1. Home
  2. Political
  3. ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો કબજે કરવા ભાજપ 11મી ફેબ્રુઆરીથી પ્રચાર યુધ્ધ ખેલશે
ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો કબજે કરવા ભાજપ 11મી ફેબ્રુઆરીથી પ્રચાર યુધ્ધ ખેલશે

ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો કબજે કરવા ભાજપ 11મી ફેબ્રુઆરીથી પ્રચાર યુધ્ધ ખેલશે

0

લોકસભાની ચૂંટણીને હવે ગણતરી મહિના બાકી છે. ત્યારે ભાજપે ચૂંટણીલક્ષી તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના હોમ સ્ટેટ એવા ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો જીતવા માટે પ્રદેશ ભાજપ દ્વારા પ્રચાર ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.હાલ ગુજરાત લોકસભાની તમામ 26 બેઠકો પર ભાજપનો કબજો છે.એટલે તમામ બેઠકો જાળવી રાખવા ભાજપે કમર કસી છે. ચૂંટણી પ્રચારના ભાગરૂપે ગુજરાતમાં 11મી  ફેબ્રુઆરીથી એક મહિના સુધી અનેક પ્રકારના કાર્યક્રમો દ્વારા કાર્યકર્તાઓને પણ તૈયાર કરવામાં આવશે સાથે જ પ્રજા વચ્ચે પણ જશે.

સૂત્રોના જણાવ્યા મુજબ લોકસભાની ચૂંટણીનો માહોલ દેશ સાથે ગુજરાતમાં પણ બની રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય ભૂમિ ગુજરાત હોવાથી ભાજપ અહીં કોઇ પણ કરસ છોડવા માગતી નથી. ત્યારે 26 બેઠકો પર જીત મેળવવા 5 અલગ અલગ કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે. જેની શરૂઆત 11 ફેબ્રુઆરી કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કાર્યક્રમની શરૂઆત કરાવશે. તા.11મી ફેબ્રુઆરી પંડીત દિન દયાલજીની પૂર્ણ્ય તિથી દિનને સમર્પણ દિન કરીકે ઊજવાશે. જેમાં કાર્યકર્તાઓ બૂથ સ્તર સુધી મતદારોનો સપંર્ક કરવાની શરૂઆત કરશે.

તા.12 ફેબ્રુઆરીએ મેરા પરિવાર ભાજપ પરિવારના કાર્યક્રમનું લોન્ચિંગ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કરશે. પોતાના નિવાસસ્થાન પર ભાજપનો ઝંડો લહેરાવ્યા બાદ તમામ કાર્યકર્તાઓ પોતાના ઘર અને વિસ્તારમાં ભાજપનો ઝંડો લહેરાવશે. ત્યારબાદ તા.21 ફેબ્રુઆરીથી 2 જી માર્ચ સુધી ઘરે ઘરે સંપર્ક કરાશે  આ કાર્યક્રમના માધ્યમથી કાર્યકર્તાઓ સવારે અને સાંજે બૂથ સ્તર સુધી લોકોનો સંપર્ક કરશે અને કેમ ભાજપને મત આપવો તે અંગે લોકો સાથે સંવાદ કરશે. આ ઉપરાંત તા.21 ફેબ્રુઆરીએ વિસ્તારક યોજના વિધાનસભાની ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં પણ 10 દિવસ માટે વિસ્તારકોને કાર્યરત કરવામાં આવશે. જે પોતાના મત વિસ્તાર સિવાય અન્ય જગ્યા પર જઇ ચૂંટણી પ્રચાર કરશે.તા.24 ફેબ્રુઆરીએ પીએમ કે મન કી બાત અંતિમ કાર્યક્રમ હશે. જેમાં અનેક સ્થળો પર કાર્યકર્તા અને હોદ્દેદારો લોકો સાથે મનની વાત સાંભળશે. તા.26 ફેબ્રુઆરીએ કમલ દિવાળી આ કાર્યક્રમ થકી 5 વર્ષમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો જેમણે લાભ મેળવ્યો હોય તેમનો સંપર્ક કરી એક સ્થાને દિપક પ્રજવલલિત કરી દિવાળી જેવો માહોલ બને તે માટેના પ્રયાસ કરશે.ત્યારબાદ તા.2જી માર્ચના રોજ ભાજપના યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારાતમામ વિધાનસભા મત વિસ્તારોમાં ભાજપના ઝંડા સાથે વિશાળ બાઇક રેલી યોજાશે. ભાજપની સંગઠન શક્તિ અને કાર્યકર્તાઓની સંગઠન માટેની નિષ્ઠા ભાજપની જીત માટેનું મહત્વનું કારણ રહ્યું છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી ભાજપમાં થઇ રહેલા કોંગ્રેસી કરણને કારણે કાર્યકર્તાઓ ક્યાંક નિષ્ક્રિય થયા છે. જેના કારણે જનસંપર્કમાં સીધી અસર જોવા મળી રહ્યી છે. ત્યારે ચૂંટણી પહેલા પોતાના કાર્યકર્તાઓ માટે ભાજપે કાર્યક્રમોની ભરમાર શરૂ કરી દીધી છે.

LEAVE YOUR COMMENT