1. Home
  2. ગુજરાતી
  3. મશહુર ગાયક મોહમ્મદ અઝીઝનો જન્મ દિવસઃ સંગીત પ્રેમીઓના દીલમાં હજુ હયાત
મશહુર ગાયક મોહમ્મદ અઝીઝનો જન્મ દિવસઃ સંગીત પ્રેમીઓના દીલમાં હજુ હયાત

મશહુર ગાયક મોહમ્મદ અઝીઝનો જન્મ દિવસઃ સંગીત પ્રેમીઓના દીલમાં હજુ હયાત

0

બોલીવુડની દુનિયાના મશહુર ગાયક “મોહમ્મદ અઝીઝ” કે જેઓને મોહમ્મદ રફી સાહેબના ક્લોનના રૂપમાં ઓળખવામાં આવતા,  જેમણે 64 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધો હતો અને પોતાનો અવાજનો જાદુ ચાહકો પર છોડી ગયા હતા.

મશહુર સિંગરનું જો નામ લેવામા આવેતો તો મોહમ્મદ રફી સાહેબની સાથે સાથે મોહમ્મદ અઝીઝ સાહેબને યાદ કરવા જ રહ્યા, બોલીવુડની દુનિયામાં 80 પહેલાનો દાયકો એટલે સંગીતના સુરતાજનો દાયકો ગણવામાં આવતો. આ સમયમાં મશહુર ગાયકોના આકસ્મિક મોતને લઈને એક સન્નાટો છવાઈ જતો હતો. 80ના દાયકા પેહલા જ મશહુર સિંગર મુકેશ ફાની દુનિયાને અલવિદા કહી ચુક્યા હતા જ્યારે દાયકાની શરુઆતમાં જ લોકોના દિલની ધડકન, લોકોના દિલનો અવાજ ગણાતા એવા મોહમ્મદ રફી પણ દુનિયા છોડી ગયા અને પછી સિંગર જગતમાં એક માયુસી છવાઈ ગઈ. હવે આ સમયમાં એક કિશોર કુમાર હતા જે દર્શકોને પોતાના અવાજથી પોતાના દિવાના બનાવતા હતા, પરતું મોહમ્મદ રફી સાહેબ દુનિયાને અલવિદા કરવાથી એક મશહુર સિંગરની ખોટ વર્તાઈ હતી. માત્ર કિશોરકુમાર જ સંગીત જગતમાં લીડ કરી રહ્યા હતા ત્યારે મોહમ્મદ અઝીઝ સાહેબે પોતાના અવાજનો જાદુ ચલાવ્યો અને રફી સાહેબની કમીને પુરી કરવા આગળ આવ્યા તે સમયે રફી સાહેબની કમી પુરી કરવી એટલે ખુબજ મુશ્કીલ કાર્ય હતુ પરંતુ અઝીઝ સાહેબે આ જીમ્મેદારી જાણે પોતાના શિર લીધી.
2જી જુલાઈ એટલે અઝીઝ સાહેબનો જન્મ દિવસ, તો આ દિવસે અઝીઝ સાહેબને યાદ કરવું કેમ કરી ભુલાઈ. મોહમ્મદ અઝીઝ સાહેબે પોતાની મખમલી અવાજનો જાદુ ચલાવી લોકોને પોતાના ચાહક બનાવી લીધા હતા અને આજે અટલે જ કહેવાઈ છે કે મોહમ્મદ રફી સાહેબની જગ્યા એ જો કોઈ આવ્યું હોઈ તો તે અઝીઝ સાહેબ છે

 મોહમ્મદ અઝિઝ સાહેબે બોલીવુડ જગતમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે તો પોતાના અવાજના જાદુથી આજે પણ ચાહકોને પોતાની યાદ તાજી કરાવે છે . અઝીઝ સાહેબનો જન્મ 1954માં પશ્રિમ બંગાળમાં થયો હતો તેમણે બોલીવુડ  તેમજ બંગાલી, ઉડિયા અને અન્ય ભાષાઓમાં સંગીત આપ્યુ હતું તેઓ શરુઆતથી જ રફી સાહેબના ફેન હતા. બોલીવુડ જગતમાં અઝીઝ સાહેબને બ્રેક આપવામાં સૌથી મોટો ફાળો અન્નુ મલિકનો છે. સુપર સ્ટાર બિગબીની ફિલ્મ મર્દનું ટાઈટલ સોંગ આપ્યા બાદ તેઓ રાતોરાત ફેમસ બની ગયા. એમ કહી શકાય કે  “મે હું મર્દ તાંગે વાલા” થી તેમણે સફળતાની સીડી પાર કરી

જો અઝિઝ સાહેબની સંગીતની શરુઆતની વાત કરીયે તો  તેમણે પોતે એક નાની રેસ્ટોરંટમાં પોતાની ગાયિકીથી થી ચાહકોને મનોરંજન કરાવતા હતા અને કરીયરની શરિઆત કરી હતી  બસ આ સમય દરમિયાન તેઓ  એ લોકોના દિલ જીતી લીધા હતા. જ્યારે એક સમયે ફિલ્મ નિર્દેશક મનમોહન દેસાઈનું ધ્યાન અઝીઝ સાબેહ બાજુ પડ્યું અને તેમની મુલાકાત થઈ . મનમોહને અઝીઝ સાબેબને અન્નુ મલિક સાથે મુલાકાત કરાવી અને બસ ત્યારથી શરુ થયો અઝિઝ સાહેબનો સંગીતનો સુરીલો સફળ સફર.  એક તરફ ‘મર્દ’ ફિલ્મના સોંગ શબ્બીર કુમારે ગાયા તો બીજી બાજુ આજ ફિલ્મનું એક ટાઈટલ સોંગ અઝીઝ સાબેબના ભાગે આવ્યું અને આ  સોંગથી અઝીઝ સાહેબના જીવનને એક નવો વળાંક મળ્યો, તેમનુ આ સોંગ ફેમસ બન્યું અને તેમણે ચાહકોના દિલ જીત્યા. 64 વર્ષની વયે તેમણે દુનિયાને અલવિદા કહ્યું.

27 નવેમ્બર 2018ના રોજ  હાર્ટની પ્રોબલેમના કારણે તેઓને નાનાવટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યા  તેમનું મોત થયું  અને બોલિવુડ જગતમાંથી વધુ એક મશહુર સિંગર અલવિદા પામ્યાં .અઝીઝ સાહેબે  મર્દ સિવાઈ ત્રિવેદી ,આદમી ખિલૌના હે ,ચાલબાઝ ,ખુદા ગવાહ અને બીવી હો તો એસી , જેવી અનેક ફિલ્મોના સોંગમાં પોતાનો અવાજ આપ્યો , આજે ભલે તેઓ હયાત નથી પરંતું તેમનો સુરીલો અવાજ આજે પણ લોકોના કાનમાં ગુંજે છે અને તેમની યાદને તાજી કરાવે છે .બોલિવુડ જગતમા આજે આવા સિંગરોની ખોટ સાલે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.