1. Home
 2. ગુજરાતી
 3. જાણો રસોઈ ઘરમાં રહેતા મીઠાંના ફાયદાઓ- અનેક બિમારીઓમાં આપે છે રાહત
જાણો રસોઈ ઘરમાં રહેતા મીઠાંના ફાયદાઓ- અનેક બિમારીઓમાં આપે છે રાહત

જાણો રસોઈ ઘરમાં રહેતા મીઠાંના ફાયદાઓ- અનેક બિમારીઓમાં આપે છે રાહત

0

સાહીન મુલતાની

 • મીઠા વાળું ગરમ પાણી ખુબ જ ફાયદા કારક
 • ગળામાં પડતી ખરારી મીઠાના પાણીથી મટ શકે છે
 • બેસી ગયેલા અવાજ માટે મીઠૂં અવાજ ખોલી શકે છે
 • પેઢામાં થતા દુખાવામાં થાય છે રાહત

તાજેતરમાં સમગ્ર દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે,ત્યારે આપણે સૌ જાણીએ છીએ તેમ કોરોના વાયરસનો ચેપ લાગતા ગળામાં તેની અસર જોવા મળે છે,જેમ કે ગળું બળવું,શરદી થવી ,તાવ આવવો વગેરે લક્ષણો કોરોનાના છે,ત્યારે આવા સમયે સાવચેતીના ભાગરુપે આપણે આપણી કાળજી પોતે જ લેવાની હોય છે અને તેના માટે અનેક પ્રકારનું ધ્યાન પણ રાખવાનું હોય છે.

સામાન્ય રીતે આપણે વર્ષોથી શરદી કે ખાંસી થાય ત્યારે ગરમ પાણી કરીને તેમાં મીઠૂં નાંખીને કોગળા કતા હોઈએ છે,કારણ કે મીંઠાના પાણીથી આપયમાને ગળામાં રાહત થાય છે,ત્યારે હાલ કોરોનાના સંક્રમણના કેસો પયમ વધી રહ્યા છે ,કોરોનામાં પણ મીઠા વાળા ગરમ પાણીના કોગળા કરવા આપણા માટે ફાયદા કારક સાબિત થાય છે.


મીઠૂં સામાન્ય રીતે ઘણા રોગોની દવા છે એમ પણ કહી શકાય તો બીજી તરફ મીંઠાને સ્લો પોઈઝન પણ ગણવામાં આવે છે,પરંતુ વાત જ્યારે ગળાને કે શરદીને લગતી આવેત્યારે 100 ટકા મીઠૂં ફાયદા કારક જ છે, એડિનબર્ગ યુવિર્સિટીના સંશોધકોએ એક સ્ટડી કરી છે,તે મુજબ મીઠાવાળા પાણીના કોગળા કરવાથી ગળાના ઇન્ફેક્શનમાં રાહત થાય છે. જર્નલ ઓફ ગ્લોબલ હેલ્થમાં રજુ કરવામાં આવેલ આ એહવાલ મુજબ મીઠામાં રોગ સામે લડવાની અને સંક્રમણ પરપોતાનો પ્રભાવ પાડવાની અથાગ ક્ષમતા છે.સાથે- સાથે રોજીંદા જીવનમાં પણ મીઠાવાળું પાણી અનેક રોગોને મૂળમાંથી નષ્ટ કરી શકે છે

મીઠાથી થતા અનેક ફાયદાઓ

 • મીઠાના પાણીમાં એન્ટિબેક્ટેરિયલ સોલ્યુશન હોય છે.જેનાથી અવાજ ખુલી શકે છે અને ગળાના દુખાવામાં પણ રાહત થાય છે.
 • તમારા ગળામાં જ્યારે ખરેરી પડતી હોય અથવા તો ગળું ચોટટૂં હોય તેવું લાગે ત્યારે ગરમ પાણીમાં મીઠૂ નાખીને તેના કોગળા કરવાથી ચોક્કસ ફાયદો થાય છે
 • ઓછા બ્લડ પ્રેશરમાં એક ગ્લાસ પાણીમાં એક ચમચી જેટલું મીઠું નાખીને પીવાથી ફાયદો થાય છે. મીઠામાં સોડિયમ હોવાથી બ્લ્ડ પ્રેશર વધે છે
 • મીઠા વાળા પાણીથી ચહેરો ધોવાથી ફાયદો થાય અને ચહેરાના ડાધ ધબ્બાની સમસ્યા પણ ઓછી થાય છે
 • દાંતમાં દુખાવો થતો હોય ત્યારે તેમાં પણ મીઠાનું પાણી સારો ફાયદો કરાવે છ
  દાંતમાં થતો દુખાો અને ફુલેલા પેઢાની તકલીફમાં દિવસમાં 3-4 વખત મીઠાવાળા પાણીના કોગળા કરવાથી ચોક્કસ રાહત થાય છે.
 • કબજિયાતની સમસ્યામાં રાતે સૂતી વખતે નવશેકું મીઠાવાળું પાણી પીને સૂઈ જવાથી સવારે આ સમસ્યમાંથી છૂટકરો મળે છે
 • કૃમિની તકલીફમાં પણ રોજ સવાર સવારમાં જાગીને અને રાતે સૂતી વખતે આદુ અને લીંબુના રસમાં મીઠું નાખીને તે થોડા દિવસો સુધી પીવાથી આરામ મળે છે.
 • તડકાથી ત્વચાનો રંગ કાળો પડી ગયો હોય તો કાચા દૂધમાં થોડું મીઠું ભેળવી ચહેરા પર લગાવીને થોડી વાર રહી ચહેરો ધોઇ નાખવો. ચહેરા પરનો મેલ દૂર થઈ ચહેરો નિખરી જાય
 • ગરમ પાણીમાં મીઠું નાખીને હાથ પગ બોળી રાખવાથી દુખોવો ઓછો થાય છે
 • દિવસે વધુ ચાલવામાં આવ્યું હોય ત્યારે ગરમ પાણીમાં મીઠૂં નાખીને પગ બોળવાથી તેમાં સોજા આવતા નથી.
 • જ્યારે શરીર પર કોઈ જગ્યા પર મૂઢ માર વાગ્યો હોય ત્યારે મીઠૂં શેકીને કપડામાં બાંધી તેનો શેક કરવાથી દુખાવામાં રાહત થાય છે
  .

આમ મીઠૂં કોરોનાના સમયમાં ગળામાં થતી તકલીફોમાં તો અસરકારક સાબિત થાય જ છે પરંતુ તેની સાથે સાથે અનેક પ્રકારની બિમારીઓથી પણ છૂટકારો આપે છે,પરંતું બ્લડ પ્રેશર જેને વધુ હોય તેણે મીટાનો આ પ્રમાણે ઉપયોગ કરવો જોઈએ નહી,અને જો બ્લડ પ્રેશર ઓછુહોય તો મીઠાનો ઉપયોગ ફાયદા કારક છે
.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.