1. Home
  2. ગુજરાતી
  3. શ્વેત ક્રાંતિના પિતા વર્ગીઝ કુરિયનનો જન્મ દિવસ – જેમણે દૂઘ ઉત્પાદનમાં ભારતને પ્રથમ સ્થાન અપાવ્યું
શ્વેત ક્રાંતિના પિતા વર્ગીઝ કુરિયનનો જન્મ દિવસ – જેમણે દૂઘ ઉત્પાદનમાં ભારતને પ્રથમ સ્થાન અપાવ્યું

શ્વેત ક્રાંતિના પિતા વર્ગીઝ કુરિયનનો જન્મ દિવસ – જેમણે દૂઘ ઉત્પાદનમાં ભારતને પ્રથમ સ્થાન અપાવ્યું

0
  • શ્વેત ક્રાંતિના પિતા ગણાતા વર્ગીઝ કુરિયનનો જન્મ દિવસ
  • નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે આજનો દિવસ
  • ભારતમાં દુઘ ઉત્પાદનના પિતા તરીકે ઓળખાયા
  • પોતે ક્યારેય દુઘ નહોતા પીતા કુરિયન
  • ભેંસના દુઘમાંથી પાવડર બનાવવાની શરુઆત કરી

કેરલના કોઝિકોડમાં 29 નવેમ્બર 1921મા જન્મેલા ભારતની શ્વેત ક્રાંતિના જનક ડો,વર્ગીઝ કુરિયન,કે જેમણે દૂઘની અછત સામે ઝઝુંમતા આપણા ભારત દેશને વિશ્વમાં સૌથી વઘુ દુધ ઉત્પાદન કરનારા દેશ બનાવવામાં મોટી અને મહત્વની ભૂમિકા ભજવી છે.જેના કારણે તેમના જન્મ દિવસને ભારતમાં ‘નેશનલ મિલ્ક ડે’ તરીકે ઉજવવામાં આવે છે.જેની શરુઆત વર્ષ 2014મા કરવામાં આવી હતી.

વર્ગીઝ કુરીયનને ઓપરેશન ફ્લડ અટલે કે શ્વેત ક્રાંતિના પિતા કહેવામાં આવે છે,9 સપ્ટેમ્બર વર્ષ 2012મા તેમનું નિઘન થયું હતું. કુરિયનની આગેવાની હેઠળ ચાલી રહેલા ઓપરેશન ફ્લડ મારફતે જ ભારત વિશ્વમાં દૂઘ ઉત્પાદનની દ્રષ્ટિએ પ્રથમ દેશ બન્યો છે,ઓપરેશન ફ્લડ એ વિશ્વનું સૌથી મોટો ડેરી લક્ષી વિકાસનો પ્રોગ્રોમ હતો જેના કારણે ભારતભરમાં દૂઘ ઉત્પાદનમાં વઘારો થયો અને જે આપણે જોઈજ શકીએ છીએ કે,ભારતદેશ કેટલી ઊંચાઈએ પહોંચ્યો છે.વર્ગીઝ કુરિયને ચેન્નઈના લોયલા કૉલેજમાંથી વર્ષ 1940મા વિજ્ઞાનમાં ગ્રેજ્યૂએટ થયા હતા અને ચેન્નાઈની જ જીસી એન્જિનિયરિંગ કૉલેજમાં એન્જિનિયરિંગની પદવી મેળવી હતી.

અમૂલની શરુઆત કઈ રીતે થઈ, ચાલો કરીએ એક નજર

વર્ગીઝ કુરીયને અમૂલની સ્થાપના કરી હતી,તેમનું એક સપનું હતું કે દેશને દૂઘ ઉત્પાદનના ક્ષેત્રમાં આત્મનિર્ભર કરવાની સાથે ખેડૂતોની જે હાલત હતી તેને સુઘારવાની પણ હતી. તેમનું વ્યાવસાયિક જીવન સહકારી દ્વારા ભારતીય ખેડુતોને સશક્ત બનાવવા માટે સમર્પિત હતું.વર્ષ 1949મા કૈરા જીલ્લા સહકારી દૂઘ ઉત્પાદક સંઘ લિમિટેડના અઘ્યક્ષ ત્રિભુવન દાસ પટેલના કહેવા પર તેમણે ડેરીનું કામ સંભાળ્યું તે સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલની પહેલથી આ ડેરીની સ્થાપના કરવામાં આવી.

વર્ગીઝ કુરીયનના નેતૃત્વમાં કો-ઓપરેટિવની દિવસ રાત પ્રગતિ થવા લાગી,દેશના દરેક ગામમાં KDCMPULની કો-ઓપરેટિવ સોસાયટીઓ બનવા લાગી,દૂઘ એટલા પ્રમાણમાં એકઠું થવા લાગ્યું કે તેમની આપુર્તિ મુશ્કીલ બની,આ સમ્ય્યાનું નિવારણ લાવવા માટે દૂઘ પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો,જેના કારણે દુધને સંગ્રહિત કરી શકાય,જોત જોતામાં આણંદના પાડોશી જીલ્લામાં પણ કો-ઓપરેટિવનો પ્રસાર પ્રચાર થવા લાગ્યો.

ડોક્ટર કુરિયન KDCMPULને કોઈ સરળ અને સહજ નામ આપવા માંગતા હતા,ત્યારે તેમના કર્મચારીઓએ તેમને અમૂલ નામનો પ્રસ્તાવ આપ્યો,અમૂલ નામનો અર્થ અનમોલ હોય છે, અને છેવટે અમૂલ નામ પર પસંદગી ઉતારવામાં આવી હતી,ત્યારે આજે આપણે બધા જોઈએ જ છે કે અમૂલ ક્યાથી ક્યા પહોંચ્યુ છે.દેશભરમાં અમૂલે ખ્યાતિ મેળવી છે,દેશના ખુણે ખુણામાં આજે અમૂલની દેરક ચીજ વસ્તુઓને લોકો પસંદ કરે છે અને રાજીંદા જીવનમાં ઉપયોગ કરે છે,

ભારતમાં ભેંસના દૂઘમાંથી સો પ્રથમ વાર પાવડર બનાવવાની પ્રકિયા શરુ કરવામાં આવી

સામાન્ય રીતે દૂઘને પાવડરનું ટ્રાંસફોર્મ આપવું એટલે અઘરી જ વાત કેહવાય અને આ વિચાર આવ્યો કુરિયનને,પહેલા ગાયના દૂઘમાંથી પાવડર બનાવવામાં આવતો હતો,તે સમયે ભેંસના દૂઘમાંથી પાવડર બનાવવાની રીત હજુ શોઘવામાં નહોતી આવી,ત્યાર બાદ આ પ્રોજેકટ હાથ ઘરવામાં આવ્યો,ભેંસના દૂઘમાંથી પાવડર બનાવવાનું કામ હાથ ઘરવામાં આવ્યું,વર્ષ 1955મા વિશ્વમાં પ્રથમવાર ભેંસના દૂઘમાંથી પાવડર બનાવવાની ટેકનિકનો  કૈરા ડેરીમાં 1955મા પ્લાન્ટ લગાવવામાં આવ્યો જે અમૂલની ખુબ મોટી સફળતા હતી.

ઓપરેશન ફ્લડની શરુઆત ક્યારે ને કંઈ રીતે થઈ,વાંચો

ઓપરેશન ફ્લડ કાર્યક્રમ 1970મા શરુ થયું,આ કાર્યક્મ હેઠળ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતોના વિકાસને સ્વંય દિશા આપવાની સહાયતા કરી,તેના સંસાઘનોનું કંટ્રોલ તેમના હાથમાં સોંપવામાં આવ્યું,  રાષ્ટ્રીય દુગ્ઘ ગ્રિડ દેશના દૂઘ ઉત્પાદકોને 700થી વધુ શહેરો અને નગરોના ઉપભોક્તાઓ સાથે જોડે છે.

અમૂલની સફળતાથી પ્રભાવિત થઈને તે સમયના પ્રઘાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી દ્રારા અમૂલના મોડેલને અનેક સ્થાનો પર વિકસાવવા માટે રાષ્ટ્રીય દુગ્ઘ વિકાસ બોર્ડનું ગઠન કરવામાં આવ્યું અને ડોક્ટર કુરીયનને આ બોર્ડનું અઘ્યક્ષ સ્થાન સોંપવામાં આવ્યું,ત્યાર બાદ એનડીડીબીના અઘ્યક્ષના રુપમાં તેમણે ભારતને વિશ્વમાં સૌથી મોટો દૂઘ ઉત્પાદન દેશ બનાવવા માટે ઓપરેશન ફ્લડની આગેવાની કરી અને અમૂલને ઘર-ઘર સુઘી પ્રચલીત બનાવ્યું,તેઓ વર્ષ 1973થી 2006 સુઘી ઈન્સ્ટિટ્યૂટ ઓફ રુરલ મેનેજમેન્ટના અઘ્યક્ષ સ્થાને રહ્યા હતા.

એનડીડીબીએ 1970 માં ‘ઓપરેશન ફ્લડ’ની શરૂઆત કરી જેમાં ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બન્યો. કુરિયન 1965 થી 1998 દરમિયાન 33 વર્ષ એનડીડીબીના અધ્યક્ષ તરીકે રહ્યા. 60ના દાયકામાં, ભારતમાં દૂધનો વપરાશ 2 કરોડ ટન હતો, તે વર્ષ 2017-18માં  17.6 કરોડ ટન પર પહોંચી ગયો .ત્યારે આજે અમૂલના ઉત્પાદનમાં દૂધ,દહી,છાંસ,મિલ્ક પાવડર,બટર,ચીઝ,બિસ્કિટ,ચોકલેટ,આઈસ્ક્મ,ઘી,શ્રીખંડ વગેરે જેવી ચીજ વસ્તુઓનું ભરપુર માર્કેટ જોવા મળે છે.દેશભરના નાના-નાના ગામડાઓમાં પણ જે અમૂલની બોલબાલા જોવા મળે છે,ભારત દેશમાં આજે મૂલ ક મોટી બ્રાંડ બનીને ઊભરી આવ્યું છે.જેનો પ્લાન્ટ ગુજરાતના આણંદમાં જોવા મળે છે,

.કુરિયનના અંગત જીવન સાથે જોડાયેલી એક રસપ્રદ વાત એ છે કે દેશમાં ‘શ્વેત ક્રાંતિ’ લાવનાર અને ‘મિલ્કમેન ઑફ ઈન્ડિયા’ તરીકે જાણીતા આ વ્યક્તિ પોતે ક્યારેય દૂધ નહોતા પીતા. તે કહેતા હતા કે , ‘હું દૂધ નથી પીતો કારણ કે મને તે ગમતું નથી.’ ભારત સરકારે તેમને તેમની સફળતાને ઘ્યાનમાં લઈને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા. તેઓને સામૂહિક નેતૃત્વ રેમન મેગ્સેસે એવોર્ડ, કાર્નેગી વોટલર વર્લ્ડ પીસ ઇનામ અને યુ.એસ. ના આંતરરાષ્ટ્રીય પર્સન ઓફ ધ યર સન્માનથી પણ નવાજવામાં આવ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.