Regionalગુજરાતી

આવતી કાલથી ચૈત્ર નવરાત્રીનો આરંભ -જાણો કળશ સ્થાપનાનું મહૂર્ત  અને આ પર્વનો મહિમા

 • આવતી કાલથી ચૈત્ર નવરાત્રીનો શુભ આરંભ
 • માતારાણીની પૂજા અર્ચના અને ભક્તિનો પર્વ

ભારત દેશ એવો દેશ છે કે જ્યા અનેક તહેવારોની ઘામઘૂમ પૂર્વક શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવે છે, જેમાં આવતી કાલથી શરુ થતો પવિત્ર પર્વ ચૈત્ર નવરાત્રીમાં મા દૂર્ગાની પૂજા કરવામાં આવે છે,આ પર્વમાં માતાના જૂદા જૂદા સ્વરુપની પૂજા અર્ચના કરાતી હોય છે,માતાને વિવિધ રંગોના વસ્ત્રો પહેરાવમાં આવે છે અને નિષ્ઠાવાન હૃદયથી પૂજા કરાતી હોય છે. મંદિરોમાં નવરાત્રી દરમિયાન વિવિધ પ્રકારની વિધિ હોય છે. જો કે, કોરોનાને કારણે, આ વખતે મર્યાદિત સંખ્યામાં ભક્તો મંદિરોમાં સાથે મળીને માતા રાણીનાં દર્શન કરી શકશે.

કોરોના સંક્રમણની અસર નવરાત્રી પર પણ જોવા મળશે. મંદિરના સંચાલકોએ ભક્તોને મંદિર પરિસરમાં ભીડ ન કરવાની અપીલ કરી છે.આ સાથે જ  ઘરે પૂજા કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઘણા મંદિરોમાં ઓનલાઇન પૂજાની પણ વ્યવસ્થાપણ કરવામાં આવી છે, જેથી ભક્તો ઘરે બેઠા મંદિરમાં પૂજા-અર્ચના કરી શકે. આ વખતે પૂજાનું ફેસબુક પર પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે. 

કહેવાય છે કે,નવરાત્રિમાં દેવી દુર્ગા પૃથ્વી ઉપર પ્રસ્થાન કરે છે. નવ દિવસ સુધી વાસ કરીને ભક્તોની સાધનાથી પ્રસન્ન થઇ આશીર્વાદ આપે છે. નવરાત્રિમાં દેવી દુર્ગાની સાધના અને પૂજા-પાઠ કરવાથી સામાન્ય દિવસોની સરખામણીમાં પૂજાનું અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે ભગવાન રામજીએ પણ લંકામાં પ્રવેશ કરતાં પહેલાં રાવણ સામે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે દેવીની સાધના કરી હતી.

ચૈત્ર નવરાત્રી 13 એપ્રિલને મંગળવારના રોજથી શરુ થાય છે

 1. 13 એપ્રિલ – પ્રતિપદા – મા શૈલપુત્રી અને ઘટ સ્થાપના
 2.  14 એપ્રિલ – દ્વિતીયા – માતા બ્રહ્મચારિણી
 3. 15 એપ્રિલ – તૃતીયા – માતા ચંદ્રઘંટા 
 4. 16 એપ્રિલ – ચતુર્થી – માતા કુષ્માન્ડા
 5.  17 એપ્રિલ – પંચમી – માતા સ્કંદમાતા 
 6. 18 મી એપ્રિલ – શાષ્ટિ – માતા કાત્યાયની 
 7. 19 એપ્રિલ  – સપ્તમી – મા કાલરાત્રી 
 8. 20 એપ્રિલ – અષ્ટમી – મા મહાગૌરી 
 9. 21 એપ્રિલ – નવમી – માતા સિદ્ધિદાત્રી, રામ નવમી
 10.  22 એપ્રિલ – દશમી – ઉપવાસ પરાણ

ચૈત્ર નવરાત્રીમાં કળશ સ્થાપનાનું મહૂર્ત 13 એપ્રિલની સવારે 5 વાગ્યેને 45 મિનિટચથી લઈને 9 વાગ્યે 59 મિનિટ સુધીનું રહેશે અને અભિજીત મહૂર્ત બપોરે 11 વાગ્યેને 41 મિનિટથી લઈને 12 વાગ્યેને 32 મિનિટ સુધીનું રહેશે.

નવરાત્રીના પહેલા દિવસે ઘરોમાં મૂર્તિ સ્થાપન કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, ભક્તો બજારોમાંથી માતાની મૂર્તિ ખરીદતા હોય છે, જેથી મુહૂર્તના સમયે તેઓ વિધિ-વિધાનથી  માતાની સ્થાપના કરી શકે. બજારોમાં સુંદર શિલ્પો જે ગ્રાહકોને આકર્ષિત કરી રહી છે. દરરોજ માતા રાણીના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ સમય દરમિયાન, કપડાંના રંગોનું પણ વિશેષ  મહત્વ રહેલું છે. ભક્તિના 9 દિવસો માતારાણીના ભક્તો ભર્તિના મગન બને છે, ઉપવાસ, જાગરણ,પાઠથી લઈને અનેક વિઘિવત કાર્યક્મો થતા હોય છે.

સાહિન-

 

Related posts
SPORTSગુજરાતી

હવે એબી ડિવિલિયર્સ ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં કરે વાપસી, ક્રિકેટ ફેન્સમાં નારાજગી

એબી ડિવિલિયર્સની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસીની અટકળોનો આવ્યો અંત હવે એબી ડિવિલિયર્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં કરે વાપસી સંન્યાસ બાદ એબી ડિવિલિયર્સ હવે મેદાન…
Regionalગુજરાતી

તાઉ-તે વાવાઝોડું અમદાવાદને ધમરોળીને ઉત્તર ગુજરાત તરફ આગળ વધ્યુઃ કુલ 9ના મોત

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડું અમદાવાદને ધમરોળ્યા બાદ ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. સમીસાંજ બાદ પાટણમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે.તેમજ બનાસકાંઠાંમાં…
ENTERTAINMENTગુજરાતી

ફિલ્મોમાં માતાનો અભિનય કરનારી અભિનેત્રી રીમા લાગુની પુણ્યતિથીઃ કેરિયરની શરૂઆત મરાઠી ફિલ્મોથી કરી હતી

મુંબઈઃ હિન્દી ફિલ્મોમાં માતાનો અભિનય કરીને લોકપ્રિય થયેલી અભિનેત્રી રીમા લાગુની આજે પુણ્યતિથી છે. વર્ષ 2017માં આજના જ દિવસે હાર્ટ એટેકથી તેમનું…

Leave a Reply