1. Home
  2. ગુજરાતી
  3. આર્મી જવાનનો જન્મ દિવસ ફેરવાયો શહીદ દિવસમાં- નવપરણિતાએ પતિની ચિતાને આપ્યો અગ્નિદાહ
આર્મી જવાનનો જન્મ દિવસ ફેરવાયો શહીદ દિવસમાં- નવપરણિતાએ પતિની ચિતાને આપ્યો અગ્નિદાહ

આર્મી જવાનનો જન્મ દિવસ ફેરવાયો શહીદ દિવસમાં- નવપરણિતાએ પતિની ચિતાને આપ્યો અગ્નિદાહ

0
  • લગ્નના 8 દિવસ બાદ જ આર્મી જવાન સૌરભ શહીદી ઓરી ગયા
  • નવવઘુએ પતિની ચિતાને અગ્નિદાહ આપ્યો
  • સમગ્ર ગામમાં શોકનું મોજુ ફલી વળ્યું
  • શહીદ જવાનના 15 દિવસ પહેલા જ લગ્ન થયા હતા
  • નવવઘુએ મેંહદીવાળા હાથે પતિની ચિતાને અગ્નિદાહ આપ્યો

સામાન્ય રીતે આપણા પરિવારમાં કોઈ દીકરીના લગ્ન થયા હોય અને લગ્નના 8 દિવસની અંદર જ તેનો પતિ મૃત્યું પામે, તો પરિવારની અને પત્નીની પરિસ્થિતિ શું હશે,કદાચ તમે કલ્પના કરી શકો છો.દેશની સુરક્ષા માટે દિવસ રાત પરિવારથી દુર રહીને દેશની સેવા કરતા આર્મીના જવાનોના પરિવાર માટે આ અણઘાર્યા સમાચાર હૈયાફાટ રુદન જેવા હોય છે,જેમાં પરિવારને ડર સતાવતો હોય છે કે પોતાનો પુત્ર દેશની રક્ષા કરતો કરતો શહીદી પણ ઓરી જશે ,પરંતુ આવા સમાચાર જ્યારે અચાનક મળે છે ત્યારે પરિવારની હાલત શું હોય છે આપણે તો ફક્ત વિચારી જ શકીએ છે,ત્યારે આવી જ એક ઘટના રાજસ્થાન આર્મી જવાનના પરિવાર સાથે બની છે.

રાજસ્થાનના ભરતપુરનો રહેવાસી 22 વર્ષીય સૌરભ કટારા આર્મીના 28મા રાષ્ટ્રીય રાઈફલમાં ભરતી હતા,જેમની ડ્યૂટી જમ્મૂ-કાશ્મીરના કુપવાડામાં હતી,જ્યા મંગળવારની રાત્રે તેઓ બોમ્બ બ્લાસ્ટમાં શહીદી ઓરી ગયા હતા.આ શહીદ જવાનના લગ્ન હજું થોડા દિવસ પહેલા 8 ડિસ્મબરના રોજ થયા હતા,લગ્ન બાદ તેઓ 16 ડિસ્મબરથી પોતાની ફરજ પર પરત ફર્યા હતા.

પોતાની પત્ની તેના પતિના જન્મ દિવસ પર તેને શુભેચ્છાઓ પાઠવવા માંગતી હ,તી તે સાથે જ પતિના મોતના સમાચાર આવ્યા.આર્મી જવાન શહીદ સૌરભ કટારાનો તે જ દિવસે જન્મ દિવસ હતો જે દિવસે તેઓ દેશની રક્ષા કરતા કરતા શહીદ થયા.

શહીદ જવાનનો પરિવાર તેના જન્મ દિવસની ઉજવણી કરવાની તૈયારીઓમાં જોતરાયો હતો, જો કે તેમને ક્યા ખબર હતી કે તેઓ જેના જન્મ દિવસની તૈયારીઓ કરી રહ્યા છે તેના મોતના સમાચાર તેમને થોડી જ ક્ષણોમાં મળવાના છે.પરિવારને જ્યારે પોતાનો પુત્ર શહીદ થવાના સમાચાર મળ્યા ત્યારે પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું.એક બાજુ જવાન શહીદ સૌરભના જન્મ દિવસની તૈયારીઓ થઈ રહી તો બીજી તરફ શહીદ જવાનના દેહ પર કફન ઓઢાડવામાં આવી રહ્યું હતું.

શહીદ સૌરભની અતિંમ વિદાઈમાં હજારો જનમેદની ઉમટી પડી હતી,તે સાથે હજારો લોકોની આંખોમાં આસું છલકાયા હતા, જ શહીદના પત્ની કે જેઓ માત્ર થોડા દિવસ પહેલા જ હજુ ઘરમાં નવવઘુ બનીને પ્રવેશ્યા હતા તેમણે દુખ સાથે પોતાના પતિને વિદાઈ આપી ચિતાને અગ્નિદાહ આપ્યો હતો, તે સાથે જ શહીદના માતા-પિતા અને પરિવારના લોકો પર આભ તૂટ્યુ હતું.

શહીદની પત્ની પૂનમ દેવી હજુ તો થોડા સમય પહેલાજ નવવઘુ બનીને ઘરમાં આવી હતી,હજુ તે પુરી રીતે લગ્નજીવનના સંસારમાં પડે તે પહેલા તો તેનો સંસાર ઉજડી ગયો હતો.દેશના માટે કુરબાની આપનાર પોતાના પતિની અંતિમ વિદાઈમાં પુનમ દેવી હિમ્મત સાથે સ્મશાન સુઘી પહોંચ્યા હતા ને પતિની ચિતાને અગ્નિદાહ આપ્યો હતો.આ દ્રશ્ય જોતા સૌ કીના ચહેરા નમ થયા હતા.

 શહીદ સૌરભ કટારાના પિતા નરેશ કટારા પણ આર્મીમાં હતા, જેઓ વર્ષ 2002મા નિવૃત થયા હતા,જેમણે 1999ના કારગગીલ યુદ્ધમાં પમ ભાગ લીઘો હતો,તે સાથે જ શહીદ સૌરભના બે ભાઈઓ પણ છે.શહીદ સૌરભ 20 નવેમ્બરના રોજ પોતાની બહેનના લગ્નમાં રજાઓ લઈને વતનમાં આવ્યા હતા,ત્યાર બાદ 8 ડિસેમ્બરના રોજ તેના પોતાના પણ લગ્ન હોવાથી તેઓ 15 ડિસેમ્બર સુઘી પરિવાર પાસે રોકાયા હતા અને 16 ડિસેમ્બરના રોજ તે પોતાની ડ્યૂટી પર પરત જતા રહ્યા હતા. માત્ર 8 દિવસની અંદરજ તેમના પરિવારને તેમના શહીદ થવાના સમાચાર મળ્યા.

સૌરભના પિતાએ પોતાના પુત્રના મોતના સમાચારને લઈને કહ્યું કે,તેમને ગર્વ છે કે તેમનો પુત્ર દેશ માટે શહીદ થયો છે,અને હું મારા બીજા પુત્રને પણ દેશની સેવા કરવા માટે આર્મીમાં મોકલવા ઈચ્છું છું. આ હોય છે દેશ માટે મરી પરવારવાની દેશભક્તિ અને દેશ માટેની લાગણી. 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.