1. Home
  2. Political
  3. નિર્મલા સીતારમણના નકલી હસ્તાક્ષરનો મામલો, ભાજપના નેતા મુરલીધરરાવ અન્ય અન્ય આઠ સામે ફરિયાદ
નિર્મલા સીતારમણના નકલી હસ્તાક્ષરનો મામલો, ભાજપના નેતા મુરલીધરરાવ અન્ય અન્ય આઠ સામે ફરિયાદ

નિર્મલા સીતારમણના નકલી હસ્તાક્ષરનો મામલો, ભાજપના નેતા મુરલીધરરાવ અન્ય અન્ય આઠ સામે ફરિયાદ

0

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ પી. મુરલીધરરાવ અને આઠ અન્ય આરોપીઓ વિરુદ્ધ 2.17 કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલામાં મંગળવારે હૈદરાબાદમાં ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ તમામ લોકો પર આરોપ છે કે તેમણે હૈદરાબાદના એક પ્રોપર્ટી ડીલને કેન્દ્રમાં નોમિનેટેડ પોસ્ટ અપાવવાના નામ પર કથિતપણે નાણાં લીધા છે. ફરિયાદીનું કહેવું છે કે તેને કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારમણના નકલી હસ્તાક્ષરવાળો લેટર દર્શાવીને છેતરપિંડી કરવામાં આવી છે.

આ આરોપોને સંપૂર્ણપણે રદિયો આપતા મુરલીધરરાવે કહ્યુ છે કે તેમની આની સાથે કોઈ લેવાદેવા નથી. પ્રોપર્ટી ડીલર મહીલાલ રેડ્ડીના પત્ની ટી. પ્રણવ રેડ્ડીની ફરિયાદના આધારે સરુરનગર પોલીસે મંગળવારે આઈપીસીની કલમ- 406, 420, 468, 471, 506 અને 120-બી તથા સીઆરપીસીની કલમ-156-3 હેઠળ મુરલીધર રાવ અને અન્ય આઠ લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

ફરિયાદને ટાંકીને આવેલા મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે નવેમ્બર-2015માં ઈશ્વર રેડ્ડી નામના એખ પત્રકારે ખુદને ભાજપના વરિષ્ઠ નેતાઓના નિકટવર્તી ગણાવીને મહિલાલ રેડ્ડીનો સંપર્ક કર્યો અને કહ્યુ કે તે મુરલીધરરાવના ખાસ કૃષ્ણ કિશોરને જાણે છે. ઈશ્વર રેડ્ડીએ કહ્યુ છે કે કૃષ્ણ કિશોર કેન્દ્ર સરકાર હેઠળના કોઈપણ વિભાગમાં નોમિનેશનથી મળનારા પદ અપાવી શકે છે. ફરિયાદમાં રેડ્ડીની પત્નીએ કહ્યુ છે કે તે અને તેમના પતિ નાણાં ખર્ચ કરીને પણ આવું પદ પ્રાપ્ત કરવા માટે આતુર હતા.

ફરિયાદમાં આગળ કહેવામાં આવ્યું છે કે બાદમાં ઈશ્વર રેડ્ડીએ કૃષ્ણ કિશોર અને ભાજપના સ્થાનિક નેતા મંદારામચંદ્ર રેડ્ડી સાથે ફરીથી તેમણે લોકોએ સંપર્ક કર્યો અને પ્રસ્તાવને માનવા માટે દબાણ કર્યું હતું. આ લોકોએ કહ્યુ હતુ કે તેઓ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ મિનિસ્ટ્રીની અંદર ચાલનારા ફાર્મા એક્સિલમાં નોમિનેશનથી મળનારું પદ અપાવશે. બાદમાં આ ત્રણેયે અન્ય કેટલાકની સાથે મળીને મુરલીધરરાવની સંલિપ્તતાની સાથે એક લેટર દર્શાવ્યો, જેના ઉપર નિર્મલા સીતારમણના કથિત હસ્તાક્ષર હતા. એ વાયદો કરવામાં આવ્યો હતો કે મહિલાના પતિને ફાર્મા એક્સિલના ચેરમેન બનાવવામાં આવશે. તેની અવેજમાં આ લોકોએ તેમની પાસેથી 2.17 કરોડ રૂપિયા લીધા હતા.

આ સમગ્ર મામલે મુરલીધર રાવે કહ્યુ છે કે આરોપીઓને તેઓ જાણે છે, પરંતુ તેમની આમા કોઈ ભૂમિકા નથી. મુરલીધર રાવે કહ્યુ છે કે ફરિયાદકર્તાએ ત્રણ વર્ષ પહેલા તેમનો ફોન દ્વારા સંપર્ક કર્યો હતો અને આના સંદર્ભે જ વાત કરી હતી. તેમણે તેમને કહ્યુ હતુ કે તેઓ આની ફરિયાદ પોલીસની પાસે નોંધાવે, પરંતુ તેમણે આમ કર્યું નહી. મુરલીધરરાવે એમ પણ કહ્યુ છે કે તેઓ આમાના ઘણાં આરોપીઓને જાણે પણ છે, પરતું આ આખા મામલાની સાથે તેમની કોઈ લેવાદેવા નથી. મામલામાં સરુરનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ઈ. શ્રીનિવાસ રેડ્ડીએ કહ્યુ છે કે કોર્ટના નિર્દેશો બાદ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.

tags:

LEAVE YOUR COMMENT