in ,

મહિસાગરનો ભાદર ડેમ 3 વર્ષ બાદ 100 ટકા ભરાયોઃ 7 ગામને કરાયાં એલર્ટ

  • ખાનપુર-વીરપુરના ખેડૂતોને મળશે સંચાઈ માટે પાણી
  • ડેમના દરવાજા રાતે ખોલવામાં આવે તેવી શકયતા

અમદાવાદઃ ચાલુ વર્ષે મેઘરાજા મનમુકીને વરસ્યાં છે. જેથી જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. મહિસાગરના ભાદર ડેમમાં પણ નવા પાણીની આવક થઈ રહી છે. દરમિયાન ડેમ 3 વર્ષ બાદ 100 ટકા ભરાયો છે. જેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે. ઉનાળાના આકરા દિવસોમાં પાણીની સમસ્યા પણ ઉભી નહીં થાય.

મહીસાગર  જિલ્લાનો ભાદર ડેમ ત્રણ વર્ષ બાદ આ વર્ષે 100 ટકા જેટલો ભરાયો છે. જેને કારણે કાંઠા પરના 7 ગામોને એલર્ટ પર મૂકાયા છે. ભાદર ડેમમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. તેમજ ખાનપુર અને વીરપુર તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે પુરતુ પાણી મળશે. ભાદર ડેમ હાલ 123થી પણ વધુ સપાટી સુધી ભરાઈ ગયો છે. જે ભયજનક સપાટીને પાર કરવામાં માત્ર 1 ફૂટ દૂર છે. ત્યારે સિંચાઈ વિભાગના જણાવ્યા મુજબ, આજે રાત્રિ દરમિયાન પણ ડેમના ગેટ ખોલવાની ફરજ પડી શકે તેમ છે. 

છેલ્લા ત્રણ વર્ષમાં ઓછા પડેલા વરસાદના કારણે ભાદર ડેમ માત્ર 40 થી 50 ટકા જેટલો જ ભરાતો હતો. ગત વર્ષના ઉનાળાની શરૂઆત બાદ જ ડેમમાં માત્ર 7 ટકા જેટલું જ પાણી ઉપલબ્ધ હતુ. જેને લઈને ખાનપુર તેમજ વીરપુર તાલુકાના ખેડુતો માટે સિંચાઈ તેમજ પીવાના પાણી વિશે અનેક સવાલો ઉભા થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

આંધ્રપ્રદેશ વિધાનસભાના પૂર્વ સ્પીકર કોડેલા શિવ પ્રસાદે કરી આત્મહત્યા

ચીન અને બાંગ્લાદેશની સાથે મળીને કામ કરશે ભારતનું આયુષ મંત્રાલય