1. Home
  2. Political
  3. શું મુસ્લિમ મતદાતા ભાજપને વોટ કરતો જ નથી, આંકડાના આયનામાં શું છે હકીકત?
શું મુસ્લિમ મતદાતા ભાજપને વોટ કરતો જ નથી, આંકડાના આયનામાં શું છે હકીકત?

શું મુસ્લિમ મતદાતા ભાજપને વોટ કરતો જ નથી, આંકડાના આયનામાં શું છે હકીકત?

0

મુસ્લિમ મતદાતા ક્યારેક કોંગ્રેસની પરંપરાગત વોટબેંક હતા. પરંતુ મંડલ-કમંડલના રાજાકરણની શરૂઆતની સાથે જ સમાજવાદી પાર્ટી અને બીએસપી જેવા પ્રાદેશિક પક્ષોના ઉભારને કારણે આ વોટબેંક કોંગ્રેસથી દૂર થઈ ગઈ હતી. યુપીમાં લાંબા સમયથી આ બંને પાર્ટીઓ મુસ્લિમ વોટ દ્વારા સત્તા પ્રાપ્ત કરી રહી છે. જ્યારે મંદિર આંદોલન બાદ ભાજપ પ્રત્યે આ વોટબેંકની ધારણા નકારાત્મક બની ગઈ છે. જ્યારે મંદિર આંદોલન બાદ ભાજપ પ્રત્યે મુસ્લિમ મતદાતાઓની ધારણા નકારાત્મક બની ગઈ હતી. જો કે 201માં ભાજપને લગભગ 8.5 ટકા મુસ્લિમ વોટ મળ્યા હતા. આ આંકડાના આયનામાં એક ચર્ચાનો વિષય છે કે શું ખરેખર મુસ્લિમ મતદાતા ભાજપને વોટ કરતા નથી?

ભાજપના નેતાઓનું કહેવું છે કે વિપક્ષી દળો મુસ્લિમ મતદાતાઓને ડર દેખાડીને તેમના વોટ પ્રાપ્ત કરે છે. જ્યારે ભાજપ સૌના સાથ-સૌના વિકાસના મંત્ર પર કામ કરી રહ્યું છે.

કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યુ હતુ કે મુસ્લિમ ભાજપને વોટ કરતા નથી, તેમ છતાં પાર્ટી તેમનો ખ્યાલ રાખે છે. રાજકારણના જાણકારોનું કહેવું છે કે આ એક સામાન્ય ધારણા છે કે મુસ્લિમો ભાજપ પર ભરોસો કરતા નથી અને તેઓ ભાજપને છોડીને કોઈપણ પક્ષને વોટ કરી શકે છે. પરંતુ એવું થતું નથી કે કોઈપણ ધર્મ અને જ્ઞાતિના વોટર કોઈપણ એક પક્ષને પસંદ કરતા હોય અથવા તેને એક ઝાટકે નકારતા હોય.

લોકસભા ચૂંટણીના એલાનની સાથે જ આખા દેશમાં વોટબેંકની ચર્ચા છે. જો આપણે વોટિંગના આંકડાની વાત કરીએ, તો લોકોની ધારણાથી વિપરીત  સ્પષ્ટ છે કે ચારથી સાત ટકા સુધી મુસ્લિમ મતદાતા ભાજપને વોટ આપે છે. સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલોપિંગ સોસાયટી એટલે કે સીએસડીએસના જણાવ્યા પ્રમાણે, 2014ની ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્તર પર લગભગ 8.5 ટકા જેટલા મુસ્લિમ વોટર્સે ભાજપને વોટ કર્યો હતો. ભાજપને આના પહેલા આટલું મોટું મુસ્લિમ મતદાતાઓનું સમર્થન ક્યારેય મળ્યું નથી. યુપીમાં તો 10 ટકા મુસ્લિમોએ 2014માં ભાજપને વોટ આપ્યો હતો.

2014માં મુસ્લિમ વોટર્સનું વલણ

પક્ષ            મુસ્લિમ વોટ

કોંગ્રેસ          37.6%

ભાજપ          8.5%

બીએસપી       3.7%

એસપી         11.2%

ડાબેરી          6.4%

આપ           2.3%

યુપીમાં મુસ્લિમ વોટર્સનું વલણ

પક્ષ            2009                  2014

કોંગ્રેસ          25%                   11%

ભાજપ          6%                     10%

બીએસપી       18%                    18%

એસપી         30%                   58%  

સીએસડીએસ પ્રમાણે, 2009માં ભાજપને ત્રણ ટકા મુસ્લિમોએ વોટ કર્યો હતો. 2014 પહેલા ભાજપને સૌથી વધુ સાત ટકા મુસ્લિમોનું સમર્થન 2004માં પ્રાપ્ત થયું હતું. 1998માં પાંચ ટકા અને 1999માં છ ટકા મુસ્લિમોએ વોટ ભાજપને આપ્યા હતા. જો કે એ સાચું છે કે 2014માં રાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ 37.6 ટકા મુસ્લિમ વોટ કોંગ્રેસને મળ્યા હતા. જો કે યુપીમાં 58 ટકા મુસ્લિમ મતદાતાઓએ સમાજવાદી પાર્ટીમાં પોતાનો ભરોસો વ્યક્ત કર્યો હતો.

સીએસડીએસના નિદેશક સંજય કુમારનું કહેવું છે કે ભાજપને ગત ત્રણથીચાર ચૂંટણીઓમાં સાત ટકા વોટ મળતા રહ્યા છે. તેવામાં આ ઘણું વધારે કહી શકાય નહીં. 2009માં ભાજપને સૌથી ઓછા મુસ્લિમ મતો પ્રાપ્ત થયા હતા. આ લોકલ અને પર્સનલ કન્સીડરેશન પણ હોઈ શકે છે. જ્યાં બેથી ચાર ટકા જ મુસ્લિમ છે, તેમણે એ જોયું હશે કે હવાની દિશાની સાથે જવું યોગ્ય હશે. માટે તેમણે ભાજપની તરફેણમાં પહેલાની જેમ થોડાક મુસ્લિમ વોટની ટકાવારી વધી છે.

જો કે એક વરિષ્ઠ પત્રકારનું માનવું છે કે મુસ્લિમ પણ હિંદુઓની જેમ આશાઓની લહેર પર સવાર હતા. તેમને લાગતું હતું કે ભાજપ અને ખાસ કરીને નરેન્દ્ર મોદી દેશ માટે કંઈક સારું કરશે. જેનાથી તેમના આથિક અને સામાજિક સ્તરમાં સુધારો થશે. તેવામાં તેમણે ભાજપની વિરુદ્ધ પોતાના સંકુચિત દ્રષ્ટિકોણને હટાવ્યો હતો. ભાજપને જે મુસ્લિમ મત મળ્યા છે, તો કોંગ્રેસ વિરુદ્ધના આક્રોશના વોટ પણ છે. આ એ પ્રાદેશિક પાર્ટીઓના પણ વોટ હતા કે જેમનો મુસ્લિમ જનાધાર કદાચ ખસી ગયો છે. જેવું કે યુપીમાં બીએસપી સાથે થયું હતું.

રાજકીય વિશ્લેષક રશીદ કિદવઈનું  કહેવુંછે કે ભાજપના કેટલાક નેતાઓ મુસ્લિમોમાં સારી પહોંચ ધરાવે છે. આવા નેતાઓ પોતાની અંગત છબીના કારણે આમ કરી શકે છે. ગુજરાતમાં વ્હોરા મુસ્લિમોના વોટ પરંપરાગત રીતે ભાજપને મળી રહ્યા છે. મધ્યપ્રદેશમાં કોર્પોરેટર સ્તરના એકસોથી વધુ મુસ્લિમ નેતાઓ છે. જો આપણે ઝીણવટભરી રીતે જોઈએ તો મુસ્લિમો અને ભાજપ વચ્ચે ભરોસાની ઉણપ છે અને તેને દૂર કરવાની જરૂરત છે.

કિદવઈનું એમ પણ કહેવં છે કે ભાજપમાં ઘણાં ઓછા મુસ્લિમ નેતા છે. મુખ્તાર અબ્બાસ નક્વી, એમ. જે. અકબર, શાહનવાઝ હુસૈન, શાઝિયા ઈલ્મી જેવા કેટલાક ગણતરીના નેતા છે. મુસ્લિમોને ટિકિટ આપવાના મામલામાં ફણ ભાજપ અન્ય પાર્ટીઓ કરતા વધારે પાછળ છે. 2017માં યુપી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે એકપણ મુસ્લિમ નેતાને ટિકિટ આપી ન હતી. જ્યારે તેમને ભાગીદારી આપવામાં આવશે, ત્યારે વોટ મળશે.

ભારતમાં 17.22 કરોડ મુસ્લિમ છે. 16મી લોકસભામાં 24 મુસ્લિમ સાંસદો હતા. યુપીમાં મુસ્લિમોની અંદાજે 19થી 20 ટકા વસ્તી છે. 2014માં યુપીમાંથી એકપણ મુસ્લિમ સાંસદ ચૂંટાયો ન હતો. 2018ની પેટાચૂંટણીમાં કેરાનાથી તબ્બસુમ હસન જરૂરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 428 ઉમેદવારો ઉતાર્યા હતા અને તેમા માત્ર સાત મુસ્લિમ ઉમેદવારો હતા. જો કે 2014માં ભાજપનો એકપણ મુસ્લિમ ઉમેદવાર જીતીને સાંસદ બન્યો ન હતો. બીજી તરફ કોંગ્રેસે 2014માં 464 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તેમાથી 27 મુસ્લિમ ઉમેદવારો ચૂંટણી લડયા હતા. કોંગ્રેસના ત્રણ મુસ્લિમ ઉમેદવારોને 2014માં જીત પણ મળી હતી.

ભાજપના પ્રવક્તા રાજીવ જેટલીનું કહેવુ છે કે ભાજપ સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર પર કામ કરી રહ્યું છે. વિપક્ષી દળ મુસ્લિમોને ડર દેખાડીને તેમના વોટ પ્રાપ્ત કરે છે. જ્યારે ભાજપ તેમના માટે કામ કરે છે. મુસ્લિમ મહિલાઓને ભાજપે અધિકાર આપ્યા છે. આ વખતે ભાજપને પહેલાથી વધારે મુસ્લિમો વોટ કરશે.

LEAVE YOUR COMMENT