1. Home
  2. Trump
  3. અમેરિકાની રાષ્ટપતિ ચૂંટણીમાં વેક્સિન બન્યો મહત્વનો મુદ્દો, ડેમોક્રેટ ઉમેદવારે કરી આ વાત
અમેરિકાની રાષ્ટપતિ ચૂંટણીમાં વેક્સિન બન્યો મહત્વનો મુદ્દો, ડેમોક્રેટ ઉમેદવારે કરી આ વાત

અમેરિકાની રાષ્ટપતિ ચૂંટણીમાં વેક્સિન બન્યો મહત્વનો મુદ્દો, ડેમોક્રેટ ઉમેદવારે કરી આ વાત

0

નવી દિલ્લી: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને બંન્ને પાર્ટીના શાબ્દિક યુદ્ધ પણ શરૂ થઈ ગયા છે. આવા સમયમાં અમેરિકાના ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર જો બાઈડને કહ્યું કે જો તેઓ રાષ્ટ્રપતિ બનશે તો અમેરિકામાં કોરોનાવાયરસની વેક્સિન મફત આપવામાં આવશે.

તે વાતમાં કોઈ શંકા નથી કે કોરોનાવાયરસને મુદ્દો બનાવીને અમેરિકામાં ચૂંટણી લડવામાં આવી છે પરંતુ બાઈડને એવુ પણ કહ્યુ કે કોરોનાવાયરસ પર કાબૂ મેળવવામાં ટ્રમ્પ પ્રશાસન તદ્દન રીતે નિષ્ફળ રહ્યું છે.

જો બાઈડના નિવેદનો પર જવાબ આપતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કહ્યું કે તેમની સરકારે કોરોનાવાયરસ સામે સારી રીતે લડત આપી છે.

બાઇડને આ રેલીમાં આગળ કહ્યું, હું વિશ્વાસ આપું છું કે ફેડરલ સરકાર આ વેક્સિનની સંપૂર્ણ ખરીદી કરશે. જેમને તેની જરૂરિયાત છે તેમને પહેલા આ વેક્સિન આપવામાં આવશે. બાઇડને ટ્રમ્પ પર મહામારીની મજાક ઉડાવવાનો અને ગંભીરતાથી ન લેવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું, આપણી સામે મોટું જોખમ છે. આવતા શિયાળામાં વાયરસ વધુ જોખમી સાબિત થઈ શકે છે. અમેરિકાએ આ માટેની તૈયારી કરવાની રહેશે.

હાલના સમયમાં જોવા જઈએ તો માત્ર કોરોનાવાયરસ જ સમગ્ર દુનિયા સામે ચીંતાનો વિષય નથી પણ કોરોનાવાયરસ કયા દેશના કારણે ફેલાયો છે તેને ધ્યાનમાં રાખવુ પણ જરૂરી છે. કોરોનાવાયરસ મહામારીના સમયમાં પણ ચીને ઓસ્ટ્રેલિયા, ભારત, તાઈવાન અને અમેરિકા જેવા દેશો સાથે સંબંધ બગાડ્યો છે. તો સમગ્ર વિશ્વએ કોરોના સામે લડત આપવી તો જરૂરી છે જ પરંતુ આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ વિશે પણ વિચારવુ જરૂરી છે.

_Vinayak

LEAVE YOUR COMMENT