવતા અઠવાડિયે ચીની કંપનીઓ સાથે કરાર અંગે નિર્ણય લેશે
બીસીસીઆઈ આવતા અઠવાડિયે ચીની કંપનીઓ સાથે કરાર અંગે નિર્ણય લેશે

બીસીસીઆઈ આવતા અઠવાડિયે ચીની કંપનીઓ સાથે કરાર અંગે નિર્ણય લેશે

0
  • ચીની કંપનીની સાથે કરાર અંગે આવતા અઠવાડિયે નિર્ણય લેશે બીસીસીઆઈ
  • કરોડો રૂપિયાની થશે ડીલ
  • આપણે ભારત અને ચીનના હિતોને અલગ રાખવાની જરૂર છે – અરુણ ધૂમલ

લદ્દાખની ગલવન ઘાટીમાં ચીની સૈનિકો દ્વારા 20 ભારતીય જવાનો શહીદ થયા બાદ ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે કે બીસીસીઆઈએ કડક વલણ અપનાવ્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડની પાસે ઘણા સ્પોનસર એટલે કે પ્રાયોજકો છે, જેઓ કોઈક રીતે ચીન સાથે જોડાયેલા છે.

બીસીસીઆઈએ વિવો અને ડ્રીમ ઇલેવન જેવી ચીની કંપનીઓ સાથે કરાર પર એકવાર ફરી વિચાર કરવાનો નિર્ણય કર્યો છે. આ જ કારણ છે કે આઈપીએલની ગવર્નિંગ બોડી આગામી સપ્તાહે ચીની કંપનીઓ સાથેના કરારને લઈને એક બેઠક યોજાશે. આ બેઠકમાં ચીની કંપનીઓ સાથે થયેલ કરારનું ભવિષ્ય નક્કી કરવામાં આવશે.

આઈપીએલનો મુખ્ય હાલની પ્રાયોજક મોબાઈલ બનાવનાર ચીની કંપની વિવો છે. આટલું જ નહીં, બીસીસીઆઈની ઘરેલુ આંતરરાષ્ટ્રીય સિરીઝ પેટીએમ મુખ્ય પ્રાયોજક છે, જેમાં ચીની કંપની અલી બાબાએ પૈસાનું રોકાણ કર્યું છે. આટલું જ નહીં, ઓનલાઇન શિક્ષણ આપનાર ભારતીય કંપની બાયજુમાં પણ ચીની કંપનીના પૈસા લાગેલા છે.

ભારતીય ક્રિકેટ બોર્ડેએ 2200 કરોડ રૂપિયામાં વિવો સાથે પાંચ વર્ષ માટે કરાર કર્યો છે. આઈપીએલનો ટાઇટલ સ્પોન્સર વિવોને મળ્યું છે. તો પેટીએમનો 37.15 ટકા ભાગ ચીની કંપની અલીબાબાની છે, જે બીસીસીઆઈની ઘરેલુ પ્રાયોજક છે. બીસીસીઆઈએ પેટીએમ સાથે 326.8 કરોડ રૂપિયામાં કરાર કર્યો છે. આ સિવાય ફેંટેસી પાર્ટનર તરીકે ડ્રીમ ઇલેવન છે, જેમાંથી મોટી રકમ બીસીસીઆઈને મળી શકે છે.

બીસીસીઆઈના કોષાધ્યક્ષ અરુણ ધૂમલે કહ્યું છે કે આપણે ભારત અને ચીનના હિતોને અલગ રાખવાની જરૂર છે. જે પૈસા આવી રહ્યા છે તેમાંથી 42 ટકા ભારત સરકાર અને ટેક્સ દ્વારા ભારતીય સેનામાં જતા હોય છે. પરંતુ હવે અમે આ કરાર વિશે વિચારીશું. જો બીસીસીઆઈ ચીની કંપનીમાંથી પૈસા કમાઈ રહી છે તો આ પૈસા સરકારને પણ જાય છે. આ પૈસા ભારતીયોને પણ મદદ કરી રહ્યા છે.

(Devanshi)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.