1. Home
  2. Political
  3. લોકસભા ચૂંટણી પહેલા અરુણાચલ પ્રદેશમાં ભાજપને આંચકો, 14 ધારાસભ્યોના રાજીનામા
લોકસભા ચૂંટણી પહેલા અરુણાચલ પ્રદેશમાં ભાજપને આંચકો, 14 ધારાસભ્યોના રાજીનામા

લોકસભા ચૂંટણી પહેલા અરુણાચલ પ્રદેશમાં ભાજપને આંચકો, 14 ધારાસભ્યોના રાજીનામા

0

અરુણાચલ પ્રદેશમાં સત્તારુઢ ભાજપને લોકસભાની ચૂંટણી પહેલા મોટો આંચકો લાગ્યો છે. અરુણાલ પ્રદેશના બે પ્રધાનો અને 12 ધારાસભ્યો સહીત કુલ 15 નેતાઓએ મંગળવારે પાર્ટી છોડીને નેશનલ પીપલ્સ પાર્ટીમાં જોડાવાનું પસંદ કર્યું છે. આમા અરુણાચલપ્રદેશના ગૃહ પ્રધાન કુમાર વાઈ અને રાજ્યના ભાજપ એકમના ભૂતપૂર્વ અધ્યક્ષ જારપુમ ગામલિન, પર્યટન પ્રધાન જારકર ગામલિન જેવા નેતાઓના નામ સામેલ છે.

અરુણાચલ પ્રદેશમાં લોકસભાની સાથે જ વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઘણાં મોટા નેતાઓ અને પ્રધાનોની ટિકિટ કાપવામાં આવી છે. તેના પછી ઘણાં ધારાસભ્યોએ મોટા પ્રમાણમાં ભાજપને છોડવાનું પગલું ભર્યું છે.

અરુણાચલ પ્રદેશ વિધાનસભામાં કુલ 60 બેઠકો છે. જેમાંથી 2014ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના 48, એનપીપીના ચાર અને કોંગ્રેસના છ ઉમેદવારો જીત્યા હતા. તેના સિવાય બે બેઠકો અપક્ષ ઉમેદવારોના ખાતામાં ગઈ હતી. હાલ અરુણાચલપ્રદેશમાં ભાજપના પેમા ખાંડુ મુખ્યપ્રધાન છે.

અરુણાચલ પ્રદેશની 60 બેઠકની વિધાનસભામાંથી 54 ઉમેદવારોના નામ ભાજપના સંસદીય બોર્ડે રવિવારે નક્કી કર્યા હતા. આ યાદીમાં ભાજપના રાજ્ય ખાતેના મહાસચિવ જારપુમ ગામલિન, ગૃહ પ્રધાન કુમાર વાઈ, પર્યટન પ્રધાન જારકર ગામલિન અને ઘણાં ધારાસભ્યોના નામ સામેલ ન હતા. બાદમાં કુલ 15 નેતાઓએ ભાજપમાંથી રાજીનામા આપ્યા હતા. અરુણાચલ પ્રદેસમાં 11 એપ્રિલે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે.

સોમવારે જારપુમ ગામલિને ભાજપના અરુણાચલ ખાતેના એકમના પ્રદેશ પ્રમુખ તાપિર ગાઓને પોતાનું રાજીનામું આપ્યું હતું. તેઓ સોમવારે સવારેજ ગૌહાટીમાં મેઘાલયના મુખ્યપ્રધાન કોનરાડ સંગ્માને મળ્યા હતા.

એનપીપીના એક વરિષ્ઠ નેતાએ કહ્યુ હતુ કે જારપુરમ,, જારકર, કુમાર વાઈ અને ભાજપના 12 પ્રવર્તમાન ધારાસભ્યોએ એનપીપીના મહાસચિવ થામસ સંગ્મા સાથે મંગળવારે મુલાકાત કરી હતી. તેમણે એનપીપીમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. આ નેતાઓના આવવાથી એનપીપી મજબૂત બનશે.

એનપીપીએ પૂર્વોત્તર રાજ્યોની તમામ 25 લોકસભા બેઠકો પરથી ઉમેદવારોને ઉતારવાનો નિર્ણય કર્યો છે. એનપીપીએ મેઘાલયના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. બાકીની બેઠકોની પણ ટૂંક સમયમાં યાદી જાહેર કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT