NATIONALગુજરાતી

આ પાંચ રાજ્યોમાં યોજાનારી પેટાચૂંટણી માટે બીજેપીએ ઉમેદવારના નામોની યાદી રજુ કરી

  • આ પાંચ રાજ્યોમાં યોજાશએ પેટા ચૂંટણી
  •  બીજેપીએ ઉમેદવારના નામોની યાદી રજુ કરી
  • છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, મણિપુર અને ઓડીશામાં યોજાશએ પેટા ચૂંટણી

ભારતીય જનતા પાર્ટીએ જુદા જુદા રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની પેટા ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોની યાદી બહાર પાડી છે, બીજેપી કેન્દ્રીય ચૂંટણીપંચ એ છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, મણિપુર અને ઓડીશામાં યોજાનારા વિધાનસભાની પેટા ચૂંટણી માટેના પોતોના ઉમેદવારોના નામની ઘઓષણા કરી દીધી  છે

ભાજપે ગુજરાત પેટાચૂંટણી માટે 7 ઉમેદવારોની જાહેરાત કરી છે. રાજ્યસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ છોડનારા 5 પૂર્વ ધારાસભ્યોને ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવી છે. ભાજપની યાદી મુજબ પૂર્વ મંત્રી આત્મારામ પરમારને ગઢડાની સીટ પરથી ટિકિટ આપવામાં આવી છે.

લીમડી બેઠક પર હજુ નામ જાહેર થવાનું બાકી

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીઓ વખતે  કોંગ્રેસમાંથી રાજીનામું આપતા ભાજપ સાથે સંકળાયેલા આ નેતાઓની ટિકિટ નિશ્ચિત માનવામાં આવી રહી હતી. ત્યારે હજુ લીંબડી બેઠક પરથી ઉમેદવારની જાહેરાત કરવાનું બાકી છે.બાકીની સીટની પરિસ્થિતિને લઈને  રાજ્યના નેતાઓ હાઇ કમાન્ડને વાકેફ કરશે. તેના આધારે, સેન્ટ્રલ કમિટી ઉમેદવારનું નામ જાહેર કરશે.

ગુજરાતમાં કોને કઈ સીટ પરથી મળી ટિકિટ -જાણો

હાલ રજુ કરવામાં આવેલા નામોની યાદીમાં ગુજરાતના અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીથી બ્રિજેશ મિર્ઝા, ધીરીથી જે.વી. કાકડીયા, ગઢડાથી આત્મારામ પરમાર, કરજણથી અક્ષય પટેલ, દંગ્સથી વિજય પટેલ અને કપરાડાથી જીતુભાઇ ચૌધરીને ટિકિટ મળી છે.

સાહીન-

Related posts
REGIONALગુજરાતી

આજે લાભપાંચમનાં વિજય મુહૂર્તમાં ભાજપના નવા 8 ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યા

આજે લાભ પાંચમના શુભ મુહૂર્ત અને વિજય મુહૂર્તમાં ભાજપનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો ભાજપના ચૂંટાયેલા 8 ધારાસભ્યોએ ધારાસભ્યપદના શપથ ગ્રહણ કર્યા સમારોહમાં…
NATIONALગુજરાતી

ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્રારા ગુજરાતમાં સ્વેચ્છાએ મીની લોકડાઉનની અપીલ કરાઈ

ગુજરાતમાં કોરોનાનો કહેરની દહેશત અમદાવાદમાં વધી રહ્યા છે કોરોનાના કેસ તહેવારોના કારણે કોરોનાએ જોર પકડ્યું સમગ્ર વિશ્વ હાલ કોરોના મહામારી સામે લડત…
NATIONALગુજરાતી

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ ઓડિશામાં 6 બીજેપી કાર્યાલયનું  ઉદ્ધાટન કર્યું

બીજેપીની પકડ મજબુત બિહારની ચૂંટણી બાદ દેશના અનેક રાજ્યો પર બીજેપીની નજર પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ ઓડિશામાં 6 કાર્યાલયનું ઉદ્ધાટન કર્યું સમગ્ર…

Leave a Reply