Bolly woodગુજરાતી

‘ચૂપકે ચૂપકે’ ફિલ્મને 46 વર્ષ પુરા થતા બિગબીએ ફોટો શેર કરીને ફિલ્મ વિશે જણાવી આ ખાસ વાત

  • બિગબીએ ચૂપકે ચૂપકે ફિલના ફોટો શેર કર્યા
  • આજે ફિલ્મ રિલીઝ થવાને 46 વર્ષ થયા પુરા
  • બિગબીના ઘર ‘જલસા’માં થયા છે કેટલીક ફિલ્મના શૂટિંગ

મુંબઈ – બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન હંમેશા  સોસિયલ મીડિયામાં એક્ટિવ રહેતા સુપર સ્ટાર છે,તેઓ તેમની પોસ્ટને લઈને હંમેશા કંઈકને કંઈક ચર્ચામાં રહે છે, સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા બિગબીના ચાહકો પણ તેમની પોસ્ટ પર તરત જ કોમેન્ટ કરવા આતૂર બનતા હોય છે.

બિગબી  સોશિયલ મીડિયા દ્વારા કેટલીક રસપ્રદ વસ્તુઓ વિશે પણ માહિતગાર કરતા રહે છે. ત્યારે હવે કોમેડી ડ્રામા ફિલ્મ ‘ચૂપકે ચૂપકે’ના રિલીઝના 46 વર્ષ પૂરા થવા પર તેમણે એક રસપ્રદ વાત શેર કરી  છે.

બિગ બીએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે, જે ‘ચૂપકે ચૂપકે’ માટે સેટનો છે. આ ફોટો શેર કરીને તેમણે કેપ્શનમાં તેની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવી હતી. તેમણે લખ્યું છે કે ‘હર્ષિકેશ મુખર્જીએ બનાવેલી આપણી ફિલ્મને 46 વર્ષ થયાં છે… !! ફોટોમાં તમે જે ઘર જોઈ રહ્યા છો મકાન બિલ્ડર એન.સી.સિપ્પીનું ઘર છે… અમે  તેને ખરીદેલું પછી તે વેચી દીધુ હતું ,પછી ફરી તે ખરીદીને  ફરીથી બનાવ્યું હતું… આ હવે અમારું ઘર જલસા છે !! અહીં ઘણી ફિલ્મોનું શૂટિંગ થયું છે … આનંદ, નમક હરામ, ચૂપકે ચૂપકે, સત્તે પે સત્તા, અને ઘણી બધી બીજી… ’

ફિલ્મ ચૂપકે ચૂપકેને ઘણા વર્ષો થયા છે. હર્ષિકેશ મુખર્જી દિગ્દર્શિત, કaમેડી ડ્રામા ફિલ્મ 1975 માં રિલીઝ થઈ હતી. ધર્મેન્દ્ર, શર્મિલા ટાગોર, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અસરાની, ઓમપ્રકાશ, ડેવિડ જેવા કલાકારોથી સજ્જ આ ફિલ્મે બક્સ ઓફિસ પર નવા રેકોર્ડ સર્જ્યા હતા. ફિલ્મે બોક્સ ઓફિસ પર 2.22 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ધર્મેન્દ્ર અને અમિતાભની કોમિક ટાઇમિંગએ પ્રેક્ષકોને ખૂબ જ મનોરંજન આપ્યું હતું.

તમને જણાવી દઇએ કે અમિતાભ-જયાની જોડીએ ‘ઝંઝીર’, ‘અભિમાન’, ‘ચૂપકે ચૂપકે’, ‘મિલી’, ‘શોલે’ અને ‘કભી ખુશી કભી ગમ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તાજેતરમાં જ બિગ બીએ પોતાના બ્લોગમાં તેમના પુત્રની ફિલ્મ ‘બિગ બુલ’ નો ઉલ્લેખ કર્યો હતો.આમ તેઓ કોઈને કોઈ માહિતી સાથે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતા સ્ટાર છે.

સાહિન-

Related posts
SPORTSગુજરાતી

હવે એબી ડિવિલિયર્સ ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં કરે વાપસી, ક્રિકેટ ફેન્સમાં નારાજગી

એબી ડિવિલિયર્સની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસીની અટકળોનો આવ્યો અંત હવે એબી ડિવિલિયર્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં કરે વાપસી સંન્યાસ બાદ એબી ડિવિલિયર્સ હવે મેદાન…
Regionalગુજરાતી

તાઉ-તે વાવાઝોડું અમદાવાદને ધમરોળીને ઉત્તર ગુજરાત તરફ આગળ વધ્યુઃ કુલ 9ના મોત

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડું અમદાવાદને ધમરોળ્યા બાદ ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. સમીસાંજ બાદ પાટણમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે.તેમજ બનાસકાંઠાંમાં…
ENTERTAINMENTગુજરાતી

ફિલ્મોમાં માતાનો અભિનય કરનારી અભિનેત્રી રીમા લાગુની પુણ્યતિથીઃ કેરિયરની શરૂઆત મરાઠી ફિલ્મોથી કરી હતી

મુંબઈઃ હિન્દી ફિલ્મોમાં માતાનો અભિનય કરીને લોકપ્રિય થયેલી અભિનેત્રી રીમા લાગુની આજે પુણ્યતિથી છે. વર્ષ 2017માં આજના જ દિવસે હાર્ટ એટેકથી તેમનું…

Leave a Reply