1. Home
  2. Political
  3. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મંદિર નિર્માણની BJYMની માગણી
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મંદિર નિર્માણની BJYMની માગણી

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મંદિર નિર્માણની BJYMની માગણી

0


ભારતીય જનતા યુવા મોરચા એટલે કે બીજેવાઈએમ દ્વારા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મંદિર નિર્માણ કરાવવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે. તેના માટે એએમયુના વાઈસ ચાન્સેલર તારિક મન્સૂરને પત્ર લખવામાં આવ્યો છે. બીજેવાઈએમના જિલ્લાધ્યક્ષ મુકેશસિંહ લોધીએ કહ્યુ છે કે તેમણે વીસીને આના માટે જવાબ આપવા માટે પંદર દિવસનો સમય આપ્યો છે.

લોધીએ કહ્યુ છે કે જો તેમને આની મંજૂરી આપવામાં નહીં આવે, તો તેઓ પોતાના હજારો ટેકેદારો સાથે એએમયૂ પરિસરમાં મૂર્તિની સ્થાપના કરવા આવશે.

બીજેવાયએમના જિલ્લાધ્યક્ષ મુકેશસિંહ લોધીએ એક પત્રકાર પરિષદને સંબોધિત કરતા એએમયુના સંસ્થાપક સર સૈયદ અહમદ ખાનને પણ ટાંક્યા હતા. મુકેશસિંહ લોધીએ કહ્યુ હતુ કે સર સૈયદ અહમદ ખાને એક વખત કહ્યુ હતુ કે હિંદુ અને મુસ્લિમ એક ખૂબસૂરત દુલ્હનની બે આંખ છે અને તે દુલ્હન હિંદુસ્તાન છે. સર સૈયદ અહમદ ખાન દ્વારા સ્થાપિત યુનિવર્સિટીમાં મુસ્લિમો માટે મસ્જિદ તો છે, પરંતુ હિંદુ સ્ટૂડન્ટ્સ પૂજા કરી શકે તેના માટે અહીં મંદિર નથી.

મુકેશસિંહ લોધીએ કહ્યુ છે કે યુનિવર્સિટી પરિસરમાં મંદિર નહીં હોવાને કારણે હિંદુ સ્ટૂડન્ટ્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વીસીએ સર સૈયદના સપનાને પુરું કરવા માટે યુનિવર્સિટીના પ્રાંગણમાં મંદિર નિર્માણ માટેના સ્થાનની વ્યવસ્થા કરવી જોઈએ.

જો કે એએમયુના પ્રવક્તા સૈફી કિદવઈએ લોધીની માગણીને રાજકીય મામલો ગણાવ્યો છે અને કહ્યુ છે કે યુનિવર્સિટીને આના સંદર્ભે કોઈ જાણકારી મળી નથી.

મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં અલીગઢના બરૌલી વિધાનસભા મતવિસ્તારમાંથી ભાજપના ધારાસભ્ય ઠાકુર દલવીરસિંહના પુત્ર અને છાત્ર નેતા અજય સિંહે  પણ એએમયુ પરિસરમાં મંદિર નિર્માણની માગણી કરી હતી. તેમણે એએમયુ પ્રશાસનની મંજૂરી વગર યુનિવર્સિટીના પ્રાંગણમાં એક તિરંગા યાત્રા પણ કાઢી હતી. તેના સંદર્ભે તેમને કારણદર્શક નોટિસ પણ જાહેર કરવામાં આવી છે.

REAL VOICE OF INDIA : “સેક્યુલર ઈન્ડિયા”માં AMUની “મુસ્લિમ સંસ્થા” તરીકેની ઓળખ કેમ?

ભારત એક સેક્યુલર દેશ હોવાનું વિપક્ષો દ્વારા કહેવામાં આવે છે, તો આઝાદીના 72 વર્ષના સમયગાળામાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની એક “મુસ્લિમો માટેની સંસ્થા” તરીકેની ઓળખને શા માટે દૂર કરવામાં આવી નથી. ભારત સેક્યુલર હોય, તો અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની ઓળખ પણ સેક્યુલર હોવી જોઈએ. જો એએમયૂમાં મસ્જિદ મુસ્લિમ સ્ટૂડન્ટ્સની ઈબાદત માટે ઉપલબ્ધ હોય, તો હિંદુ સ્ટૂડન્ટ્સ માટે એએમયૂમાં મંદિર પણ હોવું જોઈએ. આખરે સવાલ દેશના સેક્યુલારિઝમનો છે, કેરળની યુનિવર્સિટીમાં સેક્યુલારિઝમની દુહાઈ દઈને સરસ્વતી પૂજાની મંજૂરી આપવામાં આવતી નથી. તો એએમયૂમાં પ્રાંગણમાં મસ્જિદ હોય અને મંદિર ઉપલબ્ધ કરાવાય નહીં તો તેને કેવું સેક્યુલારિઝમ ગણવું જોઈએ? એએમયુમાં ભારતના સેક્યુલર કલેવરનું અમલીકરણ કરીને મુસ્લિમ સ્ટૂડન્ટ્સને આપવામાં આવેલા હકો અને તેમની સાથે તેમની માન્યતાને અનુરૂપ થતા વ્યવહારોના જેવા જ અધિકારો અને પોતાની માન્યતા પ્રમાણેના વ્યવહારો કરવાની હિંદુ સ્ટૂડન્ટ્સને પણ વ્યવસ્થા મળવી જોઈએ.

LEAVE YOUR COMMENT