1. Home
  2. Political
  3. મમતા vs સીબીઆઈ: પશ્ચિમ બંગાળના રાજ્યપાલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલ્યો રિપોર્ટ
મમતા vs સીબીઆઈ: પશ્ચિમ બંગાળના રાજ્યપાલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલ્યો રિપોર્ટ

મમતા vs સીબીઆઈ: પશ્ચિમ બંગાળના રાજ્યપાલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલ્યો રિપોર્ટ

0

પશ્ચિમ બંગાળમાં સીબીઆઈ અને મમતા બેનર્જીની સરકાર વચ્ચેના તાજેતરના વિવાદને લઈને રાજ્યના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ એક ગુપ્ત રિપોર્ટ તૈયાર કરીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલ્યો છે. સૂત્રોનું કહેવું છે કે ગૃહ મંત્રાલય સીબીઆઈના કામકાજમાં અડચણો પેદા કરવાના આરોપ હેઠળ ત્યાં હાજર આઈપીએસ અધિકારીઓ પર કાર્યવાહી કરે તેવી શક્યતા છે. અહેવાલો આવી રહ્યા છે કે મમતા બેનર્જીના ધરણા હજી વધુ લાંબા ચાલે તેવી શક્યતા છે. તેવામાં મમતા બેનર્જી ધરણા ચાલવા સુધી ધરણાંસ્થાન પરથી જ સરકારી કામકાજ કરશે.

આ પહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે ગવર્નરને સીબીઆઈના અધિકારીઓ સાથેની ધક્કામુક્કી અને તેમની અટકાયતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને ગૃહ મંત્રાલયને મામલા પર અવગત કરાવવા માટે જણાવ્યું હતું. બાદમાં ગવર્નરે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અને ડીજીપીને તલબ કરીને તેમને મામલામાં તાત્કાલિક એક્શન લઈને વિવાદને સમાપ્ત કરવાનું જણાવ્યું હતું.

આ મામલા પર ભાજપ અને વિપક્ષની પાર્ટીઓ એકબીજાની સામે આવી ગઈ છે. તેને લઈને લોકસભા અને રાજ્યસભામાં પણ જબરદસ્ત હંગામો થયો છે. વિપક્ષના હંગામાની વચ્ચે ગૃહ પ્રધાન રાજનાથસિંહે આ મામલા પર જવાબ આપ્યો છે. તેમણે કહ્યુ છે કે આ દેશમાં પહેલીવાર બન્યું છે કે સીબીઆઈના અધિકારીઓ વિરુદ્ધ આવી કાર્યવાહી થઈ છે અને તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

ધરણાસ્થળ પરથી કામકાજ કરશે સીએમ મમતા બેનર્જી

તેમણે કહ્યુ છે કે લાખો લોકોની પરેસવાની કમાણી હડપ કરનારી કંપની વિરુદ્ધ સીબીઆઈને તપાસની મંજૂરી સુપ્રીમ કોર્ટ દ્વારા મળેલી હતી અને આ મામલાની પૂછપરછ માટે જ સીબીઆઈની ટીમ રવિવારે રાજીવ કુમારના નિવાસસ્થાને પહોંચી હતી. સીબીઆઈને રાજીવ કુમારના નિવાસસ્થાને જવાની જરૂરત શા માટે પડી, તેનો જવાબ આપતા રાજનાથ સિંહે કહ્યુ છે કે કોલકત્તાના પોલીસ કમિશનર તપાસમાં સહયોગ કરી રહ્યા ન હતા અને સતત સમન છતાં તેઓ પૂછપરછમાં સામેલ થવા માટે આવ્યા ન હતા.

રાજનાથ સિંહે કહ્યુ છે કે પૂછપરછ માટે પહોંચેલી ટુકડીને પોલીસે રોકી અને બળપૂર્વક તેને કસ્ટડીમાં લીધી હતી. તેમણે આને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું અને કહ્યુ છે કે આવી ઘટનાથી દેશના સંઘીય માળખાને ખતરો છે. રાજનાથસિંહે કહ્યુ છે કે તેમણે આ મામલા પર પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી સાથે પણ વાત કરી છે અને તેમની પાસે આ મામલા પર સંપૂર્ણ રિપોર્ટ માંગ્યો છે.

પુરાવા છૂપાવાના આરોપી કોલકત્તા પોલીસ કમિશનર રાજીવ કુમાર સીબીઆઈની પૂછપરછમાં વચગાળાની રાહત મેળવવા માટે કોલકત્તા હાઈકોર્ટ પહોંચ્યા છે. કોલકત્તા હાઈકોર્ટ રાજીવ કુમારની અરજી પર સુનાવણી કરવા માટે તૈયાર થઈ ગઈ છે અને આ મામલામાં મંગળવારે સુનાવણી કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે રાજીવ કુમાર વિરુદ્ધની સીબીઆઈની અરજી પર મંગળવારે સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે. અરજીમાં સીબીઆઈએ સુપ્રીમ કોર્ટને નિવેદન કર્યું હતું કે તેઓ રાજીવ કુમારને તપાસમાં સહયોગ કરવાનો નિર્દેશ આપે. તેની સાથે જ સીબીઆઈએ રાજીવ કુમાર પર અત્યાર સુધી થયેલી તપાસમાં સાથ નહીં આપવાનો આરોપ પણ લગાવ્યો હતો.

સીબીઆઈ દ્વારા રાજીવ કુમાર પર પુરાવા નષ્ટ કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. તેના ઉપર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યુ છે કે જો કોલકત્તા પોલીસ કમિશનરે પુરાવા નષ્ટ કરવાની કોશિશ કરી છે, તો તેની સાથે જોડાયેલા પુરાવા અમારી સામે લાવવામાં આવે, તેના સંદર્ભે એવી કાર્યવાહી કરીશું કે આમ કરનારને પસ્તાવું પડશે.

LEAVE YOUR COMMENT