NATIONALગુજરાતી

બીજેપીનું તમિલનાડુ મિશન -ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ચેન્નાઈની મુલાકાતે પહોંચ્યા

  • બીજેપીનું તમિલનાડુ મિશન 
  • ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ચેન્નાઈની મુલાકાતે
  • બીજેપી નેતા સાથે કરશે મુલાકાત
  • વિકાસાત્મક યોજનાઓનું ઉદ્ધાટન કરશે

ચેન્નાઈ -: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારના રોજ તમિલનાડુની રાજધાની ચેન્નાઈની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા છે,અમિત શાહ અહિં કેટલાક વિકાસાત્મક યોજનાઓનું ઉદ્ધાટન કરનાર છે, આ સાથે બીજેપીના અનેક નેતાઓ સાથે મુલાકાત પણ કરશે, અમિતશાહની આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણે કે આવનારા નર્શષ દરમિયાન તમિલનાડુ રાજ્યામાં વિધાનસભઆની ચૂંટણી યોજાનાર છે.

અમિતશાહ ચેન્નાઈની મુલાતાક દરમિયાન પૂર્વ સીએમ એમ કરુણાનિધીના પુત્ર અને ડીએમકે અધ્યક્ષ એમકે સ્ટાલિનના મોટા ભાઈ એમ લગિરિ સાથે પણ મુલાકાત કરનાર છે, જે ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.કારણે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અલાગિરિની સંભવિત પાર્ટી કેડીએમકે સાથે મળીને ચૂંટણી લડી શકે છે. અલાગિરીની વાત કરીએ તો ડીએમકેમાં તેઓ ઉપક્ષિત રહ્યા છે.

અલાગિરિની નજીકના કેપી રામલિંગમ શનિવારે ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં સામેલ થયા પછી તેમણે કહ્યું હતું કે, ‘મારા એમ કે અલાગિરી સાથે ગાઢ સંબંધો છે. હું તેમને ભારતીય જનતા પાર્ટીમાં લાવવાનો પ્રયત્ન કરીશ. ‘ ઉલ્લેખનીય છે કે,  રામલિંગમ ડીએમકેના સસ્પેન્ડ નેતા છે. તેઓ પૂર્વ સંસદસભ્ય પણ રહી ચૂક્યા છે.

આમ જોવા જઈએ તો ભાજપનું રાજ્યની સત્તારુઢ પાર્ટી એઆઈડીએમકે સાથે ગઠબંધન છે જ, હાલમાં તામિલનાડુમાં પણ એઆઈડીએમકેનુ શાસન છે પણ જયલલિતાના નિધન બાદ બંને પાર્ટીઓ વચ્ચેનું અંતર વધી રહ્યું છે.એઆઈડીએમકેના નેતાઓને ત્યાં પડેલા દરોડોમાં પણ ભાજપનો હાથ હોવાનુ માનવામાં આવી રહ્યું છે.આ સંજોગોમાં ભાજપ અલગિરિ સ્વરુપે બીજા વિકલ્પ પર પણ વિચારણા કરી શકે તે પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે,

અમિત શાહ સુપર સ્ટાર રજનિકાંત સાથે કરી શકે છે મુલાકાત

અમિત શાહ મુખ્યમંત્રી પલાની સ્વામી સાથે તેમજ ફિલ્મ અભિનેતા અને સુપરસ્ટાર રજનીકાંત સાથે પણ મુલાકાત કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.તેઓ ચેન્નાઈ મેટ્રો રેલ પરિયોજનાના ત્રીજા તબક્કા સહિતની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદઘાટન પણ કરવાના છે.

સાહીન-

Related posts
NATIONALગુજરાતી

ગોવાના પૂર્વ રાજ્યપાલ મૃદુલા સિન્હાનું નિધન- પીએમ મોદી અને ગૃહમંત્રી શાહએ દુ:ખ વ્યક્ત કર્યું

ગોવાના પૂર્વ રાજ્યપાલ મૃદુલા સિન્હાનું નિધન પીએમ મોદી અને ગૃહમંત્રી શાહએ દુખ વ્યક્ત કર્યું ગોવાના પૂર્વ રાજ્યપાલ અને જાણીતા સાહિત્યકાર એવા મૃદુલા…
NATIONALગુજરાતી

છત્તીસગઢના સીએમ અને ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત – નક્સલવાદની સમસ્યા પર થઈ ચર્ચા

છત્તીસગઢના સીએમ અને ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત નક્સલવાદની સમસ્યા પર થઈ ચર્ચા નવી દિલ્હી-: છત્તીસગના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ મંગળવારના રોજ રાજ્યમાં વધી…
NATIONALPolitical

પોલીસ સ્મૃતિ દિવસ પર પીએમ મોદી-શાહે શહીદ પોલીસકર્મીઓને આપી શ્રદ્ધાંજલિ

આજે 21 ઓક્ટોબર એટલે પોલીસ સ્મૃતિ દિવસ ગૃહમંત્રી અમિત શાહે દેશને કર્યા સંબોધિત પોલીસકર્મીઓના સમર્પણ અને હિંમતની કરી પ્રશંસા પીએમ મોદીએ પણ…

Leave a Reply