1. Home
  2. Regional
  3. બિલ્કિશબાનુ કેસઃ નિવૃત્તિના એક દિવસ પહેલા જ IPS અધિકારી સસ્પેન્ડ
બિલ્કિશબાનુ કેસઃ નિવૃત્તિના એક દિવસ પહેલા જ IPS અધિકારી સસ્પેન્ડ

બિલ્કિશબાનુ કેસઃ નિવૃત્તિના એક દિવસ પહેલા જ IPS અધિકારી સસ્પેન્ડ

0

અમદાવાદઃ ગુજરાતમાં કોમી તોફાનો દરમિયાન સર્જાયેલા ચકચારી બિલ્કીશ બાનુ કેસમાં નિવૃતિના એક દિવસ પહેલા જ આઈપીએસ આર.એસ.ભગોરાને સરકાર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દાડોહના તબીબ દંપતિને પણ બરતરફ કરવાનો સરકારે આદેશ કર્યો છે.

ગુજરાતમાં 2002માં ફાટી નીકળેલા રમખાણોમાં દાહેદમાં અનેક લોકો માર્યા ગયા હતા. બિલ્કીશબાનુ કેસ સહિત આ મામલે પોલીસ બાદ CBIએ તપાસ હાથ ધરી હતી.જેમાં સુપ્રિમ કોર્ટે આરોપી અધિકારી અને ડોક્ટર કેમ કાર્યવાહી કરાઈ નથી એવો સવાલ કરતા સરકારે આઈપીએસ આર.એસ.ભગોરા અને દાહોદના ડોક્ટર દંપતીને બરતરફ કર્યા હતા.

સરકારે આઈપી.એસ ભગોરા ઉપરાંત દાહોદના ડોક્ટર દંપતી અરૃણ પ્રકાશ અને સંગીતા પ્રકાશને બરતરફ કર્યા હતા. તોફાનો દરમિયાન માર્યા ગયેલા લોકોની ઓળખ ન થતા પોલીસે તેમની દફનવિધી કરી દીધી હતી. જોકે આ મામલે આક્ષેપો થતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રિમ કોર્ટના આદેશથી CBIએ તપાસ હાથ ધરી હતી. CBIએ આ સંદર્ભે આઈપીએસ અધિકારી આર.એસ.ભગોરા, ડીવીયએસપી આર.ઓ.ભાભોર, પી.આઈ. બી.આર.પટેલ, આઈ.એ.સૈયદ તથા હેડ કોન્સ્ટેબલ નરપત પટેલની ધરપકડ કરી હતી. મુબઈની વિશેષ કોર્ટમાં આ કેસ ચાલતા કોર્ટે તમામ પોલીસ અધિકારીઓ અને ડોક્ટર દંપતીને નિર્દોષ છોડી મુક્યા હતા.

CBIએ કોર્ટના આ આદેશને મુંબઈ હાઈકોર્ટમાં પડકારતા કોર્ટે તમામને દોષી ઠરાવ્યા હતા. બીજીતરફ આરોપીઓએ જેલમાં કાચા કેદી તરીકે પસાર કરેલા ચાર વર્ષને સજા ગણીને દંડ ભરવા કહ્યું હતું. બે પોલીસ ઈન્સ્પેકટરો વય મર્યાદાને કારણે નિવૃત થઈ ગયા હતા જ્યારે કોન્સ્ટેબલને સરકારે બરતરફ કર્યો હતો. આઈપીએસ ભગોરા અમદાવાદમાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા હતા. સુપ્રિમ કોર્ટમાં સુનાવણી વખતે જે પોલીસ અધિકારીઓને સજા થઈ છે તે કઈ રીતે ફરજ બજાવે છે  અને નિવૃત થયેલાઓ સામે શું કાર્યવાહી થઈ છે, તેવો મુદ્દો ઉભો કરવામાં આવ્યો હતો. જેને પગલે સરકારે ભગોરાને નિવૃતિ પહેલા બરતરફ કર્યા હતા અને ડોક્ટર દંપતી અરૃણ અને સંગીતાને પણ બરતરફ કર્યા હતા. તે સિવાય સરકારે તમામ આરોપી પોલીસ અધિકારીઓને મળવાપાત્ર પેન્શન સંપુર્ણ રીતે બંધ કરી દેવાનો આદેશ આપ્યો હતો.

tags:

LEAVE YOUR COMMENT