1. Home
  2. Political
  3. ભીમા કોરેગાંવ હિંસા: નક્સલીઓ સાથે સાંઠગાંઠની શંકા હેઠળ એક્ટિવિસ્ટ આનંદ તેલતુંબડેની ધરપકડ
ભીમા કોરેગાંવ હિંસા: નક્સલીઓ સાથે સાંઠગાંઠની શંકા હેઠળ એક્ટિવિસ્ટ આનંદ તેલતુંબડેની ધરપકડ

ભીમા કોરેગાંવ હિંસા: નક્સલીઓ સાથે સાંઠગાંઠની શંકા હેઠળ એક્ટિવિસ્ટ આનંદ તેલતુંબડેની ધરપકડ

0

ગત વર્ષ પહેલી જાન્યુઆરીએ પુણેના ભીમા કોરેગાંવમાં થયેલી હિંસાના મામલામાં સામાજિક કાર્યકર્તા અને દલિત સ્કોલર આનંદ તેલતુંબડેની પુણે પોલીસે મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. આનંદ તેલતુંબડેની નક્સલીઓ સાથે સંબંધ હોવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

આનંદ તેલતુંબડેને ધરપકડ બાદ પુણે લઈ જવામાં આવ્યા છે. અહીં તેમનું મેડિકલ ચેકઅપ કરાવી લેવામાં આવ્યું છે અને બાદમાં તેમને લાશ્કર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. તેમની બપોરે બે વાગ્યે કોર્ટમાં પેશીની પ્રક્રિયા કરવામાં આવશે.

આ પહેલા શુક્રવારે પુણે સેશન કોર્ટે તેલતુંબડેની આગોતરા જામીન અરજીને રદ્દ કરી હતી. તેના પછી તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમની આગોતરા જામીનને રદ્દ કરતા કોર્ટે કહ્યું હતું કે તપાસ અધિકારીઓની પાસે તેલતુંબડે વિરુદ્ધ પુરતા પુરાવા છે. મહત્વપૂર્ણ છે કે કેટલાક સમય પહેલા પુણે પોલસે તેલતુંબડેના ગોવા ખાતેના નિવાસસ્થાન પર પણ દરોડાની કાર્યવાહી કરી હતી. જેમાં પોલીસને ઘણાં મહત્વપૂર્ણ પુરાવા પણ હાથ લાગ્યા હતા.

આ મામલામાં પુણે પોલીસે પહેલા જ વરવરા રાવ, અરુણ ફરેરા, સુધા ભારદ્વાજ, ગૌતમ નૌલખા અને વેરનોન ગોંજાલ્વિજ જેવા કેટલાક ડાબેરી વિચારકોની પહેલા જ ધરપકડ કરી છે.

મહત્વપૂર્ણ છે કે 31 ડિસેમ્બર-2017ના રોજ ભીમા કોરેગાંવમાં પેશ્વાઓ પર મ્હાર રેજિમેન્ટની જીતના બસ્સો વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં પુણેના શનિવારવાડામાં યલ્ગાર પરિષદે એક ઉજવણીના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમાં સુધીર ધાવલે, ભૂતપૂર્વ ન્યાયાધીશ બી. જી. કોલ્સે પાટિલ સિવાય અન્ય ઘણાં સંગઠનો દલિતો અને લઘુમતીઓ પર હાલની સરકારના અત્યાચારના દાવાઓ સાથે એકઠા થયા હતા. આ જશ્નના બીજા દિવસે જ ભીમા કોરેગાંવમાં હિંસા થઈ હતી.

ભીમા કોરેગાંવની લડાઈનો ઈતિહાસ

એક જાન્યુઆરી-1818ના રોજ કોરેગાંવ ભીમામાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની અને પેશ્વાની સેના વચ્ચે લડાઈ હતી. આ લડાઈની ખાસિયત એ હતી કે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ઝંડા તળે 500 મ્હાર સૈનિકોએ પેશ્વા બાજીરાવ-2ની 25 હજાર સૈનિકોની ટુકડીનો સામનો કર્યો હતો. તેમને પેશ્વા પોતાની સૈન્ય ટુકડીઓમાં સામેલ કરતા ન હતા, કારણ કે તે સમયે મ્હાર અછૂત જાતિ માનવામાં આવતી હતી. મ્હારોએ પેશ્વાને કહ્યુ હતુ કે તેઓ તેમના તરફથી લડવા ઈચ્છે છે, પરંતુ પેશ્વાએ તેમના આગ્રહને ઠુકરાવી દીધો હતો. બાદમાં અંગ્રેજો અને મ્હારોએ સાથે મળીને પેશ્વાના સૈનિકો વિરુદ્ધ આ લડાઈ લડી હતી અને પેશ્વાની સેનાને હરાવી હતી.

LEAVE YOUR COMMENT